________________
૨૬૮
ભગવાઈ -૧૧ -૧૧પ૧૮ પ્રભાવતી દેવી આ આવા પ્રકારના ઉદાર યાવતુ શોભાવાળા મહાસ્વપ્ન જોઈને જાગી અને હર્ષિત તથા સંતુષ્ટ દયવાળી થઈ, યાવતુ મેઘની ધારથી વિકસિત થયેલા કંદબકના પુષ્પની પેઠે રોમાંચિત થયેલી તે સ્વપ્ન સ્મરણ કરે છે, પોતાના શયનથી ઉઠી ત્વરાવિનાની, ચપલતારહિત, યાવતું રાજહંસસમાન ગતિવડે જ્યાં બલરાજાનું શયન ગૃહ છે ત્યાં આવે છે, આવીને ઇષ્ટ, કાંત, પ્રિય મનોજ્ઞ, મનગમતી, ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલ્ય સૌન્દર્યયુક્ત, મિત, મધુર અને મંજુલ-વાણીવડે બોલતી તે બલ રાજાને
ગાડે છે.બલરાજાની અનુમતિથી વિચિત્રમણિ અને રત્નોની રચના વડે વિચિત્ર ભદ્રાસનમાં બેસેછે. સ્વસ્થ અને શાન્ત થએલી તે પ્રભાવતી દેવીએ ઈષ્ટ, પ્રિય, યાવતુ મધુર વાણીથી બોલતાં આ પ્રમાણે કહ્યું
' હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર મેં આજે તે તેવા પ્રકારની અને તકીયાવાળી શધ્યામાં ઈત્યાદિ પૂર્વોક્ત જાણવું, યાવતું મારા પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઇને જાગી. તો એ ઉદાર યાવતું મહાસ્વપ્નનું બીજું શું કલ્યાણકારક ફલ અથવા વૃત્તિવિશષ થશે ? ત્યાર પછી તે બલ રાજા પ્રભાવતી દેવી પાસેથી આ વાત સાંભળી, અવધારી હર્ષિત, તુષ્ટ, યાવત્ અલ્હાદાયુક્ત હૃદયવાળો થયો, મેઘની ધારાથી વિકસિત થયેલા યાવતુ જેની રોમરાજી ઉભી થયેલી છે, એવો બલરાજા તે સ્વપ્નનો અવગ્રહ કરે છે, પછી તે સ્વપ્નસંબંધી ઈહા કરે છે. તેમ કરીને પોતાના સ્વાભાવિક, મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નના ફલનો નિશ્ચય કરે છે. પછી ઇષ્ટ, કાંત, યાવતુ મંગલયુક્ત, તથા મિત, મધુર અને શોભાયુક્ત વાણીથી સંલાપ કરતા તે બલ રાજાએ આ પ્રમાણે કહ્યું- હે દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, હે દેવી! તમે કલ્યાણકારક સ્વપ્ન જોયું છે, યાવતુ હે દેવી! તમે શોભાયુક્ત સ્વપ્ન જોયું છે, તથા હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ, દીઘયુષ, કલ્યાણ અને મંગલકારક સ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિય ! તેથી અર્થનો, ભોગનો, પુત્રનો અને રાજ્યનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! ખરેખર તમે નવ માસ સંપૂર્ણ થયા બાદ સાડાસાતદિવસ વિત્યા પછી આપણા કુલમાધ્વજસમાન, દીવાસમાન, પર્વતસમાન,શેખરસમાન, તિલકસમાન, કીર્તિ કરનાર,આનંદ આપનાર,જશ કરનાર, આધારભૂત, વૃક્ષ સમાન અને કુલની વૃદ્ધિ કરનાર, સુકુમાલ હાથપગવાળા, ખોડરહિત અને સંપૂર્ણપંચેન્દ્રિયયુક્ત શરીરવાળા,યાવતુ ચંદ્રસમાન સૌમ્યઆકારવાળા, જેનું દર્શન પ્રિય છે એવા, સુન્દરરૂપવાળા, અને દેવકુમાર જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપશો.
અને તે બાલક પોતાનું બાલકપણું મૂકી, વિજ્ઞ અને પરિણત થઈને યુવાવસ્થાને પામી શૂર, વીર, પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બલ તથા વાહનવાળો, રાજ્યનો ધણી રાજા થશે. હે દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ અને યાવતુ મંગલકારક સ્વપ્ન જોયું છે એમ કહી તે બલ રાજા ઈષ્ટ યાવદ્ મધુર વાણીથી પ્રભાવતી દેવીની બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે પ્રશંસા કરે છે. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી બલ રાજાની પાસેથી એ વાત સાંભળીને અવધારીને હર્ષવાળી અને સંતુષ્ટ થઈ હાથ જેડી આ પ્રમાણે બોલી- હે દેવાનુપ્રિય! તમે જે કહો છો તે એજ પ્રમાણે છે. તે જ પ્રમાણે છે એ સત્ય છે.એ સંદેહરહિત છે. મને ઈચ્છિત છે, એ મેં સ્વીકારેલું છે,એ મને ઈચ્છિત અને સ્વીકૃત છે એમ કહી સ્વપ્નનો સારી રીતે સ્વીકાર કરે છે, બલ રાજાની અનુમતિથી ભદ્રાસનથી ઉઠે છે, ઉઠીને ત્વરા વિના, ચપલતારહિત યાવદ્ ગતિ વડે જ્યાં પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org