________________
૨૫૮
ભગવાઈ-૧૧-૯પ૦૬ બહાર ઉતરપૂર્વ દિશામાં-સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુના પુષ્પ અને
લથી સમૃદ્ધ, રમ્ય અને નંદનવન સમાન હતું. તેની છાયા સુખકારક અને શીતળ હતી, તે મનોહર, સ્વાદિષ્ટફલવાળું, કંટકરહિત, પ્રસન્નતા આપનાર, યાવતુ પ્રતિરૂપ-સુન્દરહતું. તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો, તે મોટા હિમાચલ પર્વતની પેઠે શ્રેષ્ઠ હતો, તે શિવ રાજાને ધારિણી નામે પટ્ટરાણી હતી. તેના હાથ પગ સુકમાલ હતા, તે શિવરાજાને ધારિણી રાણીથી ઉત્પન્ન થયેલો શિવ ભદ્ર નામે પુત્ર હતો, તેના હાથ પગ સુકુમાલ હતા-ઇત્યાદિ કુમારનું વર્ણન સૂર્યકાંત રાજ- કુમારની પેઠે કહેવું. યાવત્ તે કુમાર જોતો જોતો વિહરે છે.
હવે કોઈ એક દિવસે શિવરાજાને પૂર્વરાત્રિના પાછલા ભાગમાં રાજ્યકારભારનો વિચાર કરતા આ આવો અધ્યાવસાય-સંકલ્પ ઉત્પન્ન થયો કે મારા પૂર્વ પૂણ્યકર્મોનો પ્રભાવ છે, ઈત્યાદિ તામિલ તાપસની પેઠે કહેવું, જે યાવતુ હું પુત્રોવડે, પશુઓવડે, રાજ્યવડે, રાષ્ઠવડે બલવડે, વાહનવડે, કોલવડે કોષ્ઠાગારવડે, પુરવડે અને અન્તઃપુરવડે વૃદ્ધિ પામું છું વળી પુષ્કળ ધન, કનક, રત્ન યાવતું સારભૂત દ્રવ્યવડે અતિશય અત્યંત વૃદ્ધિ પામું છું તો શું હવે હું મારા પૂર્વ પુણ્યકર્મોના ફલરૂપ એકાન્ત સુખને ભોગવતો જ વિહરું? તે માટે જ્યાંસુધી હું હિરણ્યથી વૃદ્ધિ પામું છું, યાવતુ પૂર્વે કહ્યા પ્રમાણે વૃદ્ધિ પામું છું જ્યાંસુધી સામંત રાજાઓ મારે તાબે છે, ત્યાંસુધી મારે કાલે પ્રાતઃકાળે સૂર્ય દેદીપ્યમાન થયે છતે ઘણી લોઢીઓ, લોહના કડાયાં કડછા અને ત્રાંબાના બીજા તાપસના ઉપકરણોને ઘડાવીને શિવભદ્ર કુમારને રાજ્યમાં સ્થાપીને ઘણી લોઢીઓ, લોહના કડાયાં, કડછા અને ત્રાંબાના તાપસના ઉપકરણો લઈને, જે આ ગંગાને કાંઠે વાનપ્રસ્થ તાપસો રહે છે, તે આ પ્રકારે-અગ્નિહોત્રી, પોતિક-વસ્ત્ર ધારણ કરનારાઈત્યાદિ ઉવવાઅ” સૂત્રમાં કહ્યા પ્રમાણે માવતુ જેઓ કાષ્ઠથી શરીરને તપાવતા વિચરે, છે, તે તાપસોમાં જે તાપસો દિશાપોષક છે, તેઓની પાસે મારે મુંડ થઈને દિક્નોક્ષમતા પસપણે પ્રવ્રજ્યા અંગીકાર કરવી શ્રેય છે, પ્રવ્રજ્યા ગ્રહણ કરીને હું આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરીશ. તે આ પ્રકારે-માવજીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠ કરવાથી દિક્યક્ર વાલ તપકર્મ વડે ઉંચા હાથ રાખીને રહેવું મને કહ્યું એમ વિચારે છે.
એ પ્રમાણે વિચારીને પ્રાતઃકાળે સૂર્ય દેદીપ્યમાન થયે છતે, અનેક પ્રકારના લોઢી, કડાયા વગેરે તાપસના ઉપકરણો તૈયાર કરાવી પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવે છે. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આ હસ્તિનાપુર નગરની બહાર અને અંદર જલ છંટકાવી સાફકરાવો-ઇત્યાદિ યાવતુ તેમ કરી તેઓ તેની આજ્ઞાને પાછી આપે છે. ત્યારપછી તે શિવરાજા ફરીને પણ તે કૌટુંબિક પુરુષોને બોલાવે છે, તેણે આ પ્રમાણેકહ્યુંહે દેવાનુપ્રિયો ! શીઘ શિવભદ્ર કુમારના મહાઅર્થવાળા યાવતું વિપુલ રાજ્યાભિષેકની તૈયારી કરો. ત્યારબાદ તે કૌટુંબિક પુરુષો તે પ્રમાણે વાવતું રાજ્યાભિષેકની તૈયારી કરે છે, ત્યારપછી તે શિવરાજા અનેક ગણનાયક, દંડનાક, યાવતુ સંધિપાલના પરિવાર યુક્ત શિવભદ્ર કુમારને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસાડે છે, બેસાડીને એકસોસાઠ સોનાના કલશોવડે, યાવતુ એકસો આઠ માટીનાકલશોવડે, સર્વઋદ્ધિથી યાવતું વાજિંત્રાદિકના શબ્દો વડે મોટા રાજ્યાભિષેકથી અભિષેક કરે છે. ત્યારપછી પાંપણ જેવા સુકુમાલ અને સુગંધી ગંધવસ્ત્રવડે તેના શરીરને સાફ કરે છે, સરસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org