________________
-
શતક-૧૧, ઉદેસો-૧
૨૫૭ જાય?- ક્યાં ઉત્પન્ન થાય? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે દેવોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યત્ક્રાંતિપદમાં ઉદ્વર્તના પ્રકરણમાં વનસ્પતિકાયિકોને કહ્યા પ્રમાણે અહીં પણ કહેવું છે ભગવન્! સર્વ પ્રાણો ભૂતો, સર્વ જીવો અને સર્વ સત્ત્વો ઉત્પલના મૂલપણે, કંદપણે, નાલપણે, પાંદડાપણ, કેસરપણે, કર્ણિકાપણે અને થિભુગ પણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ! થયા છે, હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે. | શતક: ૧૧-ઉદેસાઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(- ઉદેશકર થી ૮:[૪૯૯] હે ભગવન્! એક પાંદડાવાળા શાલૂક શું એક જીવવાળો છે કે અનેક જીવવાળો છે ? હે ગૌતમ ! તે એક જીવવાળો છે, એ પ્રમાણે ઉત્પલોદ્દેશકની સઘળી. વક્તવ્યતા કહેવી, યાવદ્ અનન્તવાર ઉત્પન્ન થયા છે. પરન્તુ વિશેષ એ છે કે, શાલૂકના શરીરની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે બાકી બધું પૂર્વવતુ હે ભગવન્! તે એમજ છે હે ભગવન્! તે એમજ છે.
- [પ૦૦ હે ભગવન્! પલાશવૃક્ષ એક પાંદડાવાળો હોય ત્યારે શું એક જીવવાળો હોય કે અનેક જીવવાળો હોય ? હે ગૌતમ ! ઉત્પલઉદ્દેશકની બધી વક્તવ્યતા અહીં કહેવી. પરન્ત વિશેષ એ કે, પલાશના શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ગાઉપૃથકત્વ છે. વળી દેવો અવીને એ પલાશવૃક્ષમાં ઉત્પન્ન થતા નથી. વેશ્યદ્વારમાં હે ભગવન્શું પલાશવૃક્ષના જીવો કણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા કે કાપોતલેશ્યાવાળા હોય? હે ગૌતમ! તે ત્રણ હોય, એ પ્રમાણે છવ્વીશ ભાંગા કહેવા. બાકી પૂર્વવતુ હે ભગવન્! તે એમજ છે. તે એમ જ છે.
પિ૦૧] હે ભગવનું ! એક પાંદડાવાળો કુંભિક શું એક જીવવાળો હોય કે અનેકજીવવાળ હોય? હે ગૌતમ ! એ પ્રમાણે પલાશોદ્દેશકમાં કહ્યા પ્રમાણે બધું કહેવું, પરન્તુ વિશેષ એ છે કે કુંભિકની સ્થિતિજઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ વષપૃથકત્વ હોય છે. બાકી પૂર્વવતુ હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે.
[પ૦૨] હે ભગવનું ! એકપાંદડાવાળો નાડિક શું એક જીવવાળો છે કે અનેકજીવવાળ છે? હે ગૌતમ! કુંભિક ઉદ્દેશકની બધી વક્તવ્યતા અહીં કહેવી.
[પ૦૩ હે ભગવન્! એક પાંદડાવાળું પદ્મ શું એક જીવવાનું હોય કે અનેક જીવવાળું હોય? હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે બધું કહેવું.
[૫૦૪] હે ભગવન્! એક પાંદડાવાળી કર્ણિકા શું એક જીવવાળી છે કે અનેક જીવવાળી છે? હે ગૌતમ! બધુ પૂર્વ પ્રમાણે કહેવું. હે ભગવન્! તે એમજ છે.
[પ૦૫] હે ભગવન્! એકપત્રવાળું નલિન શું એકજીવવાનું છે કે અનેકજીવવાળું છે ? હે ગૌતમે ! એ બધું પૂર્વ પ્રમાણે વાવતુ સર્વ જીવો અનંતવાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતકઃ૧૧-ઉદેસા-૨થી ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ
(- ઉદ્દેશક :-) [૫૦] તે કાલે-તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું તે હસ્તિનાપુર નગરની 1િ7 For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International