________________
૧૪૮
ભગવાઈ - -૩/૩૪૯ હે ગૌતમ! કર્મને વેદે છે અને નોકર્મને નિર્ભર છે; તે હેતુથી એમ કહેવાય છે કે એ પ્રમાણે નારકો યાવત્ વૈમાનિકો જાણવા.
હે ભગવન્! શું જેને વેદશે તેને નિર્જરશે, અને જેને નિર્જરશે તેને વેદશે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે યાવતું તેને વેદશે નહિ? હે ગૌતમ! કર્મને વેદશે અને નોકમને નિર્જરશે, તે હેતુથી હે ભગવન્! શું જે વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય છે, અને જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે? હે ગૌતમ! જે સમયે વેદ છે તે સમયે નિર્જરા કરતો નથી, જે સમયે નિર્જરા કરે છે તે સમયે વેદતો નથી, અન્ય સમયે વેદે છે. અન્ય સમયે નિર્જરા કરે છે, વેદનાનો સમય ભિન્ન છે અને નિર્જરાનો સમય ભિન્ન છે, તે હેતુથી યાવતુ વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય નથી. હે ભગવન્! શું નારકોને જે વેદનાનો સમય છે, તે નિર્જરાનો સમય છે, અને નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા કારણથી કહો છો હે ગૌતમ! નારકો જે સમયે વેદે છે તે સમયે નિરા કરતા નથી, અને જે સમયે નિર્જરા કરે છે તે સમયે વેદતા નથી, અન્ય સમયે વેદે છે અને અન્ય સમયે નિરા કરે છે, તેઓનો વેદનાનો સમય જૂદો છે, અને નિર્જરાનો સમય જૂદો છે; તે હેતુથી એમ કહ્યું. એ પ્રમાણે યાવતું વૈમાનિકોને જાણવું.
[૩પ૦] હે ભગવન્! શું નારકો શાશ્વત છે કે અશાશ્વત છે? હે ગૌતમ! કથંચિતું શાશ્વત છે, અને કથંચિત્ અશાશ્વત પણ છે? હે ભગવનું શા કારણથી એમ કહો છો? હે ગૌતમ ! દ્રવ્યાર્થિકનય ની અપેક્ષાએ શાશ્વત છે, અને પયયનયની અપેક્ષાએ અશાશ્વત છે, તે હેતુથી યાવતુ કથંચિતુ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. એ પ્રમાણે યાવતુ. વૈમાનિકો જાણવ હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. [ [શતક: ૭-ઉદ્દેસાઃ૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
(કઉદ્દેશક૪:-) | [૩પ૧-૩પર] રાજગૃહ નગરમાં (ગૌતમ) યાવતું એ પ્રમાણે બોલ્યા-હે ભગવનું! સંસારી જીવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણેપૃથિવીકાયિક વિગેરે. એ પ્રમાણે જેમ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ સમ્યકત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા સુધી અહીં જાણવું. જીવોના છ પ્રકાર, પૃથિવીના છ પ્રકાર, પૃથિવીના ભેદોની સ્થિતિ-આયુષ, ભવસ્થિતિ, સામાન્ય કાયસ્થિતિ નિર્લેપના-ખાલી થવાનો કાળ, અનગાર સંબંધી હકીકત, સમ્યકત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક ૭-ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
- ઉદ્દેશક૫:-) [૩પ૩-૩૫૪ રાજગૃહ નગરમાં (ગૌતમ) યાવતુ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! ખરેખર પંચેન્દ્રિય તિર્યંચોનો યોનિસંગ્રહ કેટલા પ્રકારે કહ્યો છે ? હે ગૌતમ ! તેઓનો યોનિસંગ્રહ ત્રણ પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે-અંડજ, પોતજ અને સંમૂચિંછમ. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org