________________
૧૫૮
ભગવઈ - ૭-૯૩૭૫ પુરુષાર્થ અને પરાક્રમરહિત થયેલો પોતે “ટકી નહિ શકે એમ સમજી ઘોડાઓને થોભાવે છે, રથને પાછો ફેરવે છે, રથમુશલ સંગ્રામથી બહાર નીકળે છે, એકાન્ત ભાગમાં આવે છે, ઘોડાઓને થોભાવે છે, રથને ઉભો રાખે છે, રથથી ઉતરે છે, રથથી ઘોડાઓને છુટા કરે છે, ઘોડાઓને વિસર્જિત કરે છે; ડાભનો સંથારો પાથરે છે, પૂર્વદિશા સન્મુખ તે ડાભના સંથારા ઉપર બેસે છે. પૂર્વાભિમુખ પર્યકાસને ડાભના સંથારા ઉપર બેસી હાથ જોડી યાવતુ તે નાગનો પૌત્ર વરુણ આ પ્રમાણે બોલ્યો- પૂજ્ય અહિતોને નમસ્કાર થાઓ, યાવતું જેઓ [સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે શ્રમણ ભગવનું મહાવીરને નમસ્કાર થાઓ, જે તીર્થની આદિ કરનારા છે, યાવતુ સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છે, જે મારા ધમચિાર્ય અને ધર્મના ઉપદેશક છે. ત્યાં રહેલા ભગવનાને અહીં રહેલો હું વાંદું છું. ત્યાં રહેલા ભગવન મને જુઓ. યાવતું વંદન નમસ્કાર કરે છે. તે [વરુણ આ પ્રમાણે બોલ્યોપહેલાં મેં શ્રમણભગવાન મહાવીરની પાસે શૂલપ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું હતું, યાવતું સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન જીવનપર્યત કર્યું હતું, અત્યારે અરિહંત ભગવાનું મહાવીરની પાસે સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન યાવજીવ કરું છું. એ પ્રમાણે સ્કન્દની પેઠે સર્વ જાણવું. આ શરીરનો પણ છેલ્લા શ્વાસોચ્છવાસની સાથે ત્યાગ કરીશ, એમ ધારી સન્નાહપટ્ટ-બખ્તરને છોડે છે, શલ્યને બહાર કાઢે છે,આલોચના લઈ - પડિક્કમી સમાધિને પ્રાપ્ત થયેલો તે કાલધર્મ પામ્યો. હવે તે નાગના પૌત્ર વરુણનો એક પ્રિય બાલમિત્ર રથમુશલ સંગ્રામ કરતો હતો, જ્યારે તે એક પુરુષથી સખ્ત ઘાયલ થયો, ત્યારે તે શક્તિરહિત, બલરહિત યાવતુ પોતે “ટકી નહિ શકે એમ સમજી નાગના પૌત્ર વરણને રથમુશલ સંગ્રામથી બહાર નીકળતા જુએ છે, જોઈને તે ઘોડાઓને થોભાવે છે. વરુણની પેઠે યાવતું ઘોડાઓને વીસર્જિત કરે છે, અને પટના સંથારા ઉપર બેઠો છે. સંથારા ઉપર પૂર્વદિશા સન્મુખ બેસીને યાવતુ અંજલી કરીને આ પ્રમાણે બોલ્યો તે ભગવનું મારા પ્રિય બાલમિત્ર નાગના પૌત્ર વરુણના જે શીલવ્રતો, ગુણવ્રતો, વિરમણવ્રતો, પ્રત્યાખ્યાન અને પોષધોપવાસ હોય તે મને પણ હો, એમ કહી બખ્તરને છોડે છે, શલ્યને કાઢે છે, તે અનુક્રમે કાલધર્મ પામ્યો. હવે તે નાગના પૌત્ર વરુણને મરણ પામેલો જાણીને પાસે રહેલા વાનવ્યંતર દેવોએ તેના ઉપર દિવ્ય અને સુગંધી ગંધોદકની વૃષ્ટિ કરી, પાંચ વર્ણના ફુલો તેના ઉપર નાંખ્યા, તથા દિવ્ય ગીત ગાન્ધર્વનો શબ્દ પણ કર્યો. ત્યારબાદ તે નાગના પૌત્ર વરણની દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવહુતિ અને દિવ્ય દેવપ્રભાવ સાંભળીને અને જોઈને ઘણા માણસો પરસ્પર એમ કહે છે, યાવતુ પ્રરૂપણા કરે છે કે-ઘણા મનુષ્યો યાવતું દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
[૩૭] હે ભગવન્! નાગનો પૌત્ર વરુણ મરણ સમયે મરીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! સૌધર્મદિવલોકને વિષે અરુણાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાં કેટલાક દેવોની આયુષની સ્થિતિ ચાપલ્યોપમની કહી છે. ત્યાં વરુણદેવની પણ ચારપલ્યોપમની સ્થિતિ કહીછે. હે ભગવનું તે વરુણદેવ દેવલોકથી આયુષનો ક્ષય થવાથી, ભવનો ક્ષય થવાથી, સ્થિતિનો ક્ષય થવાથી-ક્યાં જશે ? યાવતું મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિને પામશે, યાવત્ સર્વ દુઃખોનો અત્ત કરશે. હે ભગવન્! નાગના પૌત્ર વરુણનો પ્રિય બાલમિત્ર મરણ પામીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ! તે કોઈ સ્કુલમાં ઉત્પન્ન થયો છે. હે ભગવન! ત્યાંથી મરીને તુરત તે ક્યાં જશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org