________________
શતક-૮, ઉદેસો-૧
૧૧. લાગે. ત્યાર પછી જ્યારે તે અત્યંત પરિણામ પામે ત્યારે તે સુરુપપણે, સુવર્ણપણે, યાવતું સુખપણે વારંવાર પરિણમે છે, દુખપણે પરિણામ પામતું નથી. એ પ્રમાણે હે કાલોદાયિ! જીવોને પ્રાણાતિપાતવિરમણ, વાવ, પરિગ્રહવિરમણ, ક્રોધનો ત્યાગ યાવતું મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ પ્રારંભમાં સારો ન લાગે, પણ પછી જ્યારે તે પરિણામ પામે ત્યારે તે સુરુપપણે યાવતું વારંવાર પરિણમે છે, પણ દુઃખરૂપે પરિણત થતો નથી. એ પ્રમાણે છે કાલોદાયિ! જીવોના કલ્યાણ કર્મો કલ્યાણ ફલવિપાકસંયુક્ત હોય છે.
[૩૭]હે ભગવન્! સરખાં બેપુરુષો યાવતુ સમાન ભાંડ-પાત્રાદિઉપકરણવાળા હોય, તેઓ પરસ્પર સાથે અગ્નિકાયનો સમારંભ હિંસા કરે, તેમાં એક પુરુષ અગ્નિકાયને પ્રકટ કરે, અને એક પુરુષ તેને ઓલવે, હે ભગવનુ ! આ બે પુરુષોમાં કયો પુરુષમહાકર્મવાળો,મહાક્રિયાવાળો,મહાઆસવવાળો અને મહાદેવનાવાળો હોય, અને કયો પુરુષ અલ્પકર્મવાળો ધાવતુ અલ્પવેદનાવાળો હોય કે જે પુરુષ અગ્નિકાયને પ્રકટાવે છે તે. કે જે પુરષ અગ્નિકાયને ઓલવી નાંખે તે ? હે કાલોદાયિ ! તે બે પુરુષમાં જે પુરુષ અગ્નિકાયને પ્રકટાવે છે, તે પુરુષ મહાકર્મવાળો વાવમહાવેદનાવાળો હોય, અને જે પુરુષ અગ્નિકાયને ઓલવી નાખે છે તે પુરુષ અલ્પકર્મવાળો ધાવતુ અલ્પવેદનાવાળો હોય. હે ભગવન્એ પ્રમાણે શાથી કહો છો હે કાલોદાયિ ! તે બેમાં જે પુરષ અગ્નિકાયને પ્રદીપ્ત કરે છે, તે પુરુષ ઘણા પૃથિવીકાયનો સમારંભ કરે છે, થોડા અગ્નિકાયનો સમારંભ કરે છે, ઘણા વાયુકાયનો સમારંભ કરે છે, ઘણા વનસ્પતિકાયનો સમારંભ કરે છે અને ઘણા ત્રસકાયનો સમારંભ કરે છે. તેમાં જે પુરુષ અગ્નિકાયને ઓલવી નાંખે છે તે પુરુષ થોડા પૃથિવીકાયનો, થોડાઅપ્લાયનો, થોડાવાયુકાયનો, થોડાવનસ્પતિકાયનો, થોડા ત્રસકાયનો અને વધારે અગ્નિકાયનો સમારંભ કરે છે. તે હેતુથી હે કાલોદાયિ! થાવત્ અલ્પવેદનાવાળો હોય.
[૩૮૦]હે ભગવન્! એમ છે કે અચિત્ત પણ પુદ્ગલો અવભાસ કરે, ઉદ્યોત કરે, તપે, પ્રકાશ કરે ? હે કાલોદાયિ ! હા એમ છે. હે ભગવન્! અચિત્ત છતાં પણ કયા પુદુગલો અવભાસ કરે, યાવતુ પ્રકાશ કરે ? હે કાલોદાયિ ! ક્રોધાયમાન થયેલા સાધુની તેજલેશ્યા નીકળીને દૂર જઈને દૂર પડે છે. દેશમાં જઈને તે દેશમાં-સ્થાનમાં પડે છે. જ્યાં
જ્યાં તે પડે છે ત્યાં અચિત્ત પુગલો પણ અવભાસ કરે છે, યાવ...કાશ કરે છે. તે કારણથી હે કાલોદાયિ! એ અચિત્ત પુદ્ગલો પણ અવભાસ કરે છે, યાવતું પ્રકાશ કરે છે. ત્યાર બાદ તે કાલોદાયી અનગાર શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે. નમસ્કાર કરે છે અને ઘણા ચતુર્થ. ષષ્ઠ અષ્ઠમ (ઈત્યાદિ તપ વડે) યાવતુ આત્માને વાસિત કરતા તે પ્રથમ શતકમાં કાલાસવેસિયપુરની પેઠે યાવત્ સર્વદુઃખથી રહિત થયા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, [એમ કહી ગૌતમ વિચરે છે. શિતક૭-ઉદેસાઃ ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
શતક ૭-ગુર્જરછાયાપૂર્ણ
(શતકઃ૮)
- ઉદ્દેશક ૧ - [૩૮૧] પુદ્ગલ, આશીવિષ, વૃક્ષ, ક્રિયા, અજીવ, પ્રાસુક, અદત્ત, પ્રત્યેનીક,
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org