________________
શતક-૮, ઉદેસો-૧૦
૨૦૭ ચક્ષુરિંદ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિલ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને આશ્રયી પુદ્ગલી કહેવાય છે, અને જીવને આશ્રયી પુદ્ગલ કહેવાય છે. હે ભગવન! નૈરયિક પુદ્ગલી છે કે પુદ્ગલ છે? હે ગૌતમ! તે પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને પણ કહેવું; પરન્તુ તેમાં જે જીવોને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! શું સિદ્ધો પુદ્ગલી છે કે પ્રદૂગલ છે ? હે ગૌતમ! પુદ્ગલી નથી, પણ પુદ્ગલ છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો કે સિદ્ધો યાવતુ પુદ્ગલ છે? હે ગૌતમ! જીવને આશ્રયી (પુદ્ગલ) કહું છું તે હેતુથી એમ કહેવાય છે કે સિદ્ધો પુદ્ગલી નથી, પણ પુદ્ગલ છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતક: ૮-ઉદેસાઃ ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(શતક૯).
- ઉદેસા-૧થી ૩૦ - [૪૩૮] જંબૂદ્વીપ, જ્યોતિષ્ક, અઠ્યાવીશ અન્તરદ્વીપો, અસોચ્ચા, ગાંગેય, કુંડગ્રામ અને પુરુષ એ-એ સંબધે નવમા શતકમાં ચોત્રીશ ઉદ્દેશકો છે.
[૪૩] તે કાલે-તે સમયે મિથિલા નામે નગરી હતી. ત્યાં મણિભદ્ર ચૈત્ય હતું. ત્યાં મહાવીરસ્વામી સમોસય. પર્ષદ્ નીકળી. યાવદ્ ભગવાન્ ગૌતમે પÚપાસના કરતા આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જંબૂઢીપ કયે સ્થળે છે? હે ભગવન્! જેબૂદ્વીપ કેવા આકારે રહેલો છે? અહીં જંબૂદીપપ્રજ્ઞપ્તિ કહેવી, યાવત્ “જિંબૂદીપ નામે દીપમાં પૂર્વ અને પશ્ચિમ ૧૪પ૬000 નદીઓ છે' હે ભગવન્! તે એમજ છે. તે એમ જ છે.
[૪૪૦-૪૨] રાજગૃહ નગરમાં યાવત્ (ગૌતમ સ્વામીએ) એ પ્રમાણે પ્રશ્ન કર્યો કે હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો, કેટલા પ્રકાશ કરે છે અને કેટલા પ્રકાશ કરશે? જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. યાવતું ૧૩૩૯૫૦ કોડાકોડી તારાના સમૂહે શોભા કરે છે, કરશે. ત્યાં સુધી જાણવું.
[૪૪] હે ભગવન્! લવણ સમુદ્રમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો, કેટલા પ્રકાશ કરે છે અને કેટલા પ્રકાશ કરશે ? જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તેમ તારાની હકીકત સૂધી સર્વ જાણવું. ધાતકિખંડ, કાલોદધિ, પુષ્કરવર દ્વીપ, અભ્યતર પુષ્કરાઈ અને મનુષ્યક્ષેત્રમાં - એ સર્વ સ્થળે જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ “એક ચંદ્રનો પરિવાર કોટાકોટિ તારાગણો હોય છે ત્યાં સુધી જાણવું. હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો ?- ઈત્યાદિ એ રીતે સર્વ દ્વીપ અને સમુદ્રોમાં જ્યોતિષ્કોની હકીકત પાવતુ “સ્વયંભૂરમણ- સમુદ્રમાં છે. યાવતુ શોભ્યા, શોભે છે અને શોભશે ત્યાં સુધી કહેવી. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.
[૪૪] રાજગૃહ નગરમાં ભિગવાન્ ગૌતમે યાવતુ એ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! દક્ષિણ દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક નામે દ્વિીપ ક્યાં કહ્યો છે? હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં આવેલા મંદર (મેરુ) પર્વતની દક્ષિણે ચુલ્લ હિમવંત નામે વર્ષઘર પર્વતના પૂર્વના છેડાથી ઈશાન કોણમાં ત્રણસો યોજન લવણસમુદ્રમાં ગયા પછી એ સ્થળે દક્ષિણ દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક નામે દ્વીપ કહ્યો છે. હે ગૌતમ ! તે દ્વીપની લંબાઈ અને પહોળાઈ ત્રણસો યોજન છે, અને તેનો પરિક્ષેપ ૯૪૯યોજનથી કાંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org