________________
૨૧૪
ભગવઈ - ૯/-૨૩૨૪૫૧
ઉત્પન્ન થાય છે કે નિરંતર ? હે ગાંગેય ! પૃથિવીકાયિક જીવો સાન્તર થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થય છે. એ પ્રમાણે યાવદ્ વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું. બેઇન્દ્રિય જીવોથી માંડી યાવદ્ વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા.
[૪૫૨] હે ભગવન્ ! નૈયિકો સાંતર ચ્યવે છે કે નિરંતર ચ્યવે છે ? હે ગાંગેય ! બંને રીતે ચ્યવે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર સુધી જાણવું હે ભગવન્ ! પૃથિવીકાયિક જીવો સાંતર ચ્યવે છે ? - ઇત્યાદિ પ્રશ્ન હે ગાંગેય ! પૃથિવીકાયિક જીવો નિરંતર અવે છે પણ સાંતર ચ્યવતા નથી. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક જીવો સાન્તર ચ્યવતા નથી, પણ નિરન્તર ચ્યવે છે. હે ભગવન્ ! બેઇન્દ્રિયો જીવો સાંતર અવે છે કે નિરંતર ચ્યવે છે ? હે ગાંગેય ! બંને રીતે ચ્યવે. એ પ્રમાણે યાવદ્ વાનવ્યન્તર સુધી જાણવું. હે ભગવન્ ! જ્યોતિષિક દેવો સાંતર ચ્યવે છે ?- ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! જ્યોતિષિક દેવો સાંતર પણ ચ્યવે છે અને નિરંતર પણ ચ્યવે છે. એ પ્રમાણે યાવદ્વૈમાનિક દેવો સુધી જાણવું.
[૪૫૩] હે ભગવન્ ! પ્રવેશનક (ઉત્પત્તિ) કેટલા પ્રકારે કહેલ છે ? હૈ ગાંગેય ! ચાર પ્રકારે કહ્યાં છે. નૈરયિકપ્રવેશનક, તિર્યંચોયનિકપ્રવેશનક, મનુષ્યપ્રવેશનક અને દેવપ્રવેશનક. હે ભગવન્ ! નૈરયિકપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગાંગેય ! સાત પ્રકારે કહ્યું છે. રત્નપ્રભાપૃથિવીનૈરયિકપ્રવેશનક, યાવદ્ અધઃસપ્તમપૃથિવીવૈરયિકપ્રવેશનક. હે ભગવન્ ! એક ના૨ક જીવ નૈરયિકપ્રવેશનક દ્વારા પ્રવેશ કરતો શું રત્નપ્રભાપૃથિવીમાં હોય, શર્કરાપ્રભાપૃથિવીમાં હોય કેયાવદ્ અધઃસપ્તમપૃથિવીમાં હોય?હૈ ગાંગેય ! તે રત્નપ્રભાપૃથિવામાં પણ હોય, યાવદ્ અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય. હે ભગવન્ ! બે નારકો નૈરયિકપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતા શું રત્નપ્રભાપૃથિવીમાં ઉત્પન્ન થાય કે યાવદ્ અધઃસપ્તમપૃથિવીમાં હોય ? હે ગાંગેય ! તે રત્નપ્રભાપૃથિવીમાં પણ હોય, યાવદ્ અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય. હે ભગવન્ ! બે નારકો નૈરયિકપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતાશુંરત્નપ્રભાપૃથિવીમાંઉત્પન્નથાય કે યાદ્ અધઃસપ્તમપૃથિવીમાં ઉત્પન્ન થાય ? હે ગાંગેય ! તે બન્ને રત્નપ્રભાપૃથિવીમાં હોય, કે યાવદ્ અધઃસપ્તમનરકપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભાપૃથિ- વીમાં હોય અને એક શર્કરાપ્રભાપથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભાપૃથિવીમાં હોય અને એક વાલુકાપ્રભાપૃથિવીમાં હોય. યાવત્ એક રત્નપ્રભામાં હોય અને એક અધઃ-સપ્તમનરકપૃથિવીમાં હોય. અથવા એક શર્કરા- પ્રભાપૃથિવીમાં હોય અને એક વાલુકાપ્રભાપૃથિવીમાં હોય. યાવત્ અથવા એક શર્કરાપ્રભામાં હોય અને એક અધઃસપ્તમ નરકપૃથિવીમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં હોય અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક વાલુકાપ્રભામાં હોય અને એક અધઃસપ્તમનરકપૃથિવીમાં હોય. એ પ્રમાણે આગળઆગળની એક એક પૃથિવી છોડી દેવી, યાવત્ એક તમામાં હોય અને એક અધઃસપ્તમ નરકમાં હોય. હૈ ભગવન્ ! નૈરયિકપ્રવેશનકાવડે પ્રવેશ કરતા ત્રણ નૈયિકો શું રત્નપ્રભામાં હોય કે યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં હોય ? હે ગાંગેય ! તે ત્રણ નૈરયિકો રત્નપ્રભામાં પણ હોય અને યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં હોય.યાવત્ એક રત્નપ્રભામાં હોય ને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને એક શર્કરાપ્રભામાં હોય. યાવત્ બે રત્નપ્રભામાં હોય અને એક અધઃસપ્તમ નરકપૃથિવીમાં હોય અથવા એક શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org