________________
શતક, ઉસો-૩૩
૨૪૧ હતો’ એમ નથી, કદાપિ લોક નથી' એમ નથી, અને કદાપિ લોક નહિ હશે’ એમ પણ નથી. પરન્તુ લોક હતો, છે ને હશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી હે જમાલિ! લોક અાશ્વત પણ છે, કારણ કે અવસર્પિણી થઈને ઉત્સર્પિણી થાય છે. ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે. હે જમાલિ! જીવ શાશ્વત છે, કારણ કે તે “કદાપિ ન હતો’ એમ નથી, જીવ યાવત્ નિત્ય છે. વળી હે જમાલિ! જીવ અશાશ્વત પણ છે, કારણ કે નૈરયિક થઇને તિર્યંચયોનિક થાય છે, તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, અને મનુષ્ય થઈને દેવ થાય છે. ત્યારપછી તે જમાલિ અનગાર આ પ્રમાણે કહેતા, યાવતુ એ પ્રકારે પ્રરૂપણા કરતા શ્રમણભગવાનુમહાવીરની આ વાતની શ્રદ્ધા કરતો નથી, પ્રતીતિ કરતો નથી, રુચિ કરતો નથી, અને આ બાબતની અશ્રદ્ધા. કરતો, અપ્રતીતિ કરતો અને અરુચિ કરતો પોતે બીજી વાર પણ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળે છે. નીકળીને ઘણા અસદુ-અસત્ય ભાવને પ્રકટ કરવા વડે અને મિથ્યાત્વના અભિનિવેશ વડે પોતાને, પરને તથા બન્નેને ભ્રાન્ત કરતો અને મિથ્યાત્વ જ્ઞાનવાળા કરતો ઘણા વરસ સુધી શ્રમણ પયયને પાળે છે, પાળીને અર્ધમાસિક સંલેખનાવડે આત્માને-શરીરને કશ કરીને અનશનવડે ત્રીશ ભક્તોને પૂરા કરી તે પાપસ્થાનકને આલોચ્યા કે પ્રતિક્રમ્યા સિવાય મરણ સમયે કોલ કરીને લાત્તક દેવલોકને વિષે તેર સાગરોપમનીસ્થિતિવાળા કિલ્બિષિક દેવોમાં ઉત્પન્ન થયો.
૪િ૬૮] પછી તે જમાલિ અનગારને કાલગત થયેલા જાણીને ભગવાન ગૌતમ જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાનું મહાવીરને વાંદે છે, નમે છે, વાંદી-નમીને બોલ્યા કે- હે ભગવનું ! એ પ્રમાણે દેવાનુપ્રિય એવા આપનો અંતે વાસી કુશિષ્ય જમાલિ નામે અનગાર હતો, તે કાળ સમયે કાળ કરીને ક્યાં ગયો-ક્યાં ઉત્પન્ન થયો? શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે- હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય જમાલિ નામે અનગાર હતો તે જ્યારે હું એ પ્રમાણે કહેતો હતો, યાવતુ પ્રરૂપણા કરતો હતો ત્યારે તે આ બાબતની શ્રદ્ધા કરતો નહોતો, પ્રતીતિ કે રૂચિ કરતો નહોતો. આ બાબતની શ્રદ્ધા, પ્રતીતિ છે. રુચિ ન કરતો ફરીતી મારી પાસેથી નીકળીને ઘણા અસદુભૂતમિથ્યા ભાવોને પ્રકટ કરવાવડ-ઇત્યાદિ યાવકિલ્બિષિકદેવપણે ઉત્પન્ન થયો છે.
[૪૬] હે ભગવન્! કિલ્બિષિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા અને તેર સાગરોપમની સ્થિતિવાળા. હે ભગવનું ! ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો કયે ઠેકાણે રહે છે? હે ગૌતમ! જ્યોતિષ્ક- દેવોની ઉપર અને ઈશાનદેવલોકની નીચે. હે ભગવન્! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો ક્યા રહે છે? હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાનદેવલોકની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની નીચે. હે ભગવન્! તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! બ્રહ્મલોકની ઉપર અને લાંતક કલ્પની નીચે. હે ભગવન્! કિલ્બિષિક દેવો ક્યા કર્મના નિમિત્તે કિલ્બિષિકદેવપણે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જે જીવો આચાર્યના પ્રત્યેનીક, ઉપાધ્યાય, કુલ ગણપ્ર અને સંઘના પ્રત્યેનીક હોય, તથા આચાર્ય અને ઉપાધ્યાયના અયશ કરનારા, અવર્ણવાદ કરનારા, અને અકીતિ કરનારા હોય, તથા ઘણા અસત્ય અર્થને પ્રગટ કરવાથી અને મિથ્યા કદાગ્રહથી પોતાને, પરને અને બન્નેને ભ્રાન્ત કરતા, [16] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International