________________
શતક-૧૦, ઉદેસી-૪
૨૪૯ તે સમયે આ જંબૂદ્વીપના ભરતવર્ષમાં પલાશકસંનિવેશ હતો. તેમાં પરસ્પર સહાય કરનાર તેત્રીશ શ્રમણોપાસક રહેતા હતા-ઈત્યાદિ જેમ ચમર સંબધે કહ્યું તે પ્રમાણે યાવતુ તેઓ વિચારે છે. તેઓ પહેલાં અને પછી ઉગ્ર,ઉગ્રવિહારી, સંવિગ્ન અને સંવિગ્નવિહારી થઈને ઘણા વર્ષ સુધી શ્રમણોપાસકાયયિને પાળીને માસિક સંલેખનાવડે આત્માને સેવે છે, સેવીને સાઠ ભક્તો અનશન વડે વ્યતીત કરીને આલોચન, પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થાય છે, અને મરણ સમયે કાળ કરી યાવતું ત્રાયશ્ચિકદેવપણે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત ચરમેન્દ્રના પ્રમાણે યાવત્ “અન્ય છે અવે છે અને અન્ય ઉત્પન્ન થાય છે ત્યાંસુધી જાણવો.
હે ભગવન્! ઈશાન ઈદ્રને ત્રાયસ્ત્રિશક દેવો છે? શક્રની પેઠે ઈશાનેને પણ જાણવું; પરન્તુ વિશેષ એ છે કે તે ગૃહપતિઓ શ્રમણોપાસકો પલાશક સંનિવેશને બદલે ચંપાનગરીમાં ઉત્પન્ન થયેલાં છે. “જ્યારથી ચંપાના નિવાસી ત્રાયસ્ત્રિશકપણે ઉત્પન્ન થયા- ઈત્યાદિ પૂર્વોક્ત સર્વ વૃત્તાન્ત યાવત્ “અન્ય ઉપજે છે ત્યાં સુધી જાણવો. હે ભગવન્! દેવોના રાજા દેવેંદ્ર સનસ્કુમારને ત્રાયસ્ત્રિશક-દેવો છે હા, ગૌતમ ! છે. હે ભગવ–આપ એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ!જેમ ધરણેન્દ્ર સંબધે કહ્યું તે પ્રમાણે અહીં જાણવું.એ રીતે યાવત્ પ્રાણતથી માંડીને અશ્રુતપર્યન્ત કહેવું. હે ભગવન્! તે એમજ છે ! તે એમજ છે. (એમ કહી ભગવાન ગૌતમ વિહરે છે.) શતક ૧૦ઉદેસાઇનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદેશો-પ) [૪૮૮] તે કાલે તે સમયે રાજગૃહનામે નગર હતું, અને ત્યાં ગુણસિલ નામે ચૈત્ય હતુ. યાવતું સભા પાછી ગઈ. તે કાલે-તે સમયે શ્રમણભગવાન મહાવીરના ઘણા શિષ્યો
સ્થવિરો જાતિસંપન્ન-ઇત્યાદિ જેમ આઠમાં શતકના સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવતું વિહરે છે. ત્યારપછી તે સ્થવિરભગવંતો જાણવાની શ્રદ્ધાવાળા યાવતુ સંશયવાળા થઈને ગૌતમસ્વામીની પેઠે પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યા. હે ભગવન્! અસુરેંદ્ર અસુરકુમારના રાજા ચમરને કેટલી અઝમહિષીઓ કહી છે ? હે આય ! પાંચ પટ્ટરાણીઓ કહી છે. -કાલી રાજી, રજની, વિધુતુ અને મેધા. તેમાંની એક એક દેવીને આઠ આઠ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે.
હે ભગવન્! શું તે એક એક દેવી આઠ આઠ હજાર દેવિઓના પરિવારને વિકુવવા સમર્થ છે? હે આર્યો હા, ત્રુટિક હે ભગવન્! અસુરેંદ્ર અને અસુરકુમારોનો રાજા ચમર પોતાની ચમચંચારાજધાનીમાં સુધમસભામાં અમર નામે સિંહાસનમાં બેસી તે ત્રુટિક(સ્ત્રીઓનાપરિવાર)સાથે ભોગવવાલાયક દિવ્યભોગોને ભોગવવા સમર્થ છે ? હે આર્યો! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો હે આ અસુરેંદ્ર અને અસુરકુમારના રાજારામરની ચમચંચા નામની રાજધાનીમાં સુધમાં સભામાં માણવક ચૈત્યસ્તંભને વિષે વજમય અને ગોળ-અને ડાબડામાં નાંખેલાં જિનના ઘણાં અસ્થિઓ છે, જે અસુરેંદ્ર અને અસુરકુમારના રાજાચમરને તથા બીજા ઘણાં અસુરકુમારદેવોને અને દેવીઓને અર્ચનીય, વંદનીય, નમસ્કાર કરવા યોગ્ય, પૂજવાયોગ્ય, સત્કાર કરવા યોગ્ય અને સમાન કરવા યોગ્ય છે, તથા કલ્યાણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org