________________
૨૪૮
ભગવઈ-૧ગ-૪/૪૮૭ સંબન્ધ આ પ્રમાણે છે તે કાલે-તે સમયે આ જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં કાકંદીનગરી, હતી, તે કાકંદીનગરીમાં પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસક ગૃહપતિઓ રહેતા હતા, જેઓ ધનિક, યાવતુ અપરિભૂત હતા, જીવાજીવને જાણનારા, અને પુણ્ય પાપના જ્ઞાતા તેઓ યાવત્ વિહરે છે. તે પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસક પૂર્વે ઉગ્ર, ઉગ્રવિહારી સંવિગ્ન અને સંવિગ્નવિહારી હતા, પણ પાછળથી પાસસ્થા, પાસત્યવિહારી અવસન અવસનવિહારી, કુશીલ, કુશીલવિહારી, યથાછંદ, અને યથાછંદવિહારી થઈને તેઓ ઘણા વરસ સુધી શ્રમણોપાસકનાં પર્યાયને પાળે છે, અર્ધમાસિક સંખનાવડે આત્માને સેવીને ત્રીશભક્તોને અનશનપણે વ્યતીત કરીને તે પ્રમાદસ્થાનનું આલોચન અને પ્રતિક્રમણ કર્યા વિના કાલ કરી અસુરેંદ્ર, અસુરકુમાર રાજાચમરના ત્રાય ઢિશકદેવપણે ઉત્પન્ન થયા.
હે ભગવન્! જ્યારથી માંડીને કાકંદીના રહેનારા અને પરસ્પર સહાય કરનારા, તેત્રીશ શ્રમણોપાસકો અસુરેંદ્ર, અસુરકુમારરાજાચમરના ત્રાયઢિશકદેવપણે ઉત્પન થયા ત્યારથી એમ કહેવાય છે કે અસુરેંદ્ર, અસુરકુમારરાજા ચમરને ત્રાયઢિશક દેવો છે ? જ્યારે તે શ્યામહસ્તી અનગારે ભગવંત ગૌતમને એ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન્ ગૌતમ શંકિત, કાંક્ષિત અને અત્યન્ત સંદિગ્ધ થયા, અને તેઓ ઉભા થઈને તે શ્યામહસ્તી અનગારની સાથે જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર હતા ત્યાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીરને વાંદી અને નમીને આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરેંદ્ર, અસુરકુમારના રાજા ચમરને ત્રાયદ્મિશક દેવો છે? હા, ગૌતમ! છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? -ઈત્યાદિ પૂર્વે કહેલો ત્રાયઢિશક દેવોને સર્વ સંબધ કહેવો, યાવતુ કાકંદીના રહેનારા શ્રમણોપાસકો ત્રાયસ્ત્રિશકદેવપણે ઉત્પન્ન થયા છે ત્યારથી શું એમ કહેવાય છે કે અમરને ત્રાયઅિંશક દેવો છે? હે ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી, તેઓ કદી ન હતાં એમ નથી, કદી ન હશે એમ નથી કદી નથી એમ પણ નથી. યાવતુ તેઓ નિત્ય છે, અન્ય ઔવે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. હે ભગવનું વૈરોચનેદ્ર, વૈરોચનરાજાબલિને ત્રાઝિશકદેવો છે? હે ગૌતમ ! હા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! બલિના ત્રાયદ્ગિશક દેવોનો સંબધ આ પ્રમાણે છે-તે કાલે-તે સમયે જંબૂદ્વીપના ભારતવર્ષમાં બિભેલ નામે સંનિવેશ હતો. તે બિભેલ સનિ વેશમાં પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસકો રહેતા હતા. ઈત્યાદિ જેમ ચરેન્દ્ર ના સંબધે કહ્યું તેમ અહીં પણ જાણવું. પૂર્વોક્ત સર્વ હકીકત યાવત્ તેઓ નિત્ય છે, અવ્યવચ્છિત્તિનયની અપેક્ષાએ અન્ય ચ્યવે છે અન્ય ઉત્પન્ન થાય છે ત્યાં સુધી જાણવી.
હે ભગવનું ! નાગકુમારના ઇંદ્ર અને નાગકુમારના રાજા ધરણને ત્રાયસ્ત્રિશક દેવો છે? હે ગૌતમીહા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! નાગકુમારના ઈંદ્ર અને નાગકુમારના રાજા ધરણના ત્રાયશ્ચિશક દેવોના નામો શાશ્વત કહ્યા છે, જેથી તેઓ કદાપિ ન હતા એમ નથી, કદાપિ નથી એમ નથી, અને કદાપિ ન હશે એમ પણ નથી. યાવતુ અન્ય ચ્યવે છે અને અન્ય ઉપજે છે. એ પ્રમાણે ભૂતાનંદ અને યાવતુ મહાઘોષ ઇન્દ્રના ત્રાયસ્ત્રિશક દેવો સંબધે પણ જાણવું. હે ભગવન્! દેવેંદ્ર દેવરાજ શક્રને ત્રાયશ્ચિશક દેવો છે? હા ગૌતમ ! છે. હે ભગવન! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! શક્રના ત્રાયશ્ચિશક દેવોનો સંબધ આ પ્રમાણે છે-તે કાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org