________________
ભગવઇ - ૯/-૨૩૩/૪૬૬
૨૪૦
પથરાતો હોય ત્યાં સુધી તે પથરાયેલો નથી; તે કારણથી ચાલતું હોય ત્યાં સુધી તે ચલિત નથી, પણ અચલિત છે; યાવત્ નિર્જરાતું હોય ત્યાં સુધી તે નિર્જરાયું નથી પણ અનિર્જરિત છે” એ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને તે જમાલિ અનગાર શ્રમણ નિગ્રંથોને બોલાવે છે, બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર જે આ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરૂપે છે કે-ખરેખર એ પ્રમાણે “ચાલતું તે ચલિત કહેવાય” ઇત્યાદિ, પૂર્વવત્ સર્વ કહેવું, યાવત્ નિર્જરાતું હોય તે નિરિત નથી, પણ અનિરિત છે.’ જ્યારે જમાલિ અનગાર એ પ્રમાણે કહેતા હતા, યાવત્ પ્રરૂપણા કરતા હતા, ત્યારે કેટલએક શ્રમણ નિગ્રન્થો એ વાતને શ્રદ્ધાપૂર્વક માનતા હતા, તેની પ્રતીતિ કરતા હતા, રુચિ કરતા હતા; અને કેટલાક શ્રમણ નિર્ગુન્હો એ વાત માનતા ન હોતા, તથા તેની પ્રતીતિ અને રુચિ કરતા ન હોતા. તેમાં જે શ્રમણ નિગ્રંથો તે જમાલિ અનગારના આ મન્તવ્યની શ્રદ્ધા કરતા હતા. પ્રતીતિ કરતા હતા અને રુચિ કરતા હતા તેઓ જમાલિ અનગા૨ને આશ્રયી વિહાર કરેછે. અને જે શ્રમણ નિગ્રંથો જમાલિ અનગારના એ મન્તવ્યમાં શ્રદ્ધા કરતા ન હોતા,યાવત્ રુચિ કરતા ન હોતા તેઓ જમાલિ અનગારની પાસેથી કોષ્ઠક ચૈત્ય થકી બહાર નીકળે છે. અનુક્રમે વિચરતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા જ્યાં ચંપા નગરી છે, જ્યાં શ્રમણભગવંતમહાવી૨ છે ત્યાં આવે છે. ભગવંત મહાવી૨ને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, વાંદે છે; નમે છે, અને શ્રમણ ભગવંત મહાવીરની નિશ્રાએ વિહાર કરે છે.
[૪૬૭] ત્યાર પછી કોઇ એક દિવસે તે જમાલિ અનગાર પૂર્વોક્ત રોગના દુઃખથી વિમુક્ત થયો, હૃષ્ટ, રોગરહિત અને બલવાન્ શરીરવાળો થયો. અને શ્રાવસ્તી નગરીથી અને કોષ્ટક ચૈત્યથી બહાર નીકળી અનુક્રમે વિચરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા જ્યાં ચંપાનગરી છે, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે, અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરની અત્યન્ત દૂર નહિ તેમ અત્યન્ત પાસે નહિ, તેમ ઉભા રહીને શ્રમણભગવંતમહાવીરને કહ્યું-જેમ દેવાનુપ્રિયના ઘણા શિષ્યો શ્રમણ નિર્પ્રન્થો છદ્મસ્થ હોઈને છદ્મસ્થ વિહારથી વિહરી રહ્યા છેઃ પણ હું તેમ છદ્મસ્થ વિહારથી વિહરતો નથી. હું તો ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શન ધારણ કરનારો અર્હમ્, જિન અને કેવલી થઇને કેવિલિવહારથી વિચરું છું. ત્યાર પછી ભગવંત ગૌતમે તે જમાલિ અનગારને કહ્યું કે-હે જમાલિ ! ખરેખર એ પ્રમાણે કેવલિનું જ્ઞાન કે દર્શન પર્વતથી સ્તંભથી કે સ્તૂપથી આવૃત થતું નથી, તેમ નિવારિત થતું નથી, જો તું ઉત્પન્ન થયેલા જ્ઞાન, દર્શનને ધારણ કરનાર યાવર્તી કેવલિવિહારથી વિચરે છે તો આ બે પ્રશ્નોનો ઉત્તર આપ. લોક શાશ્વત છે કે અશાશ્વત છે ? હે જમાલિ ! જીવ શાશ્વત છે કે અશાશ્વત છે ? જ્યારે ભગવંત ગૌતમે તે જમાલિ અનગારને પૂર્વ પ્રમાણે પૂછ્યું ત્યારે તે શંકિત અને કાંક્ષિત થયો, યાવત્ કલુષિતપરિણામવાળો થયો. જ્યારે તે (જમાલ) ભગવંત ગૌતમના પ્રશ્નોનો કાંઇ પણ ઉત્તર આપવા સમર્થ ન થયો ત્યારે તેણે મૌન ધારણ કર્યું.
પછી શ્રમણ ભગવાન્ મહાવીરે ‘હે જમાલ !' એમ કહીને તે જમાલિ અનગારને આ પ્રમાણે કહ્યું કે-‘હે જમાલિ ! મારે ઘણા શ્રમણ નિગ્રંથ શિષ્યો છદ્મસ્થ છે, તેઓ મારી પેઠે આ પ્રશ્નોનો ઉત્તર આપવા સમર્થ છે. પણ જેમ તું કહે છે તેમ ‘હું સર્વજ્ઞ અને જિન છું’ એવી ભાષા તેઓ બોલતા નથી. હે જમાલિ ! લોક શાશ્વત છે, કારણ કે ‘લોક કદાપિ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org