________________
૨૪૨
ભગવઈ - -૩૩/૪૬૯ દુર્બોધ કરતા, ઘણા વરસ સુધી સાધુપણાને પાળે, અને પાળીને તે અકાર્ય સ્થાનનું આલોચન કે પ્રતિક્રમણ કર્યા સિવાય મરણ સમયે કોલ કરીને કોઈ પણ કિલ્બિષિક દેવોમાં કિલ્બિષિકદેવપણે ઉત્પન્ન થાય છે.
હે ભગવન! તે કિલ્બિષિક દેવો આયુષ્યનો ક્ષય થવાથી, ભવનો ક્ષય થવાથી, સ્થિતિનો ક્ષય થવાથી,તરત તે દેવલોકથી ચ્યવીને ક્યાં જાય-ક્યાં ઉત્પનુથાય?હે ગૌતમ! તે કિલ્બિષિક દેવો નારક, તિર્યંચ, મનુષષ્ય અને દેવના ચાર કે પાંચ ભવો કરી, એટલો સંસાર ભ્રમણ કરીને ત્યારપછી સિદ્ધ થાય, બુદ્ધ થાય અને યાવત્, દુઃખોનો નાશ કરે. અને કેટલાક કિશ્લેિષિક દેવો તો અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળા ચારગતિ સંસારાટવીમાં ભમ્યા કરે. હે ભગવન્! શું જમાલિ નામે અનગાર રસરહિત આહાર કરતો, વિરસાહાર કરતો, અંતાહારકરતો, પ્રાંતાહારકરતો, રૂક્ષાહારકરતો, તુચ્છાહાર કરતો, અરસજીવી, વિરમજીવી, યાવતુ તુચ્છજીવી, ઉપશાંતજીવનવાળો, પ્રશાંતજીવનાવાળો, પવિત્ર અને એકાન્ત જીવનવાળો હતો ? હે ગૌતમ ! હા, જમાલિ નામે અનગાર અરસાહારી, વિરસાહારી યાવદુ પવિત્રજીવનાવાળો હતો. હે ભગવનું જો જમાલ નામે અનગાર યાવત્ પવિત્ર જીવનવાળો હતો તો તે જમાલિ અનગાર મરણ, સમયે કોલ કરીને લાંતક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળો કિલ્બિષિક દેવ કેમ થયો? હે ગૌતમ ! તે આચાર્યનો અને ઉપાધ્યાયનો પ્રત્યેનીક હતો, તથા આચાર્ય અને ઉપાધ્યાયનો અયશ કરનાર અવર્ણવાદ કરનાર હતો યાવત્ તે દુર્બોધ કરતો, યાવતું ઘણા વરસ સુધી શ્રમણપણાને પાળીને અર્ધમાસિક સંલેખના વડે શરીરને કશ કરીને ત્રીશ ભક્તોને અનશન વડે પૂરા કરીને તે સ્થાનકને આલોચ્યા કે પ્રતિક્રમ્યા સિવાય કાળસમયે કાળ કરીને લોકકલ્પમાં યાવત્ ઉત્પન થયો.
[૪૭] હે ભગવનું ! તે જમાલિ નામે દેવ દેવપણાથી, દેવલોકથી, પોતાના આયુષ્યનો ક્ષય થયા બાદ યાવતું ક્યાં ઉત્પન થશે? હે ગૌતમ ! તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવના ચાર પાંચ ભવો કરી-એટલો સંસાર ભમી-ત્યાર પછી તે સિદ્ધ થશે, યાવતું સર્વદુઃખોનો નાશ કરશે. હે ભગવન્!તે એમજ છે,હે ભગવન્!તે એમજ છે. || શતકઃ ૯-ઉદેસાઃ ૩૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદ્દેશક૩૪:-) [૪૭૧] તે કાલે-તે સમયે રાજગૃહનગરમાં (ભગવાનું ગૌતમે) વાવતું એ પ્રમાણે પૂછ્યું કે હેભગવનું કોઈ પુરુષ ઘાત કરતો શું પુરુષનોજ ઘાત કરે કે નોપુરુષનોઘાત કરે ? હે ગૌતમ ! તે બંનેનો ઘાત કરે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! તે ઘાત કરનારના મનમાં તો એમ છે કે હું એક પુરુષને હણું છું, પણ તે એક પુરુષને હણતો બીજા અનેક જીવોને હણે છે, માટે. હે ભગવન્! અશ્વને હણતો કોઈ પુરુષ શું અશ્વને હણે કે નોઅશ્વોને (અશ્વ સિવાય બીજા જીવોને) પણ હણે ? હે ગૌતમ બંનેને હે ગૌતમ તે હણે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ! પૂર્વવતુ જાણવો. એ પ્રમાણે હસ્તી, સિંહ, વાઘ તથા યાવતું ચિલ્લક સંબધે પણ જાણવું.
હે ભગવન્! કોઈ પુરુષ કોઈ એક ત્રસ જીવને હણતો શું તે ત્રસ જીવને હણે કે તે સિવાય બીજા ત્રસ જીવોને પણ હશે? હે ગૌતમ! તે હણે. હે ભગવન્! એ પ્રમાણે આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org