________________
શતક, ઉદેસો-૩૧
૨૧૩ પુરષદવાળો હોય, નપુંસકદવાળો હોય કે પુરુષ નપુંસકવેદવાળો હોય છે ગૌતમ ! તે ચારે વેદ સંભવે. હે ભગવન્! તે સકષાયી હોય કે અકષાયી હોય? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન્! જો તે અકષાયી હોય તો શું ઉપશાંતકષાયી હોય કે ક્ષીણકષાયી હોય? હે ગૌતમ ! ઉપશાંતકષાયી ન હોય, પણ ક્ષીણકષાયી હોય. હે ભગવન્! જો સકષાયી હોય તો તે કેટલા કષાયોમાં હોય ? હે ગૌતમ! તે ચાર કષાયોમાં, ત્રણ કષાયોમાં, બે કષાયોમાં કે એક કષાયોમાં હોય. જો ચાર કષાયોમાં હોય તો સંજ્વલન ક્રોધ, માન, માયા, અને લોભમાં હોય. જો ત્રણ કષાયમાં હોય તો સંર્વાન માન, માયા અને લોભમાં હોય. જો બે કષાયોમાં હોય તો સંજ્વલન માયા અને લોભમાં હોય. અને જો એક કષાયમાં હોય તો એક સંજ્વલન લોભમાં હોય.
હે ભગવન્! તેને કેટલાં અધ્યવસાયો કહ્યા છે ? હે ગૌતમ ! તેને અસંખ્યાત અધ્યવસાયો કહ્યા છે. એ પ્રમાણે જેમ “અશ્રુત્વાને કહ્યું તેમ યાવતું તેને શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે (ઋત્વા કેવલજ્ઞાની) કેવલિએ કહેલા ધર્મને કહે, જણાવે, પ્રરૂપે? હા, ગૌતમ! તેમજ છે. હે ભગવન્! તે કોઇને પ્રવ્રજ્યા આપે, દીક્ષા આપે ? હા, ગૌતમ ! તે વ્રજ્યા આપે-દીક્ષા આપે. હે ભગવન્! તેના શિષ્યો પણ પ્રવ્રજ્યા આપે, દીક્ષા આપે ? હા, ગૌતમ ! હે ભગવન્! તેના પ્રશિષ્યો પણ પ્રવ્રજ્યા આપે, દીક્ષા આપે ? હા,ગૌતમ ! આપે. હે ભગવન્! તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખનો અન્ત કરે? હા ગૌતમ! તે સિદ્ધ થાય, વાવસર્વ દુઃખોનો નાશ કરે. હે ભગવન્! તેના શિષ્યો પણ સિદ્ધ થાય, યાવતું સર્વ દુઃખોનો અંત કરે ? હા, ગૌતમ! હે ભગવન! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ થાય યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરે ? હા-કરે. હે ભગવન્! તે (સોચ્યા કેવલી) શું ઊર્ધ્વલોકમાં હોય-ઇત્યાદિ પ્રશ્ન. જેમ “અશ્રુત્વા’ કેવલી સંબંધે કહ્યું તે પ્રમાણે જાણવું, યાવતુ (અઢી દ્વીપ સમુદ્ર કે) તેના એક ભાગમાં હોય. હે ભગવન્! તે (ઋત્વા કેવલી) એક સમયમાં કેટલા હોય? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ હોય. અને ઉત્કૃષ્ટથી એક સો આઠ હોય. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું કે, કેવલી પાસેથી યાવતુ કેવલિની ઉપાસિકા પાસેથી સાંભળીને યાવતુ કોઈ જીવા કેવલજ્ઞાનને ઉપજાવે અને કોઈ જીવ કેવલજ્ઞાનને ન ઉપજાવે.’ હે ભગવન્! તે એમજ છે,હે ભગવન્!તે એમજ છે. | શતક ૯-ઉદેસોઃ ૩૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
(ઉદેશક૩૨) ૪િ૫૧] તે કાલે, અને તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. દૂતિપલાશ ચૈત્ય હતું. શ્રીમહાવીરસ્વામી સમવસર્યા. પર્ષદ્ નિકળી. ધમપદેશ કર્યો. પર્ષદુ વિસર્જિત થઈ. તે કાલે-તે સમયે શ્રીપાર્શ્વપ્રભુના શિષ્ય ગાંગેય નામે અનગાર જ્યાં શ્રમણભગવનું મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણભગવંતમહાવીરની પાસે થોડ દૂર બેસીને તેણે એ પ્રમાણે કહ્યું- હે ભગવન્નૈરયિકો સાંતર (અન્તરસહિત) ઉત્પન થાય છે કે નિરંતર (અન્તર સિવાય) ઉત્પન્ન થાય છે? હે ગાંગેય ! બંને રીતે. હે ભગવન! અસુરકુમારો સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? હે ગાંગેય ! બંને રીતે. એ પ્રમાણે યાવત સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિક જીવો સાન્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org