________________
૨૨૪
ભગવઇ - ૯/-૨૩૨૪૫૬
વાસિમાં હોય અને એક વાનસ્યંતરમાં હોય. એ પ્રમાણે જેમ તિર્યંચયોનિકપ્રવેશનક કહ્યું છે તેમ દેવપ્રવેશનક પણ યાવદ્ અસંખ્યાતા દેવોસુધી જાણવું. હે ભગવન્ ! દેવો ઉત્કૃષ્ટપણે ઇત્યાદિ પ્રશ્ન.હે ગાંગેય!તે બધા જ્યોતિષિકમાં હોય.અથવા જ્યોતિષ્ક અને ભવનવાસિમાં હોય. અથવા જ્યોતિ અને વાનસ્યંતરમાં હોય. અથવા જ્યોતિષ્ક અને વૈમાનિકમાં હોય. અથવા જ્યોતિષ્ક, ભવનવાસી અને વાનવ્યતરમાં હોય. અથવા જ્યોતિષ્ક,ભવનવાસીઅનેવૈમાનિકમાંહોય અથવાજ્યોતિષ્ક,વાનવ્યંતર અને વૈમાનિકમાં હોય. અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વાનવ્યંતર અને વૈમાનિકમાં હોય, હે ભગવન્ ! ભવનવાસિદેવપ્રવેશનક, વાનવ્યંતરદેવપ્રવેશનક, જ્યોતિષ્ઠદેવપ્રવેશનક અને વૈમાનિદેવપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કયા પ્રવેશનકથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! વૈમાનિકદેવપ્રવેશનક સૌથી અલ્પ છે, તેના કરતાં અસંખ્યેયગુણ ભવનવાસિ-દેવપ્રવેનશક છે, તેથી અંસખ્યયગુણ વાનવ્યંતરદ્વેપ્રવેશનક છે, અને તેનાથી જ્યોતિષ્મદેવપ્રવેશનક સંખ્યાતગુણ છે.
[૪૫૭] હે ભગવન્ ! નૈયિકપ્રવેશનક, તિર્યંચયોનિકપ્રવેશનક, મનુષ્યપ્રવેશનક અને દેવપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કયા પ્રવેશનકથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! સૌથી અલ્પ મનુષ્યપ્રવેશનક છે, તેથી નૈરયિકપ્રવેશનક અસંખ્યાત ગુણ છે, તેના કરતાં અસંખ્યાતગુણ દેવપ્રવેશનક છે તેનાથી અસંખ્યાતગુણ તિર્યંચયોનિપ્રવેશનક છે.
[૪૫૮] હે ભગવન્ ! નૈયિકો સાન્તર (અન્તરસહિત) ઉત્પન્ન થાય છે કે કે નિરંતર (અન્નરહિત) ઉત્પન્ન થાય છે ? અસુરકુમારો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? યાવત્ વૈમાનિક દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? નૈરયિકો સાન્તર ઉદ્ધર્તે છે-નીકળે છે કે નિરંત ઉદ્ધર્તે છે ? યાવત્ વાનપ્યંતરો સાંતર ઉદ્ઘર્દછે કે નિરન્તર ઉદ્ભર્તે છે ? જ્યોતિષ્મો સાન્તર ચ્યવે છે કે નિરન્તર ચ્યવે છે ? અને વૈમાનિકો સાન્તર ચ્યવે છે કે નિરન્તર અવે છે ? હે ગાંગેય ! નૈયિકો સાન્તર ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. યાવત્ સ્તનિતકુમા૨ો સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. પૃથિવીકાયિકો સન્તર ઉત્પન્ન થતા નથી પણ નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. એપ્રમાણે યાવત્ વનસ્પતિકાયિકો પણ નિરન્તર ઉત્પન્ન થાય છે. તથા બાકીના બધા જીવો નૈયિકોની પેઠે સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. યાવદ્ વૈમાનિકો પણ સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. નૈરયિકો સાન્તર અને નિરન્તર ઉદ્ધર્તે છે. એ પ્રમાણે યાવદ્ સ્તનિતકુમારો જાણવા. પૃથિવીકાયિકો સાન્તર ઉદ્ધર્તતા નથી પણ નિરન્તર ઉદ્ધર્તે છે. એ પ્રમાણે યાવદ્ વનસ્પતિકાયિકો પણ જાણતા. બાકીના બધા જીવો નૈરયિકોની પેઠે સાન્તર અને નિરન્તર ઉદ્ભર્તે છે. પણ વિશેષ એ છે કે ‘જ્યોતિષિકો અને વૈમાનિકો ચ્યવે છે' એમ પાઠ કહેવો. એ પ્રમાણે યાવદ્ વૈમાનિકો સાન્તર અને નિરન્તર ચ્યવે છે.
હે ભગવન્ ! સદ્વિદ્યમાન નૈયિકો ઉત્પન્ન થાય છે કે અસદ્-અવિદ્યમાન નૈરયિકો ઉત્પન્ન થાય છે ? હે ગાંગેય ! સદ્-વિદ્યમાન નૈરયિકો ઉત્પન્ન થાય છે, પણ અસદ્ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવ વૈમાનિક પર્યન્ત જાણવું. હે ભગવન્ ! વિદ્યમાન નૈયિકો ઉદ્ધર્તે છે કે અવિધમાન નૈયિકો ઉદ્વર્તે છે ? હે ગાંગેય ! વિદ્યમાન નૈરયિકો ઉદ્ધર્તે છે પણ અવિદ્યમાન નૈયિકો ઉદ્ધર્તતા નથી. એ પ્રમાણે યાવદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org