________________
૨૩૦
ભગવાઈ -હા-૩૩/૪૩ કે જેથી એ બધા ઉગ્નકુલના, ભોગકુલના, રાજકુલના, ઈક્વાકુકુલના, જ્ઞાતકુલના અને કુરુવંશના ક્ષત્રિયો, ક્ષત્રિયપુત્રો, ભટો, અને ભટપુત્રો, ઈત્યાદિઔપપાતિકસૂત્રને અનુસારે કહેવું ઈત્યાદિઔપપાતિકસૂત્રમાં વર્ણન કર્યા પ્રમાણે યાવતું બહાર નિકળે છે?”. એમ વિચાર કરે છે. વિચાર કરીને જમાલિ કંચુકિને બોલાવે છે, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે કે યાવતું આ બધા નગર બહાર નિકળે છે? જ્યારે તે જમાલિ નામના ક્ષત્રિયકુમારે તે કંચુકિ પુરુષને એ પ્રમાણે કહ્યું ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયો, અને તે શ્રમણભગવનમહાવીરના આગમનનો નિશ્ચય કરીને હાથ જોડી જમાલિ નામે ક્ષત્રિયકુમારને જય અને વિજય વડે વધાવે છે. તેણે આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આજે ક્ષત્રિયકુંડગ્રામ નામે નગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે-ઇત્યાદિ તેથી યાવતુ બધા નીકળે છે, એમ નથી, પણ હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે શ્રમણભગવાનુમહાવીર યાવતું સર્વજ્ઞ, સર્વદર્શી બ્રાહ્મણકુંડગ્રામનગરની બહાર બહુશાલચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને યાવતું વિહરે છે. તેથી એ ઉગ્રકુલના, ભોગકુલના ક્ષત્રિયો-ઇત્યાદિ વાવતુ કેટલાક વાંદવા માટે નીકળે છે. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમાર કંચુકિ પુરુષ પાસેથી વાતને સાંભળી, હૃદયમાં અવધારી હર્ષિત અને સંતુષ્ટ થઈ, કૌટુંબિકપુરષોને બોલાવે છે, તેણે આ પ્રમાણે કહ્યું કે
દવાનુપ્રિયો ! તમે શીધ્ર ચારઘંટાવાળા અશ્વરથને જોડીને હાજર કરો અને આ મારી આજ્ઞા પાછી આપો.' ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમાર એ પ્રમાણે કહ્યું એટલે તે કોટુંબિક પુરુષો તે પ્રમાણે અમલ કરી યાવતુ તેની આજ્ઞા પાછી આપે છે.
ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમાર જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે, સ્નાન કરી, તેણે બલિકર્મ કર્યું-ઇત્યાદિ યાવત્ જેમ ઔપપાતિકસૂત્ર જાણવું, યાવતું તે જમાલિ સર્વ અલંકારથી વિભૂષિત થઈ ખાનગૃહથી બહાર નિકળે છે. જ્યાં બહાર ઉપસ્થાન છે, અને જ્યાં ચારઘંટાવાળો અશ્વરથ ઉભો છે ત્યાં આવે છે. ત્યાં આવિને તે ચારઘંટાવાળા અશ્વરથ ઉપર ચઢે છે. માથા ઉપર ધારણ કરાતા કોરટપુષ્પની માળાવાળા છત્રસહિત, મહાન યોદ્ધાઓના સમૂહથી વિંટાયેલો તે ક્ષત્રિયકુંડગ્રામનગરના મધ્યભાગથી બહાર નિકળે છે. જ્યાં બ્રાહ્મણકુંડગ્રામનગર આવેલું છે, અને જ્યાં બહુશાલ નામે ચૈત્ય. છે ત્યાં આવે છે. ત્યાં આવીને ઘોડાઓને રોકે છે, અને રથને ઉભો રાખે છે. નીચે ઉતરે છે. પુખ્ત, તાંબૂલ, આયુધાદિ તથા ઉપાનહનો ત્યાગ કરે છે એક સળંગવસ્ત્રનું ઉત્તરાસંગ કરે છે. કરીને કોગળો કરી ચોખા અને પરમ પવિત્ર થઈને અંજલિવડે બે હાથ જોડીને જ્યાં શ્રમણભગવનુમહાવીર છે ત્યાં આવે છે, ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવતુ ત્રિવિધ પર્ધપાસનાથી ઉપાસેછે.શ્રમણભગવંતમહાવીર જમાલિ ક્ષત્રિયકુમારને અને અત્યન્ત મોટી ઋષિ પર્ષદાને યાવત ધર્મોપદેશ કરે છે. યાવતુ તે પર્ષ પાછી ગઈ.
ત્યારબાદ તે માલિ શ્રમણભગવાન મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, દયમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટહૃદયવાળો થયો, અને યાવતું ઉભો થઇને શ્રમણ ભગવંતમહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિર્ચના પ્રવચન ઉપર રુચિ કરું છું, નિગ્રંથના પ્રવચનાનુસારે વર્તવાને તૈયાર થયો છું. વળી જે તમે ઉપદેશો છો તે નિર્ચન્જ પ્રવચન એમ જ છે, હે ભગવન્! તેમજ છે.સત્ય છે, અસંદિગ્ધ છે, પરતુ હે દેવાનુપ્રિય ! મારા માતા પિતાની રજા માગીને હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org