________________
શતક-૯, ઉદ્દેસો-૩૨
૨૨૩
તિર્યંચયોનિકો સુધી કહેવું. હે ભગવન્ ! તિર્યંચયોનિકો ઉત્કૃષ્ટપણે એ પ્રશ્ન. હે ગાંગેય ! તે બધા એકેન્દ્રિયોમાં હોય. અથવા એકેન્દ્રિયો અને બેઇન્દ્રિયોમાં પણ હોય. એ પ્રમાણે જેમ નૈયિકોનો સંચાર કર્યો તેમ તિર્યંચોનિકોનો પણ સંચાર કરવો. એકેન્દ્રિયોને મુક્યા સિવાય દ્વિકસંયોગ, યાવત્ પંચકસંયોગ ઉપયોગપૂર્વક કહેવો. યાવત્ અથવા એકેન્દ્રિયોમાં બેઇન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિયોમાં પણ હોય. હે ભગવન્ ! એકેન્દ્રિયતિર્યંચોનિકપ્રવેશન, યાવત્ પંચેન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કોનાથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! પંચેન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનક સૌથી અલ્પ છે, તેથી ચઉરિન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનક વિશેષાધિક છે, યાવતુ અને તેના કરતાં એકેન્દ્રિયતિર્યંચોનિકપ્રવેશનક વિશેષાધિક છે. હે ભગવન્ ! મનુષ્યપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગાંગેય ! બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે-સંમૂર્છિમમનુષ્યપ્રવેશનક અને ગર્ભજમનુષ્યપ્રવેશનક.
[૪૫૫] હે ભગવન્ ! મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતો એક મનુષ્ય શું સંમૂર્છિમ મનુષ્યોમાં હોય કે ગર્ભજ મનુષ્યોમાં હોય ? હે ગાંગેય ! તેસંમૂર્ચ્છિમ મનુષ્યોમાં પણ હોય અને ગર્ભજમનુષ્યોમાં પણ હોય. હે ભગવન્ ! બે મનુષ્યો મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતા-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! બે મનુષ્યો સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં પણ હોય અને ગર્ભજ મનુષ્યોમાં પણ હોય. અથવા એક સંમૂર્ચ્છિમ મનુષ્યમાં હોય અને એક ગર્ભજમનુષ્યમાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ નૈયિકપ્રવેશનક કહ્યું તેમ મનુષ્યપ્રવેશનક પણ યાવદ્ દશ મનુષ્યો સુધી કહેવું. હે ભગવન્ ! સંખ્યાતા મનષ્યો મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતા-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તેઓ સંમૂર્ચ્છિમ મનુષ્યમાં પણ હોય અને ગર્ભજ મનુષ્યમાં પણ હોય. અથવા એક સંમૂર્છિમ મનુષ્યોમાં હોય અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. અથવા બે સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. એ પ્રમાણે એક એક વધારતા યાવદ્ અથવા સંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય.
હે ભગવન્ ! અસંખ્યાતા મનુષ્યો સંબન્ધુ પ્રશ્ન. હે ગાંગેય ! તે બધા સંમૂર્છિમ મનુષ્યોમાં હોય, અથવા અસંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય અને એક ગર્ભજ મનુષ્યોમાં હોય. અથવા અસંખ્યાતા સંમૂર્ચ્છમ મનુષ્યોમાં હોય અને બે ગર્ભજ મનુષ્યોમાં હોય. એ પ્રમાણે યાવત્ અસંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય અને અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. હે ભગવન્ ! મનુષ્યો ઉત્કૃષ્ટપણે એ સંબન્ધુ પ્રશ્ન. હે ગાંગેય ! તે બધાય સમૂર્છિમ મનુષ્યોમાં હોય. અથવા સંમૂર્ચ્છિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યોમાં પણ હોય. હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ- મનુષ્યપ્રવેશનક અને ગર્ભજમનુષ્યપ્રવેશનકમાં કયું પ્રવેશનક કોનાથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! સૌથી અલ્પ ગર્ભજમનુષ્ય પ્રવેશનક છે, અને સંમૂર્છિમ મનુષ્યપ્રવેશનક અસંખ્યગુણ છે.
[૪૫] હે ભગવન્ ! દેવપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગાંગેય ! ચાર પ્રકારે કહ્યું છે. ભવનવાસિદેવપ્રવેશનક, યાવદ્ વૈમાનિકદેવપ્રવેશનક. હે ભગવન્ ! એક દેવ દેવપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતો શું ભવનવાસિમાં હોય, વાનવ્યંતરમાં હોય, જ્યોતિષિકમાં હોય કે વૈમાનિકમાં હોય ? હૈ ગાંગેય ! ચારે માં હોય હે ભગવન્ ! બે દેવો દેવપ્રદેશનકવડે પ્રવેશ કરતા-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તે બે દેવો અથવા એક ભવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org