________________
૨૨૬
ભગવાઈ-૯-૩૨/૪૫૮ ગાંગેય! તે હેતુથી એમ કહેવાય છે એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારી સુધી જાણવું.
હે ભગવન્! પૃથિવીકાયિકો સ્વયં ઉત્પન્ન થાય છે ?-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! પૃથિવીકાયિકો સ્વયં ઉત્પન્ન થાય છે પણ અસ્વયં ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગાંગેય ! કર્મના ઉદયથી, કર્મના ગુરપણાથી, કર્મના ભારથી, કર્મના અત્યન્ત ભારથી, શુભ અને અશુભ કર્મોના ઉદયથી, શુભ અને અશુભ કર્મોના વિપાકથી અને શુભાશુભ કર્મોના લવિપાકથી પૃથિવીકાયિકો સ્વયે ઉત્પન્ન થાય છે, પણ યાવત્ અસ્વયં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવતું મનુષ્યો સુધી જાણવું. જેમ અસુરકુમારોને કહ્યું તેમ વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિકો સંબધે કહેવું. માટે હે ગાંગેય! તે હેતુથી એમ કહું છું કે ચાવતુ વૈમાનિકો સ્વયે ઉત્પન્ન થાય છે,
[૫૯] ત્યાર પછી શ્રીગાંગેય અનગાર શ્રમણ ભગવન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી જાણે છે. ત્યારબાદ તે ગાંગેય અનગાર શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરે છે, કરીને વાંદે છે, નમે છે, વાંદીને, નમીને તેણે એમ કહ્યું કે હે ભગવન્! તમારી પાસે ચાર મહાવ્રત ધર્મથી પાંચ મહાવ્રતધર્મને ગ્રહણ કરવા ઇચ્છું છું. એ પ્રમાણેબધું કાલાસવેસિક પુત્રની પેઠે યાવતુ તે “સર્વ દુઃખથી મુક્ત થયા ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે. (એમ કહી યાવતુ વિહરે છે.) | શતક:૯ઉદેસાઃ ૩૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદેશક૩૩ - [૪૦] તે કાલે, તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. બહુશાલકનામે ચૈત્ય હતું. તે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે આત્યધનિક, તેજસ્વી, પ્રસિદ્ધ અને યાવતુ અપરિભૂત-કોઇથી પરાભવ ન પામે તેવો હતો. વળી તે સર્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદમાં નિપુણ અને ર્હદક તાપસની પેઠે યાવતું બ્રાહ્મણોના બીજા ઘણા નયોમાં કુશલ હતો. તે શ્રમણોનો ઉપાસક, જીવાજીવ તત્ત્વને જાણનાર, પુણ્ય-પાપને ઓળખનાર અને વાવતું આત્માને ભાવિત કરતો વિહરતો હતો. તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામે બ્રાહ્મણી સ્ત્રી હતી. તેના હાથ પગ સુકમાલ હતા, યાવતુ તેનું દર્શન પ્રિય હતું અને તેનું રૂ૫ સુન્દર હતું. વળી શ્રમણોની ઉપાસિકા દિવાનંદા) જીવાજીવ અને પુણ્યપાપને જાણતી વિહરતી હતી. તે કાલે, તે સમયે મહાવીરસ્વામી સમોસય. પર્ષતુ યાવતુ પર્વપાસના કરે છે. ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણભગવાનુમહાવીરના આગમની આ વાત જાણીને ખુશ થયો, યાવતુ ઉલ્લસિત દયવાળો થયો, અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવ્યો. તેણે દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! એ પ્રમાણે અહીં તીર્થની આદિકરનાર યાવતુ. સર્વજ્ઞસર્વદર્શી શ્રમણભગવાનમહાવીર આકાશમાં રહેલા ચક્રવડે યાવત્ સુખપૂર્વક વિહાર કરતા બહુશાલક નામે ચૈત્યમાં યોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને યાવતું વિહરે છે. હે દેવાનુપ્રિયે ! યાવતું તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામ-ગોત્રના પણ શ્રવણથી મોટું ફલ પ્રાપ્ત થાય છે, તો વળી તેઓના અભિગમન વંદન, નમન, પ્રતિપ્રચ્છન અને પર્યુ પાસના કરવાથી ફલ થાય તેમાં શું કહેવું? તથા એક પણ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મોટું ફલ થાય છે. તો વળી વિપુલ અર્થને ગ્રહણ કરવાવડે મહાફલ થાય તેમાં શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org