________________
શતક-૯, ઉદેસો-૩૧
૨૦૯ યાવદ્ ન સ્વીકારે. હે ભગવન્! કેવલી પાસેથી, યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી. સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે ?હે ગૌતમ ! કોઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે, અને કોઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ ન કરે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જે જીવે ચારિત્રારાવરણીય કમોનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે. અને જે જીવે ચારિત્રવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ ન કરે.
હે ભગવન્! કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ સંયમવડે સંયમીત થાય? હે ગૌતમ ! કોઈ જીવ શુદ્ધ સંયમ વડે સંયમીત થાય, અને કોઈ જીવ ન થાય. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે યતનાવરણીય કમનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમવડે સંયમયતના કરે, અને જે જીવે યતનાવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના શુદ્ધ સંયમવડે સંયમયતના ન કરે, માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે.'
હે ભગવન્! કેવલી પાસેથી કે યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા. વિના કોઈ જીવ શુદ્ધ સંવરવડે સંવર-કરે? હે ગૌતમ ! કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ કોઈ જીવ શુદ્ધ સંવરવડે આસ્રવને રોકે, અને કોઈ જીવ શુદ્ધ સંવરવડે આસ્રવને ન રોકે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! જે જીવે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ શુદ્ધ સંવરવડે સંવર-કરી શકે, અને જે જીવે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે જીવ કેવલી પાસેથી સાંભળ્યા વિના સંવર ન કરી શકે, હે ભગવન્! કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ! તે રીતે કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉપજાવી શકે, અને કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ન ઉપજાવી શકે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન ઉપજાવી શકે, અને જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો નથી તે જીવ કવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના શુદ્ધ આભિનબોધિકજ્ઞાન ન ઉપજાવી શકે.
હે ભગવન્! કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ શ્રુતજ્ઞાન ઉત્પન્ન ખરી શકે? જેમ આભિનિબોધિકજ્ઞાનની હકીકત કહી, તેમ શ્રુત- જ્ઞાનની પણ જાણવી; પરન્તુ અહીં શ્રુતજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો. એ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાનની પણ હકીકત કહેવી, પણ ત્યાં અવધિજ્ઞાનાવરણીયા ક-નો ક્ષયોપશમ કહેવો; એ રીતે શુદ્ધ મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન કરે, પરન્ત મન:પર્યવ જ્ઞાનાવરણીય કમનો ક્ષયોપશમ કહેવો. હે ભગવન્! કેવલી પાસેથી કે યાવતું તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ) કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી શકે? પૂર્વની પેઠે જાણવું, પરન્તુ અહીં કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય' કહેવા માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે “યાવતુ કેવલજ્ઞાનને પણ ઉત્પન્ન કરી શકે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org