________________
શતક-૮, ઉદેસો-૧
૧૭૧ હોય અને બે વિસસાપરિણત હોય. અથવા ત્રણ મિશ્રપરિણત હોય અને એક વિસસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય એક મિશ્રપરિણત હોય અને બે વિસસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય બે મિશ્રપરિણત હોય અને એક વિસસાપરિણત હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને એક મિશ્રપરિણત હોય એક વિસ્રસાપરિણત હોય.
હે ભગવન્!જો તે ચાર દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મનઃપ્રયોગપરિણતહોય? (વચનપ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય ?) હે ગૌતમ ! સર્વ પૂર્વની પેઠે જાણવું એ ક્રમવડે પાંચ, છ, સાત યાવતું દશ, સંખ્યાતા, અસંખ્યાતા, અને અનંત દ્રવ્યોના દ્વિસંયોગ, ત્રિકસંયોગ, યાવતું દશસંયોગ બારસંયોગ, ઉપયોગપૂર્વક કહેવા અને જ્યાં જેટલા સંયોગો થાય ત્યાં તે સર્વ કહેવા. એ બધા સંયોગો નવમ શતકના પ્રવેશકમાં જે પ્રકારે કહીશું તેમ ઉપયોગપૂર્વક વિચારીને કહેવા, યાવતું અસંખ્યય અને અનંત દ્રવ્યોનો પરિણામ એ પ્રમાણે જાણવો, પરન્તુ એક પદ અધિક કરીને કહેવું યાવતું અનંત દ્રવ્યો આપતસંસ્થાનપણે પરિણત હોય.
[૩૮૮] હે ભગવન્! પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિસ્ત્રસાપરિણત એ પગલોમાં કયા પગલો કોનાથી યાવત્ વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સર્વથી થોડા પુદ્ગલો પ્રયોગપરિણત છે, તેથી મિશ્રપરિણત અનંતગુણ છે, અને તેથી વિસસાપરિણત અનંતગુણ છે. હે ભગવન્! તે એમજ છે, એ ભગવન્! તે એમજ છે. શતકઃ૮-ઉદ્દેસાઃ ૧નીમુની દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(- ઉદેશક ૨:-) ૩િ૮૯] હે ભગવન ! આશીવિષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! આશીવિષો બે પ્રકારના કહ્યા છે, જાતિઆશીવિષ અને કમશીવિષ. હે ભગવનું ! જાતિઆશીવિષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! તે ચાર પ્રકારના કહ્યા છે, વૃશ્ચિકજાતિઆશીવિષ, મંડૂકજાતિઆશીવિષ, ઉરગજાતિઆશીવિષ અને મનુષ્યજાતિઆશીવિષ હે ભગવનુવૃશ્ચિકજાતિઆશીવિશ્વના વિષનો કેટલો વિષય કહ્યો છે ? હે ગૌતમ ! વૃશ્ચિકજાતિઆશીવિષ અર્ધભરતક્ષેત્ર પ્રમાણે શરીરને વિષવડે વિદલિતનાશ-કરવા સમર્થ છે. પણ સંપ્રાપ્તિ-સંબન્ધવડે તેઓએ તેમ કર્યું નથી, તેઓ કરતા. નથી, અને કરશે પણ નહિ.મંડૂકજાતિઆશીવિશ્વના વિષનો કેટલોવિષય છે? હે ગૌતમ ! મંડૂકજાતિઆશીવિષ પોતાના વિષથી ભરતક્ષેત્ર-પ્રમાણ શરીરને વ્યાપ્ત કરવા સમર્થ છે. બાકી સર્વ પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે ઉરગજાતિઆશીવિષ સંબધે પણ જાણવું, પરન્તુ વિશેષ એ છે કે તે ઉરગજાતિઆશીવિષ જંબૂઢીપપ્રમાણ શરીરને પોતાના વિષથી વ્યાપ્ત કરવા સમર્થ છે, બાકી સર્વ પૂર્વવતુ જાણવું, યાવતુ સંપ્રાપ્તિથી તેમ કરશે નહિ. એ પ્રમાણે મનુષ્યજાતિઆશીવિષ સંબધે પણ જાણવું, પરન્તુ એટલો વિશેષ છે કે તે મનુષ્યક્ષેત્રપ્રમાણ શરીરને પોતાના વિષથી વ્યાપ્ત કરવા સમર્થ છે. બાકી સર્વ પૂર્વવતુ જાણવું.
હે ભગવન્! જો કશીવિષ છે તો શું નૈરયિક કમશીવિષ છે, તિર્યંચયોનિક કમશીવિષ છે, મનુષ્ય કમશીવિષ છે કે દેવ કમશીવિષ છે? હે ગૌતમ ! નૈરયિક કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org