________________
૧૮૨
ભગવઇ - ૮/- ૫૪૦૧
મારે હિરણ્ય નથી, મારે સુવર્ણ નથી, મારે કાંસું નથી, મારે વસ્ત્ર નથી, અને મારે વિપુલ, ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, પરવાલા, રક્ત રત્નો-ઇત્યાદિ વિદ્યમાન સારભૂત દ્રવ્ય નથી, પરન્તુ તેણે મમત્વ ભાવનું પ્રત્યાખ્યાન કર્યું નથી, તે હેતુથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે તે પોતાના ભાંડને ગવેષે છે, પણ પારકા ભાંડને ગવેષતો નથી. હે ભગવન્ ! જેણે સામાયિક કર્યું છે એવા, શ્રમણના ઉપાશ્રયમાં રહેલા શ્રણોપાસકની સ્ત્રીને કોઇ પુરુષ સેવે તો શું તે તેની સ્ત્રી સેવે છે કે અન્યની સ્ત્રીને સેવે ? હે ગૌતમ ! તે પુરુષ તેની સ્ત્રીને સેવે છે પણ અન્યની સ્ત્રીને સેવતો નથી. હે ભગવન્ ! તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસવડે (તે શ્રાવકની) સ્ત્રી અન્યસ્ત્રી થાય ? હા, થાય. હે ભગવન્ ! તો એમ શા હેતુથી કહો છો કે તેની સ્ત્રીને સેવે છે પણ અન્યસ્ત્રી ને સેવતો નથી ? હે ગૌતમ ! તે શ્રાવકના મનમાં એવું હોય છે કે-મારે માતા નથી, પિતા નથી, ભાઈ નથી, બહેન નથી, સ્ત્રી નથી, પુત્રો નથી, પુત્રી નથી, અને પુત્રવધૂ નથી, પરન્તુ તેને પ્રેમબન્ધન તુટ્યું નથી, તે હેતુથી. તે તેની સ્ત્રીને સેવે છે. અન્ય નહીં
[૪૦૨] હે ભગવન્ ! જે શ્રમણોપાસકને પૂર્વે સ્થૂલપ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન હોતું નથી, તે પછીથી તેનું પ્રત્યાખ્યાન કરતો શું કરે ? હે ગૌતમ ! અતીત કાલે કરેલ પ્રાણાતિપાતને પ્રતિક્રમે-નિર્દે,પ્રત્યુત્પન્ન પ્રાણાતિપાતને સંવરે-અને અનાગત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે. હે ભગવન્ ! અતીત કાલના પ્રાણાતિપાતને પ્રતિક્રમતો તે શ્રમણોપાસક શું ત્રિવિધે ત્રિવિધે પ્રતિક્રમે, ત્રિવિધ દ્વવિધે ત્રિવિધ એકવિધે, દ્વિવિધ ત્રિવિધે, દ્વિવિધ દ્વિવિધે, દ્વિવિધ એકવિધે, એકવિધ ત્રિવિધે, એકવિધ દ્વિવિધે, કે એકવિધ એકવિધ પ્રતિક્રમે ? હે ગૌતમ ! તે સર્વ રીતે પણ પ્રતિક્રમે. ત્રિવિધ ત્રિવિધે પ્રતિક્રમતો મન, વચન અને કાયાથી કરતો નથી, કરાવતો નથી અને કરનાને અનુમોદન આપતો નથી; અથવા મન અને કાયથી કરતો નથી, કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; અથવા વચન અને કાયથી કરતો નથી, કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; ત્રિવિધ એકવિધે પ્રતિક્રમતો મનથી કરતો નથી, કરાવતો નથી, અને ક૨ના૨ને અનુમતિ આપતો નથી; અથવા વચનથી કરતો નથી, કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; અથવા કાયથી કરતો નથી, કરાવતો નથી અને ક૨ના૨ને અનુમતિ આપતો નથી; દ્વિવિધ ત્રિવિધ પ્રતિક્રમતો મન, વચન અને કાયાથી કરતો નથી અને કરાવતો નથી; અથવા મન, વચન અને કાયથી કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; અથવા મન, વચન અને કાયથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; દ્વિવિધ દ્વિવિષે પ્રતિક્રમતો મન અને વચનથી કરતો નથી અને કરાવતો અથવા મન અને કાયથી કરતો નથી અને કરાવતો નથી, અથવા વચન અને કાયથી કરતો નથી અને કરાવતો નથી, અથવા મન અને વચનથી કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા મન અને કાયથી કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચન અને કાયથી કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા મન અને વચનથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા મન અને કાયથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચન અને કાયથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; દ્વિવિધ એકવિધે પ્રતિક્રમતો મનથી કરતો નથી ને કરાવતો નથી, અથવા વચનથી કરતો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org