________________
શતક-૮, ઉદેસો-૭
૧૮૭ જાણવું. એ પ્રમાણે જેમ વૈક્રિય શરીર સંબધે કહ્યું તેમ આહારક, તૈજસ અને કામણ શરીર સંબંધે પણ કહેવું. એક એકના ચાર દંડક કહેવા, યાવતુ હે ભગવન્! વૈમાનિકો કાર્પણ શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! ત્રણ ક્રિયાવાળા પણ હોય અને ચાર ક્રિયાવાળા પણ હોય. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન! તે એમજ [ [શતકઃ૮ ઉદેસાઃ દની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
(ઉદ્દેશક૭:-) [૪૧] તે કાલે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણસિલક ચૈત્ય હતું. યાવતું પૃથિવીશિલાપટ્ટક હતો.તેગુણસિલકચૈત્યની આસપાસ થોડે દૂર ઘણા અન્યતીથિકો રહે છે. તે કાલે તે સમયે શ્રમણભગવાનુમહાવીર. તીર્થના આદિકર યાવતું સમોસ, યાવતુ પરિષદ્ વિસર્જિત થઈ. તે કાલે-તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ઘણા શિષ્યો, સ્થવિર ભગવંતો જાતિસંપન, કુલસંપન-ઇત્યાદિ જેમ બીજા શતકમાં વર્ણવ્યા છે તેવા, યાવતુ જીવિતની આશા અને મરણના ભયથી રહિત હતા. અને શ્રમણ ભગવંત મહાવીરની આસપાસ ઉંચા ઢીંચણ કરી નીચે મસ્તક નમાવી, ધ્યાનરૂપ કોઇને પ્રાપ્ત થયેલા, તેઓ સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા યાવતુ વિહરે છે.
ત્યારપછી તે અન્યતીર્થિકો જ્યાં સ્થવિર ભગવંતો છે ત્યાં આવે છે, અને ત્યાં આવીને તેઓએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે હે આર્યો તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત, અવિરત અને અપ્રતિહત પાપકર્મવાળા છો' ઇત્યાદિ જેમ સાતમા શતકના બીજા ઉદશકમાં કહ્યા પ્રમાણે યાવતુ એકાંત બાલ-અજ્ઞ છો. ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આર્યો ! અમે કયા કારણથી ત્રિવિધ ત્રિવિધ અસંયત અવિરત યાવતુ એકાંતબાલ છીએ. ત્યારબાદ તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આર્યો! તમે અદત્ત પદાર્થનું ગ્રહણ કરો છો, અદત્ત પદાર્થને ખાઓ છો અને અદત્તનો સ્વાદ લો છો, તેથી તમે ત્રિવિધ ત્રિવિધે અસંયત, અને અવિરત યાવતું એકાંત બાલ પણ છો.
ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આર્યો ! ક્યા ક્યારણી અમે અદત્તનું ગ્રહણ કરીએ છીએ, અદત્તનું ભોજન કરીએ છીએ અને અદત્તની અનુમતિ આપીએ છીએ કે જેથી અદત્તને ગ્રહણ કરતા, યાવતુ અદત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધ અસંયત, યાવતુ એકાંત બાલ છીએ ? ત્યારબાદ તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય! તમારા મતમાં અપાતું હોય તે આપેલું નથી, ગ્રહણ કરાતું હોય તે ગ્રહણ કરાયેલું નથી, (પાત્રમાં) નંખાતું હોય તે નંખાયેલું નથી. હે આય ! તમને આપવામાં આવતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં પડ્યો નથી, તેવામાં વચમાંથીજ તે પદાર્થને કોઇ અપહરણ કરે તો તે ગૃહપતિના પદાર્થનું અપહરણ થયું એમ કહેવાય, પણ તમારા પદાર્થનું અપહરણ થયું એમ ન કહેવાય, તેથી તમે અદત્તનું ગ્રહણ કરો છો, યાવતુ અદત્તની અનુમતિ આપો છો, માટે અદત્તનું ગ્રહણ કરતા તમે યાવતુ એકાંત અજ્ઞ છો. ત્યારપછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે હે આયો ! અમે અદત્તનું ગ્રહણ કરતા નથી, અદત્તનું ભોજન કરતા નથી અને અદત્તની અનુમતિ પણ આપતા નથી, હે આય ! અમે દત્તનું-આપેલ પદાર્થનું ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org