________________
શતક-૮, ઉદેસો-૯
૨૦૩ શરીરનો દેશબધ છે તે જીવ શું દારિક શરીરનો બન્ધક પણ છે. અને અબન્ધક પણ છે. જે તે જીવ બન્ધક છે તો શું દેવબન્ધક છે કે સર્વબન્ધક છે? હે ગૌતમ! તે બંને છે. તે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? પૂર્વની પેઠે જાણવું, એ પ્રમાણે આહારક શરીર માટે પણ જાણવું. તે જીવ શું કામણ શરીરના બન્ધક છે કે અબન્ધક છે? હે ગૌતમ ! બન્ધક છે, પણ અબન્ધક નથી. જો બન્ધક છે તો શું દેશબંધક છે કે સર્વબન્ધક છે? હે ગૌતમ ! દેશબન્ધક છે, પણ સર્વબન્ધક નથી. હે ભગવનું જે જીવને કામણશરીરનો દેશબધ છે તે જીવ શું ઔદારિકનો બન્ધક છે કે અબન્ધક છે? તેજસશરીરની જેમ કામણ શરીર પણ જાણવું યાવતુ દેશબન્ધક છે, પણ સર્વબન્ધક નથી.
૪િ૨૯] હે ભગવાન્ ! ઔદારિક, વૈક્રિય,આહારક, તૈજસ અને કર્મણશરીરના દેશબન્ધક, સર્વબન્ધક અને એવા સવજીવોમાં અલ્પબહુત્વ કઈ રીતે છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહારક શરીરના સર્વબન્ધક છે, તેથી તેના દેશબન્ધક સંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયશરીરના સર્વબન્ધક અસંખ્યાતગુણા છે, તેથી તેના દેશબધેક જીવો અસંખ્યાતગુણ છે, તેથી તૈજસ અને કામણ શરીરના અબધેક જીવો અનંતગુણ અને પરસ્પર તુલ્ય છે. તેથી ઔદારિક શરીરના સર્વબધેક જીવો અનંતગુણ છે, તેથી તેના અબલ્પક જીવો વિશેષાધિક છે, તેથી તેના દેશબધેક જીવો અસંખ્યગુણા છે, તેથી તૈજસ અને કામણશરીરના દેશબધેક જીવો વિશેષાધિક છે, તેથી વૈક્રિયશરીરના અબન્ધક જીવો વિશેષાધિક છે, તેથી આહારક શરીરના અબધેક જીવો વિશેષાધિક છે. હે ભગવન્! તે એમ જ છે, હે ભગવન્! તે એમ છે, એમજ છે. | [શતકઃ૮-ઉદ્દેસા-ત્ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
(ઉદ્દેશક ૧૦:-) - [૪૩] રાજગૃહ નગરમાં યાવતું (ગૌતમ) એ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! અન્યતીથિકો એ પ્રમાણે કહે છે, યાવદુ એ પ્રમાણે પ્રરૂપે છે- “એ રીતે ખરેખર શીલ જ શ્રેય છે, શ્રત જ શ્રેય છે, (શીલનિરપેક્ષ જ) શ્રત શ્રેય છે, અથવા (શ્રતનિરપેક્ષ જ) શીલ શ્રેય છે, તો હે ભગવન્! એ પ્રમાણે કેમ હોય શકે ? હે ગૌતમ ! તે અન્યતીર્થિકો જે એ પ્રમાણ કહે છે. તે તેઓએ મિથ્યા કહ્યું છે. હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું, યાવતુ પ્રરૂપું છું, એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહ્યા છે. તે આ પ્રમાણે- એક શીલસંપન્ન છે પણ શ્રુતસંપન્ન નથી,એક શ્રુતસંપન્ન છે પણ શીલસંપન્ન નથી,એક શીલસંપન્ન છે અને શ્રુત સંપન્ન પણ છે, એક શીલસંપન્ન નથી તેમ શ્રુતસંપન્ન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકાનો પુરષ છે તે શીલવાનું છે પણ શ્રતવાન નથી. તે ઉપરાંત (પાપાદિકથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતો નથી. હે ગૌતમ ! તે પુરુષને મેં દેશારાધક કહ્યો છે. તેમાં જે બીજો પુરુષ છે. તે પુરષ શીલવાળો નથી, પણ શ્રતવાળો છે. તે પુરુષ અનુપરત (પાપથી અનિવૃત્ત) છતાં પણ ધર્મને જાણે છે. હૈ ગૌતમ! તે પુરુષને મેં દેશવિરાધક કહ્યો છે. તેમાં જે ત્રીજો પુરુષ છે તે પુરુષ (પાપથી) ઉપરત છે, અને ધર્મને જાણે છે. હે ગૌતમ ! તે પુરુષને મેં સવરાધક કહ્યો છે. તેમાં જે ચોથો પુરુષ છે તે, તે પાપથી ઉપરત નથી અને ધર્મથી અજ્ઞાત છે. હે ગૌતમ! એ પુરુષને હું સર્વવિરાધક કહું છું.
[૪૩૧] હે ભગવન્! આરાધના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org