________________
૨૦૪
ભગવાઈ - ૮/૧૪૩૦ પ્રકારની. જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના. ભગવનું ! જ્ઞાનારાધના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. હે ભગવન્! દર્શનારાધના કેટલા પ્રકારની કહી છે ? ત્રણ પ્રકારની કહી છે. એ રીતે ચારિત્રારાધના પણ ત્રણ પ્રકારની જાણવી. હે ભગવન્! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય તેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય ? જે જીવને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય તે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય? હે ગૌતમ ! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય તેને ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શનારાધના હોય, વળી જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય, તેને ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ જ્ઞાનારાધાના હોય. હે ભગવન્! જે જીવને જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના હોય તેને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના હોય? જે જીવને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના હોય તેને જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના હોય? પૂર્વવતું જાણવું.
હે ભગવન્! જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય તેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય? જેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય તેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય? હે ગૌતમ! જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય તેને ઉત્કૃષ્ટ. જઘન્ય અને મધ્યમ ચારિત્રારાધના હોય. તથા જેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય. તેને અવશ્ય ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય. હે ભગવન્! જીવ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાને આરાધી કેટલા ભવ કર્યા પછી સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો અન્ત કરે? હે ગૌતમ! કેટલાક જીવ તેજ ભવમાં સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો નાશ કરે, કેટલાક જીવો બે ભવમાં સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો નાશ કરે; અને કેટલાક જીવો કલ્પોપપન દેવલોકમાં કલ્પાતીત દેવલોકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! જીવ ઉત્કૃષ્ટ દર્શનારાધનાને આરાધી કેટલા ભવ કર્યા પછી સિદ્ધ થાય ? હે ગૌતમ! પૂર્વની પેઠે જાણવું. હે ભગવન્! ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાને આરાધી કેટલા ભવ કર્યા પછી જીવો સિદ્ધ થાય? પૂર્વની પેઠે જાણવું, પરંતુ કેટલાએક જીવો કલ્પાતીત દેવોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! જ્ઞાનની મધ્યમ આરાધનાને આરાધી કેટલા ભવ ગ્રહણ કર્યા પછી જીવ સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરે? હે ગૌતમ! કેટલાક જીવો બે ભવ ગ્રહણ કર્યા પછી સિદ્ધ થાય, યાવતું સર્વદુઃખોનો નાશ કરે, પણ ત્રીજા ભવને અતિક્રમે નહીં. હે ભગવન્! જીવો મધ્યમ દર્શનારાધાનાને આરાધી કેટલા ભવ કર્યા પછી સિદ્ધ થાય? હે ગૌતમ! પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે ચારિત્રની મધ્યમ આરાધના માટે જાણવું.
૪િ૩૨] હે ભગવન્! જઘન્ય જ્ઞાનારાધનાને આરાધી જીવ કેટલા ભવ ગ્રહણ. કર્યા પછી સિદ્ધ થાય, યાવતું સર્વદુઃખોનો અન્ત કરે ? હે ગૌતમ ! કેટલાક જીવ ત્રીજા ભવમાં સિદ્ધ થાય, પણ સાત આઠ ભવથી વધારે ભવો ન કરે. એ પ્રમાણે દશનારાધના. અને ચારિત્રારાધના માટે પણ જાણવું. હે ભગવનું ! પુદ્ગલનો પરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો વર્ણપરિણામ, ગધપરિણામ રસપરિણામ, સ્પર્શપરિણામ અને સંસ્થાનપરિણામ. હે ભગવન ! વર્ણપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનો કાળો, યાવતુ શુકલવર્ણપરિણામ. એ પ્રમાણે બે પ્રકારનો ગન્ધપરિ િણામ. પાંચ પ્રકારનો રસપરિણામ, અને આઠ પ્રકારનો સ્પર્શ પરિણામ જાણવો. હે ભગવાનું! સંસ્થાનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો. પરિમંડલ સંસ્થાનપરિણામ, યાવત્ આયત સંસ્થાનપરિણામ.
[૪૩૩] હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ (પરમાણુ) શું દ્રવ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org