________________
શતક-૮, ઉદેસો-૮
૧૯૧ બાંધ્યું છે, બાંધે છે અને નહીં બાંધે; બાંધ્યું છે, બાંધતો નથી અને બાંધશે; બાંધ્યું છે, બાંધતો નથી અને નહિ બાંધે, બાંધ્યું નથી બાંધે છે અને બાંધશે, બાંધ્યું નથી, બાંધે છે અને નહિ બાંધે, બાંધ્યું નથી, બાંધતો નથી અને બાંધશે; બાંધ્યું નથી, બાંધતો નથી ને બાંધશે નહી? હે ગૌતમ! ભવાકર્ષને આશ્રયી કોઈ એકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે. કોઈ એકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે નહીં, એ રીતે બધું તે પ્રમાણે જ જાણવું, ગ્રહણાકર્ષને આશ્રયી કોઈ એકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે. એ પ્રમાણે યાવતુ કોઈ એકે બાંધ્યું નથી, બાંધે છે અને બાંધશે, પણ બાંધ્યું નથી. બાંધે છે અને બાંધશે નહીં એ ભાંગો નથી. કોઈ એકે બાંધ્યું નથી, બાંધતો નથી અને બાંધશે; કોઈ એકે બાંધ્યું નથી, બાંધતો નથી અને બાંધશે નહીં. હે ભગવન્તે (એયપિથિક કમ) શું સાદિ સંપર્યવસિત બાંધે, સાદિ અપર્યવસિત બાંધે, અનાદિ સપર્યવસિત બાંધે કે અનાદિ અપર્યવસિત બાંધે ? હે ગૌતમ ! સાદિ સપર્યવસિત બાંધે પણ સાદિ અપર્યવસિત ન બાંધે, તેમ અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત ન બાંધે. હે ભગવન્! તે (એયપથિક) કર્મને શું દેશથી દેશને બાંધે, દેશથી સર્વને બાંધે, સર્વથી દેશને બાંધે, કે સર્વથી સર્વને બાંધે? હે ગૌતમ! દેશથી દેશને બાંધતો નથી, દેશથી સર્વને બાંધતો નથી, સર્વથી દેશને બાંધતો નથી, પણ સર્વથી સર્વને બાંધે છે.
[૪૧૫ ભગવન્! સાંપરાયિક કર્મ શું નારક બાંધે, તિર્યંચ બાંધે, યાવદ્ દેવી બાંધે? હે ગૌતમ! તે સર્વે પણ બાંધે. હે ભગવન્! શું સાંપરાયિક કર્મને સ્ત્રી બાંધે પુરુષ બાંધે, તેમજ યાવત્ નોસ્ત્રી, નોપુરુષ અને નોનપુંસક બાંધે? હે ગૌતમ ! સ્ત્રી પણ બાંધે, પુરુષ પણ બાંધે, યાવ૬ નપુંસક પણ બાંધે; અથવા એઓ અને વેદરહિત સ્ત્રી વગેરે એક જીવ પણ બાંધે, અથવા એઓ અને વેદરહિત અનેક જીવો પણ બાંધે. હે ભગવનું ! (સાંપરાયિક કર્મને) જે વેદરહિતજીવ અને વેદરહિત જીવો બાંધે તો શું સ્ત્રીપશ્ચાત્કૃત બાંધે કે પુરુષપશ્ચાદ્ભૂત બાંધે? ઇત્યાદિ. એ પ્રમાણે જેમ એયપથિકના બંધકને કહ્યું તેમ અહીં સર્વ જાણવું. અથવા સ્ત્રીપશ્ચાદ્ભૂત જીવો, પુરુષપશ્ચાદ્ભૂત જીવો અને નપુંસકપશ્ચાદ્ભૂત જીવો બાંધે છે. હે ભગવન્! શું કોઇએ સાંપરાયિક કમને બાંધ્યું, બાંધે છે અને બાંધશે, બાંધ્યું, બાંધે છે, અને બાંધશે નહીં, બાંધ્યું, બાંધતો નથી અને બાંધશે નહીં, બાંધ્યું, બાંધતો નથી અને બાંધશે નહીં? હે ગૌતમ! કેટલા એકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે; કેટલાએકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે નહીં, કેટલા એકે બાંધ્યું, બાંધતા નથી અને બાંધશે, કેટલાએકે બાંધ્યું, બાંધતા નથી અને બાંધશે નહીં. હે ભગવન્! તે (સાંપરાયિક કમન) શું સાદિ સપર્યવસિત બાંધે છે? - ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સાદિ સપર્યવસિત બાંધે છે, અનાદિ સંપર્યવસિત બાંધે છે; અનાદિ અપર્યવસિત બાંધે છે; પણ સાદિ અપર્યવસિત બાંધતો નથી. હે ભગવનું ! (સાંપરાયિક કર્મને) શું દેશથી (જીવના દેશથી) દેશને (કર્મને દેશને) બાંધે છે? ઈત્યાદિ. જેમ એયરપથિક બંધક સંબધે કહ્યું તેમ જાણવું. યાવતુ “સર્વથી સર્વને બાંધે છે.”
[૪૧૬-૪૧૭] હે ભગવન્! કર્મપ્રવૃતિઓ કેટલા પ્રકારે કહી છે? હે ગૌતમ ! આઠ કર્મપ્રવૃતિઓ કહી છે, જ્ઞાનાવરણીય, વાવ અંતરાય. હે ભગવન્! કેટલા પરીષહો કહ્યા છે ? હે ગૌતમ ! બાવીશ પરીષહો કહ્યા છે, ક્ષુધાપરીષહ, યાવતુ દર્શનપરીષહ. હે ભગવન્! બાવીશ પરીષહોનો કેટલી કર્મપ્રકૃતિઓમાં સમવતાર થાય? હે ગૌતમ ! ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org