________________
શતક-૮, ઉદ્દેસો-૮
અસ્પૃષ્ટ ક્રિયાને કરે છે ? તેઓ સ્પષ્ટ ક્રિયાને કરે છે, પણ અસ્પૃષ્ટ ક્રિયાને નથી કરતા, હે ભગવન્ ! જંબુદ્રીપમાં સૂર્યો કેટલું ક્ષેત્ર ઉંચે તપાવે છે, કેટલું ક્ષેત્ર નીચે તપાવે છે અને કેટલું ક્ષેત્ર તિર્યક્ તપાવે છે ? હે ગૌતમ ! સો યોજન ક્ષેત્ર ઉંચે તપાવે છે, અઢારસો યોજન ક્ષેત્ર નીચે તપાવે છે. અને ૪૭૨૬૩ યોજન તથા એક યોજનના સાઠીયા એકવીસ ભાગ જેટલું ક્ષેત્ર તિર્યક્ (તિરછું) તપાવે છે. હે ભગવન્ ! મનુષ્યોત્તર પર્વતની અંદર જે ચંદ્રો, સૂર્યો, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ દેવો છે, હે ભગવન્ ! તે શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે ? જે પ્રમાણે જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ યાવદ્ ઉત્કૃષ્ટ છ માસ છે’ ત્યાંસુધી બધું જાણવું. હે ભગવન્ ! મનુષ્યોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવો છે તેઓ શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે ? જેમ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ જાણવું, યાવત્-‘હે ભગવન્ ! ઇન્દ્રસ્થાન કેટલા કાલ સુધી ઉપપાત વડે વિરહિત કહ્યું છે ? હૈ ગૌતમ ! જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી છ માસ, હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે.
શતકઃ ૮ -ઉદ્દેસોઃ ૮ નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ -: ઉદ્દેશકઃ૯ઃ
[૪૨૨] હે ભગવન્ ! બન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! બન્ધ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે-પ્રયોગબન્ધ અને વિસ્રસાબન્ધ.
૧૯૩
[૪૨૩] હે ભગવન્ ! વિસ્રસાબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો કહ્યો છે, સાદિવિસસાબન્ધ અને અનાદિ વિસ્રસાબન્ધ. હે ભગવન્ ! અનાદિ વિસ્રસાબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણેધર્માસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસ્રસાબન્ધ, અધર્માસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસ્રસાબન્ધ અને આકાશસ્તિકાયનો પણ અન્યોન્ય અનાદિ વિસ્રસાબન્ધ. હે ભગવન્ ! ધર્માસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસ્રસાબન્ધ દેશબન્ધ છે કે સર્વબન્ધ છે ? હે ગૌતમ ! દેશબન્ધ છે, પણ સર્વબન્ધ નથી. એ પ્રમાણે અધમર્માસ્તિકાયનો, આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસ્રસાબન્ધજાણવો.હે ભગવન્!ધમસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસ્રસાબન્ધ કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વ કાલ સુધી હોય છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસ્રસાબન્ધ જાણવો. હે ભગવન્ ! સાદિવિસસાબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો કહ્યો છે; બંધનપ્રત્યયિક,ભાજનપ્રત્યયિક અને પરિણામપ્રત્યયિક.હે ભગવન્ ! બંધનપ્રત્યયિક કેવા પ્રકારે છે ? દ્વિપ્રદેશિક,ત્રિપ્રદેશિક, યાવત્ દશપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનંતપ્રદેશિક પરમાણુ પદ્ગલધોનો વિષમ સ્નિગ્ધતા વડે, વિષમ રૂક્ષતાવડે અને વિષમ સ્નિગ્ધ-રૂક્ષતા વડે બન્ધપ્રત્યયિક બન્ધ થાય છે. તે જઘન્યથી એક સમય, ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ સુધી રહેછે. એ પ્રમાણે બંધનપ્રત્ય યિકબન્ધ કહ્યો. હે ભગવન્ ! ભાજનપ્રત્યયિક બન્ધ કેવા પ્રકારે હોય ? જૂની દિરાનો જૂના ગોળનો અને જુના ચોખાનો ભાજન પ્રત્યયિક બન્ધ થાય છે. તે જઘન્યથી અન્નમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ સુધી રહેછે. એ પ્રમાણે ભાજનપ્રત્યયિ બન્ધ કહ્યો. હે ભગવન્ ! પરિણામપ્રત્યયિક બન્ધ કેવા પ્રકારે છે ? વાદળાઓનો, અભ્રવૃક્ષોનો જેમ
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org