________________
ભગવઇ - ૮/-l૯૪૨૪
૧૯૬
ભગવન્ ! પૃથિવીકાયિક એકેન્દ્રિયઔદારિકશરીપ્રયોગબન્ધ સંબંધે પ્રશ્ન હૈ ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યન્ત, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન બાવીસહજાર વર્ષ સુધી હોય છે. એ પ્રમાણે સર્વજીવોનો સર્વબન્ધ એક સમય છે, અને દેશબન્ધ જેઓને વૈક્રિયશરીર નથી તેઓને જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યન્ત હોય છે, અને ઉત્કૃષ્ટથી જેટલી જેની આયુષ્યસ્થિતિ છે, તેથી એક સમય ન્યૂન કરવો. જેઓને વૈક્રિય શરીર છે તેઓને દેશબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી જેટલું જેનું આયુષ્ય છે તેટલામાંથી એક સમય ન્યૂન જાણવો, એ પ્રમાણે યાવદ્ મનુષ્યોનો દેશબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી જાણવો.
હે ભગવન્ ! ઔદારિક શરીરના બન્ધનું અન્તર કાલથી ક્યાંસુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ પર્યન્ત છે, અને ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોટી અને તેત્રીશ સાગરોપમ છે. અને દેશબન્ધનું અન્તર જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય અધિક તેત્રીશ સાગરોપમ છે. એકેન્દ્રિયઔદારિકશરીરસંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણસમય ન્યૂન ક્ષુલ્લકભવ પર્યન્ત, અને ઉત્કૃષ્ટથી સમયાધિક બાવીસહજાર વર્ષ સુધી હોય છે.દેશબન્ધનું અન્તર જઘન્યથી એકસમય,અનેઉત્કૃષ્ટથીઅંતર્મુહૂર્ત સુધીનું છે. પૃથિવીકાયિકએકેન્દ્રિયના ઔદારિકશરીરસંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના સર્વબન્ધનું અન્તર જેમ એકેન્દ્રિયોને કહ્યું તેમ કહેવું; અને દેશબન્ધનું અન્તર જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધીનું હોય છે. જેમ પૃથિવીકાયિકને કહ્યું તેમ વાયુકાયિક સિવાય યાવત્ ચઉરિન્દ્રિય સુધીના જીવોને જાણવું, પણ ઉત્કૃષ્ટથી સર્વબન્ધનું અંતર જેટલી જેની આયુષ્યસ્થિતિ હોય તેટલી એક સમય અધિક કરવી. વાયુકાયિકના સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી સમયાધિક ત્રણહજારવર્ષ સુધી જાણવું. તેઓના દેશબન્ધનું અન્તરજઘન્યથીએક સમય,અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પર્યન્ત જાણવું.પંચેન્દ્રિયતિર્યંચના ઔદારિકશરીરબન્ધના અન્તર સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવપર્યન્ત, અને ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોટિ હોય છે. દેશબન્ધનું અન્તર જેમ એકેન્દ્રિયોને કહ્યું છે તે પ્રકારે સર્વ પંચેન્દ્રિય તિર્યંચોને જાણવું. એ પ્રમાણે- મનુષ્યોને પણ સમગ્ર જાણવું, યાવત્ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છઠે. હે ભગવન્ ! કોઇ જીવ એકેન્દ્રિયપણામાં હોય, અને પછી તે એકેન્દ્રિય સિવાય બીજી કોઇ જાતિમાં જાય, અને પુનઃ એકેન્દ્રિયપણમાં આવે તો એકેન્દ્રિયઔદારિકશરીરપ્રયોગબન્ધનું અન્તર કાલથી કેટલું હોય ? હે ગૌતમ !જઘન્યથી સર્વબન્ધનું અન્તર ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષ અધિક બેહજાર સાગરોપમ છે. તથા દેશબન્ધનું અન્તર જઘન્યથી એક સમય અધિક ક્ષુલ્લક ભવ,અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બેહજાર સાગરોપમ છે. હે ભગવન્ ! કોઇ જીવ પૃથિવીકાયપણામાં હોય, ત્યાંથી પૃથિવીકાય સિવાયના બીજા જીવોમાં ઉત્પન્ન થાય અને પુનઃ તે પૃથિવીકાયમાં આવે તો પૃથિવીકાયિક એકેન્દ્રિયઔદાકિશરીરપ્રયોગબન્ધનું અન્તર કેટલું હોય ? હે ગૌતમ સર્વબન્ધનું અન્તર જઘન્યથી એ રીતે ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પર્યન્ત છે, અને ઉત્કૃષ્ટથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org