________________
૧૯૨
ભગવઇ - ૮-l૮/૪૧૭ કર્મપ્રકૃતિમાં સમાવતાર થાય છે, જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય, અને અંતરાય. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકર્મમાં કેટલા પરીષહોનો સમાવતાર થાય ? હે ગૌતમ ! બે પરીષહોનો સમાવતાર થાય છે; પ્રજ્ઞાપરીષહ અને જ્ઞાનપરીષહ, હે ભગવનું ! વેદનીયકર્મમાં કેટલા પરીષહોનો સમાવતાર થાય છે ? હે ગૌતમ! અગ્યાર પરીષહો સમવતરે છે, તે આ પ્રમાણે સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક. ચર્યા શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલપરિષહ.
[૪૧૮]હે ભગવન્દર્શનમોહનીયકર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે ? હે ગૌતમ ! તેમાં એક દર્શન પરીષહનો સમવતાર થાય છે. હે ભગવન્! ચારિત્ર-મોહનીયકર્મમાં કેટલા પરીષહો સમવતરે છે? હે ગૌતમ! તેમાં સાત પરીષહો સમવતરે છે,
[૪૧] તે આ પ્રમાણે-અરતિ, અચેલ, સ્ત્રી, નૈધિકી, યાચના, આક્રોશ અને સત્કારપુરસ્કાર પરીષહ. એ સાત પરીષહો ચારિત્રમોહમાં સમવતરે છે.
[૪૨] હે ભગવન્! અંતરાયકર્મમાં કેટલા પરીષહો, સમવતરે છે? હે ગૌતમ ! તેમાં એક અલાભ પરીષહ સમવતરે છે. હે ભગવનું! સાત પ્રકારના કર્મના બાંધનારને કેટલા પરીષહો કહ્યા છે? હે ગૌતમ! બાવીશ પરીષહો કહ્યા છે. પણ એક સાથે વીશને વેદે છે? કેમકે શીત અને ઉષ્ણ તથા ચય અને નૈધિકાને એક સાથે વેદતો નથી. હે ભગવનું આઠ પ્રકારના કર્મ બાંધનારને કેટલા પરિષહો છે ? હે ગૌતમ બાવીશ. એ પ્રમાણે સપ્તવિધ બંધકને જાણવું. છ પ્રકારના કર્મના બંધક સરાગછવાસ્થને ચૌદ પરીષહો છે પણ તે બાર વેદે છે. એક પ્રકારના કર્મબંધક વીતરાગ છદ્મસ્થને પણ તેમજ જાણવું. એકવિધ બંધક યોગી ભવસ્થ કેવલીને અગ્યાર પરિષહો હોય છે. પણ તે નવને વેદે છે. એ જ પ્રમાણે અયોગી ભવસ્થ કેવલીને જાણવું.
હે ભગવન્! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના સમયે દૂર છતાં પાસે, મધ્યાહ્ન સમયે પાસે છતાં દૂર અને અસ્ત સમયે દૂર છતાં પાસે દેખાય છે? હા. દેખાય છે. હે ભગવનું એમ કેમ કહો છો? હે ગૌતમ! લેસ્યાના પ્રતિઘાતથી. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે જંબૂદ્વીપમાં બે સૂય ઉગવાના સમયે દૂર છતાં પાસે દેખાય છે, તાવ આથમવાના સમયેઘૂરછતાં પાસે દેખાય છે.હે ભગવન્!જબૂદ્વીપમાં બે સૂર્યો શુંઅતીત ક્ષેત્ર પ્રતિ જાય છે, વર્તમાન ક્ષેત્ર પ્રતિ જાય છે, કે અનાગત ક્ષેત્ર પ્રતિ જાય છે? હે ગૌતમ! અતિત ક્ષેત્ર પ્રતિ જો નથી, વર્તમાન ક્ષેત્ર પ્રતિ જાય છે, પણ અનાગત ક્ષેત્ર પ્રતિ જતા નથી.
૪૨ ૧] હે ભગવન્! જેબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને પ્રકાશે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશે છે? હે ગૌતમ ! અતીત ક્ષેત્રને પ્રકાશતા નથી, વર્તમાન ક્ષેત્રને પ્રકાશે છે, અને અનાગત ક્ષેત્રને પ્રકાશતા નથી. હે ભગવન્! (તે સૂય) સ્પર્શેલાં ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્પલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? હે ગૌતમ ! સ્પર્શેલાં ક્ષેત્રને પ્રકાશે છે પણ અસ્પર્શેલાં ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી; હે ભગવન્! જેબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને ઉદ્દઘોતિત કરે છે ? ઇત્યાદિ. પૂર્વની પેઠે જાણવું, યાવત્ અવશ્ય છ દિશાને ઉદ્યોતિત કરે છે, એ પ્રમાણે તપાવે છે, પ્રકાશે છે. હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્યની ક્રિયા શું અતીત ક્ષેત્રમાં કરાય છે, વર્તમાનક્ષેત્રમાં કરાય છે કે અનાગત ક્ષેત્રમાં કરાય છે? હે ગૌતમ ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરાતી નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરાય છે, પણ અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરાતી નથી. હે ભગવન્! શું (તે સૂયો) પૃષ્ટ ક્રિયાને કરે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org