________________
૧૮૬
ભગવઈ - ૮ -
I૪૦૭ કરી તેને અગ્નિમાં નાખે તો હે ગૌતમ ! તે છેદતાં છેદાયેલું, અગ્નિમાં નંખાતા નંખાયેલું, બળતાં બળેલું એમ કહેવાય ? હે ભગવન્! હા, છેદાતાં છેદાયેલું, યાવતુ બળતાં બળેલું કહેવાય, અથવા કોઈ પુરુષ નવું, ધોએલું કે તત્ર-સાળથી તરત ઉતરેલું કપડું મજીઠના રંગની કુંડીમાં નાંખે તો હે ગૌતમ ! તે ઉંચેથી નાંખતા ઉંચેથી નંખાયેલું, રંગાતાં રંગાયેલું એમ કહેવાય? હા, ભગવન! તે ઉંચેથી નાંખતાં ઉંચેથી નંખાયેલું, યાવતુ રંગાતાં રંગાયેલું કહેવાય તે હેતુથી હે ગૌતમ! એમ કહેવાય છે કે તે આરાધક છે પણ વિરાધક નથી.
[૪૦૮] હે ભગવન્! બળતા દીવામાં શું બળે છે? શું દીવો બળે છે, દીપયષ્ટિદીવી બળે છે, વાટ બળે છે, તેલ બળે છે, દીવાનું ઢાકણું બળે છે, કે જ્યોતિ-દીપશિખા બળે છે? હે ગૌતમ! દીવો બળતો નથી, યાવતુ દીવાનું ઢાંકણું બળતું નથી, પણ જ્યોતિ બળે છે. હે ભગવન્! બળતા ઘરમાં શું? હે ગૌતમ! ઘર બળતું નથી, ભીંતો બળતી નથી, પાવતુ ડાભ વગેરેનું છાદન બળતું નથી, પણ જ્યોતિ બળે છે.
૪િ૦૯] હે ભગવન્! એક જીવ એક ઔદ્યરિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર કિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો, અને કદાચ અક્રિય હોય. હે ભગવનું એક નારક એક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! એક અસુરકુમાર એક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! પૂર્વની પેઠે એ પ્રમાણે વાવતું વૈમાનિકો જાણવા, પરન્ત મનુષ્યો જીવની પેઠે જાણવા. હે ભગવન્! એક જીવ ઔદારિક શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! તે કદાચ ત્રણ ક્રિયાવાળો હોય, યાવતુ કદાચ અકિય હોય. હે ભગવન્! એક નૈરયિક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! જેમ આ પ્રથમ દંડક કહ્યો છે તેમ આ સઘળા દેડકો પણ યાવતું વૈમાનિક સુધી કહેવા, પરન્તુ મનુષ્યો જીવોની પેઠે જાણવા. હે ભગવનું ! જીવો એક ઔદારિકશરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા હોય, યાવતુ કદાચ ક્રિયારહિત હોય. હે ભગવન્નરયિકો ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! જેમ પ્રથમ દંડક કહ્યો છે તેની પેઠે યાવતુ વૈમાનિક સુધી આ દંડક પણ કહેવો, પણ મનુષ્યો જીવોની પેઠે કહેવા. હે ભગવન્! જીવો ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા પણ હોય, ચાર ક્રિયાવાળા પણ હોય, પાંચ ક્રિયાવાળા પણ હોય અને ક્રિયારહિત પણ હો. હે ભગવન! નૈરયિકો ઔદારિક શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! ત્રણ, ચાર અને પાંચ ક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિકો જાણવા. પણ મનુષ્યો જીવોની પેઠે જાણવા.
હે ભગવન્! વૈક્રિયશરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવનું નૈરયિક વૈક્રિય શરીરને આશ્રયીને કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો અને કદાચ ચાર ક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિક સુધી જાણવું, પણ મનુષ્યને જીવની પેઠે જાણવો. એ પ્રમાણે જેમ ઔદારિક શરીરના ચાર દંડક કહ્યા, તેમ વૈક્રિય શરીરના પણ ચાર દંડક કહેવા, પરન્તુ તેમાં પાંચમી ન કહેવી. બાકીનું પૂર્વની પેઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org