________________
શતક-૮, ઉસો-૩
૧૮૧ થાવતુ બહુબીજવાળા ફલો સુધી જાણવાં, એ પ્રમાણે અસંખ્યાતજીવી વૃક્ષો કહ્યા. હે ભગવન્! અનંતજીવવાળા વૃક્ષો કેટલા પ્રકારે છે? હે ગૌતમ ! અનેક પ્રકારનાં કહ્યા છે, “આ શુંગવેર ઇત્યાદિ સપ્તમ શતકમાં કહ્યા પ્રમાણે યાવતું સિઉઠી. મુસુંઢી સુધી જાણવા. જે બીજા પણ તેવા પ્રકારના વૃક્ષો છે તેઓ પણ (અનન્તજીવવાળા) જાણવા.
[૩૯૮] હે ભગવન્! કાચબો, કાચબાની શ્રેણિ, ગોધા (ધો) ગોધાની શ્રેણી, ગાય ગાયની શ્રેણિ, મનુષ્ય, મનુષ્યની શ્રેણિ, મહિષ મહિષની શ્રેણી એ બધાના બે, ત્રણ કે સંખ્યાતા ખંડ કર્યો હોય તો તેઓની વચ્ચેનો ભાગ શું જીવપ્રદેશથી સ્પષ્ટ હોય ? હે ગૌતમ ! હા, પૃષ્ટ હોય. હે ભગવન્! કોઈ પુરુષ (તેના અત્તરાલ-ને હાથથી, પગથી, આંગળીથી, સળીથી, કાષ્ઠથી ને નાના લાકડાથી સ્પર્શ કરતો, વિશેષ સ્પર્શ કરતો, થોડું વિશેષ આકર્ષણ કરતો, અથવા કોઈપણ તીક્ષ્ણ શસ્ત્રના સમૂહથી છેદતો, અધિક છેદતો, અગ્નિ વડે બાળતો, તે જીવપ્રદેશને થોડી કે અધિક પીડા ઉત્પન્ન કરે, યા તેના કોઈ અવયવોનો છેદ કરે ? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી.
[૩૯૯ હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે? હે ગૌતમ ! આઠ પૃથિવીઓ કહી છે, રત્નપ્રભા, યાવત્ અધઃસપ્તમપૃથિવી અને ઈષ–ાભારા હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ-પ્રાન્તવર્તી છે કે અચરમ મધ્યવર્તી છે? ઈત્યાદિ. અહીં પન્નવણાનું “ચરમ” પદ કહેવું. વાવતું હે ભગવન્! વૈમાનિકો સ્પર્શ ચરમવડે શું ચરન છે કે અચરમ છે? હે ગૌતમ! તે બંને છે. હે ભગવન્! તે એમજ છે, એમ કહી ભગવાનું ગૌતમ થાવત્ વિચરે છે. { [શતકઃ૮-ઉદ્દેસા: ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
(=ઉદ્દેશક૪:-) [૪૦] રાજગૃહ નગરમાં યાવતું (ગૌતમ) એ પ્રમાણે બોલ્યા કે હે ભગવનું ! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે, કાયિકી, અધિકરણિકી-એ પ્રમાણે અહીં પન્નવણા પદ-૨૨- ક્રિયાપદ યાવતુ “માયાપ્રત્યયિક ક્રિયાઓ વિશેષાધિક છે’ ત્યાંસુધી કહેવું, હે ભગવન્! તે એમજ છે, કે ભગવન્! તે એમજ છે. | [શતક: ૮-ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
( ઉદ્દેશકઃ૪િ૦૧] રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમે એ પ્રમાણે કહ્યું કે-હે ભગવનું ! આજીવિકોએ સ્થવિર ભગવન્તોને આ પ્રમાણે કહ્યું હતું-હે ભગવન્! જેણે સામાયિક કર્યું છે એવા શ્રમણના ઉપાશ્રયમાં બેઠેલા શ્રમણોપાસકના ભાંડ-વસ્ત્રાદિ વસ્તુનું કોઈ અપહરણ કરે, તો હે ભગવન્! તે વસ્તુનું અન્વેષણ કરતો તે શ્રાવક શું પોતાના ભાંડને શોધે છે કે પારકા ભાંડને શોધે ? હે ગૌતમ ! તે શ્રાવક પોતાના ભાંડને શોધે છે, પણ પારકા ભાંડને શોધતો નથી. હે ભગવન્! તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસવડે તે શ્રાવકનું (અપહૃત) ભાંડ તે અભાંડ થાય? હે ગૌતમ ! હા, અભાંડ થાય. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે તે પોતાના ભાંડને શોધે છે, પણ પારકા ભાંડને શોધતો નથી? હે ગૌતમ! તે શ્રાવકના મનમાં એવો પરિણામ હોય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org