________________
૧૮૯
શતક-૮, ઉદેસી-૫ અને કરાવતો નથી, અથવા કાયવડે કરતો નથી અને કરાવતો નથી, અથવા મનવડે કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચનવડે કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા કાયવડે કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા મનવડે કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચનથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી અથવા કાયવડે કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી. એકવિધ ત્રિવિધ પ્રતિક્રમતો મન, વચન અને કાયથી કરતો નથી, અથવા મન, વચન અને કાયથી કરાવતો નથી. અથવા મન, વચન અને કાયથી કરનારને અનુમતિ આપતો નથી; એકવિધ દ્વિવિધ પ્રતિક્રમતો મન અને વચનથી કરતો નથી, અથવા મન અને કાયથી કરતો નથી, અથવા વચન અને કાયથી કરાવતો નથી, અથવા મન અને વચનથી કરાવતો નથી, અથવા મન અને કાયથી કરાવતો નથી, અથવા વચન અને કાયથી કરાવતો નથી, અથવા મન અને વચનથી કરનારને અનુમતિ આપતો નથી, અથવા મન અને કાયથી કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચન અને કાયથી કરનારને અનુમતિ આપતો નથી, એકવિધ એકવિધે પ્રતિક્રમતો મનથી કરતો નથી, અથવા વચનથી કરતો નથી, અથવા કાયથી કરતો નથી, અથવા મનથી કરાવતો નથી. અથવા વચનથી કરાવતો નથી, અથવા કાયથી કરાવતો નથી, અથવા મનથી કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચનથી કરનારને અનુમતિ આપતો નથી, અથવા કાયથી કરનારને અનુમતિ આપતો નથી.
પ્રત્યુત્પન્ન પ્રાણાતિપાતનો સંવર કરતો (શ્રમણોપાસક) શું ત્રિવિધ ત્રિવિધે સંવર કરે? ઇત્યાદિ. જેમ પ્રતિક્રમતા ઓગણપચાસ ભાંગા કહ્યા, તેમ સંવર કરતાં પણ ઓગણપચાસ ભાંગા કહેવા. અનાગત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરતો (શ્રમણોપાસક) શું ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે? ઇત્યાદિ. પૂર્વે કહ્યા પ્રમાણે ઓગણપચાસ ભાંગા કહેવા. હે ભગવન્! જે શ્રમણોપાસકે પહેલાં સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું નથી, પછીથી હે ભગવન્! તે સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરતો શું કરે? જેમ પ્રાણાતિપાતના ભાંગા કહ્યા, તેમ મૃષાવાદના પણ કહેવા, એ પ્રમાણે (સ્થૂલ) અદત્તાદાનના, સ્થૂલ મૈથુનના અને સ્થૂલ પરિગ્રહના પણ ભાંગાઓ જાણવા. આ આવા પ્રકારના શ્રમણોપાસકો હોય છે, પણ આવા પ્રકારના આજીવિકના ઉપાસકો હોતા નથી.
૪િ૦૪] આજીવિક (ગોશાલક) ના સિદ્ધાંતનો આ અર્થ છે- “દરેક જીવો અક્ષણપરિભોગી-સચિત્તહારી છે, તેથી તેઓ હણીને છેદીને, ભેદીને, લોપ કરીને વિલોપીને અને વિનાશ કરીને ખાય છે. પણ આજીવકના મતમાં આ બાર આજીવિકોપાસકો કહ્યા છે, તાલ, તાલપ્રલંબ, ઉદ્વિધ, સંવિધ. અવવિધ, ઉદય, નામોદય, નદય, અનુપાલક, શિંખપાલક, અલંબુલ અને કાતર-એ બાર આજીવિકના ઉપાસકો છે, તેઓનો દેવ અહત (ગોશાલક) છે, માતાપિતાની સેવા કરનારા તેઓ આ પાંચ પ્રકારના ફલને ખાતા નથી; ઉંબરાના ફલ, વડના ફલ, બોર, સનરનાં ફલ અને પીંપળાના ફલ, તેઓ ડુંગળી, લસણ અને કંદમૂળના વિવર્જક (ત્યાગી છે. તેઓ અનિલછિત, નહિ નાઘેલા એવા બળદો વડે ત્રસપ્રાણીની હિંસા વિવર્જિત વ્યાપારવડે આજીવિકા કરે છે. જ્યારે એ ગોશાલકના શ્રાવકો પણ એ પ્રકારે ધર્મને ઈચ્છે છે, તો પછી જે આ શ્રમણોપાસકો છે. તેઓને માટે શું કહેવું? જેઓને આ પંદર કમદિાનો સ્વયં કરવાને, બીજા પાસે કરાવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org