________________
શતક-૮, ઉદેસો-૨
૧૭૭
ભજનાએ છે. હે ભગવન ! કેવલજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેઓ અવશ્ય એક કેવલજ્ઞાનવાળા છે. કેવલજ્ઞાનલબ્ધિરહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેઓને કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! અજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે. તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! અજ્ઞાનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી; તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. જેમ અજ્ઞાનલબ્ધિવાળા અને અજ્ઞાનલબ્ધિરહિત જીવો કહ્યા તેમ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનલબ્ધિવાળા અને તે લબ્ધિથી રહિત જીવો કહેવા. વિભંગજ્ઞાનલબ્ધિવાળા જીવોને અવશ્ય ત્રણ અજ્ઞાન હોય છે, અને વિભંગજ્ઞાનલબ્ધિરહિત જીવોને ભજનાએ પાંચ જ્ઞાન કે અવશ્ય બે અજ્ઞાન હોય છે.
હે ભગવન્ ! દર્શનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! દર્શનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! દર્શનલબ્ધિરહિત જીવો હોતા નથી. સમ્યગ્દર્શનલબ્ધિવાળા જીવોને ભજનાએ પાંચ જ્ઞાન હોય છે, અને સમ્યગ્દર્શનલબ્ધિરહિત જીવોને ભજનાએ ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્ ! મિથ્યા દર્શનલબ્ધિવાળા જીવો જ્ઞાની હોય કે અજ્ઞાની ? તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. મિથ્યાદર્શનલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. સમ્યગમિથ્યાદર્શનલબ્ધિવાળા જીવો મિથ્યાદર્શનલબ્ધિવાળી પેઠે જાણવા. સમ્યગમિથ્યાદર્શનલબ્ધિરહિત જીવો જેમ મિથ્યાદર્શનલબ્ધિરહિત જીવો કહ્યા તે પ્રમાણે જાણવા. હે ભગવન્ ! ચારિત્રલબ્ધિ વાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. ચારિત્રલબ્ધિરહિત જીવોને મનઃપર્યવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! સામાયિકચારિત્રલબ્ધિવાળા જીવો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની હોય છે. તેઓને કેવલજ્ઞાન સિવાય ચાર જ્ઞાન ભજનાએ હોય છે. સામાયિકચારિત્રજ્ઞાનલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. એ પ્રમાણે યાવત્ યથાખ્યાતચારિત્રલબ્ધિવાળા અને યથાખ્યાતચારિત્રલબ્ધિરહિત જીવો કહેવા. પરન્તુ યથાખ્યાતચારિત્રલબ્ધિ વાળાને પાંચ જ્ઞાન ભજનાએ જાણવા. હે ભગવન્ ! ઇન્દ્રિયલબ્ધિવાળા જીવો શું શાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ભજનાએ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ઇન્દ્રિયલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી. તે અવશ્ય એક કેવળજ્ઞાનવાળા છે. શ્રોન્દ્રિયલબ્ધિવાળા ઇન્દ્રિયલબ્ધિવાળાની પેઠે જાણવા. શ્રોત્રેન્દ્રિયલબ્ધિલરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે, અને અજ્ઞાની પણ છે. જેઓ બેજ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે; અને જેઓ એકજ્ઞાની છે તેઓ એક કેવલજ્ઞાની છે, જેઓ અજ્ઞાની છે તેઓ અવશ્ય બેઅજ્ઞાનવાળા છે. જેમકે મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. નેત્રન્દ્રિય અને
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org