________________
૧૭૬
ભગવઈ- ૮-૨/૩૯૩ કજ્ઞાનલબ્ધિ, યાવતુ કેવલજ્ઞાનલબ્ધિ. હે ભગવનું અજ્ઞાનલબ્ધિ કેટલા પ્રકાર કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, મતિઅજ્ઞાનલબ્ધિ, શ્રત અજ્ઞાનલબ્ધિ અને વિલંગજ્ઞાનલબ્ધિ, હે ભગવન્! દર્શનલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, સમ્યગ્દર્શનલબ્ધિ, મિથ્યાદર્શનલબ્ધિ અને સમ્યગ્દમિથ્યાદર્શન લબ્ધિ. હે ભગવન્! ચારિત્રલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારની કહી છે, સામાયિકચારિત્રલબ્ધિ, છેદોષસ્થાનીયચારિત્ર લબ્ધિ, પરિહારવિશુદ્ધિકચારિત્રલબ્ધિ, સૂક્ષ્મસંપરાયચારિત્રલબ્ધિ અને યથાખ્યાત ચારિત્રલબ્ધિ. હે ભગવન્! ચારિત્રાચારિત્રલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! એક પ્રકારની કહી છે, એ પ્રમાણે યાવતુ ઉપભોગલબ્ધિ પણ એક પ્રકારની કહી છે. હે ભગવન્! વીર્યલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! વીર્યલબ્ધિ ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે-બાલવીર્યલબ્ધિ પંડિતવીયલબ્ધિ અને બાલપંડિત વીયલબ્ધિ.
હે ભગવન્! ઈદ્રિયલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ઇંદ્રિયલબ્ધિ પાંચ પ્રકારની કહી છે, શ્રોત્રેન્દ્રિયલબ્ધિ વાવસ્પર્શેન્દ્રિયલબ્ધિ. હે ભગવનું ! જ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! જ્ઞાનલધુધિરહિત જીવો શું અજ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી પણ જ્ઞાની છે. કેટલાએક બેઅજ્ઞાનવાળા છે, અને તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની હોય છે, પણ અજ્ઞાની નથી. કેટલાએક બેજ્ઞાન વાળા છે, તેઓને ચાર જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાનલબ્ધિરહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જેઓ જ્ઞાની છે તેઓ અવશ્ય એક કેવલજ્ઞાની છે; જેઓ અજ્ઞાની છે તેમાં કેટલાક બેઅજ્ઞાનવાળા છે અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે; એ પ્રમાણે શ્રુતજ્ઞાનલબ્ધિવાળા પણ જાણવા. શ્રુતજ્ઞાનલબ્ધિરહિત જીવો આભિનિબોધિકલબ્ધિરહિત જીવોની પેઠે જાણવા. હે ભગવન્! અવધિજ્ઞાન લબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી. તેઓમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે અને કેટલાક ચારજ્ઞાનવાળા છે, જેઓ ત્રણજ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા છે. જેઓ ચારજ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનવાળા છે.
હે ભગવન્!અવધિજ્ઞાનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે?હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, એ પ્રમાણે તેઓને અવધિજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! મન:પર્યવજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી; તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે અને કેટલાક ચાર જ્ઞાનવાળા છે. જે ત્રણ જ્ઞાનવાળા છે તો એ આભિનોબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મન ૫ર્યવજ્ઞાની છે, અને જેઓ ચાર જ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની છે. મનઃ પર્યવજ્ઞાનીલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, તેંઓને મન:પર્યવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org