________________
૧૭૮
ભગવઈ - ૮/૨/૩૯૩. ધ્રાણેન્દ્રિયલબ્ધિવાળાને શ્રોત્રેન્દ્રિયલબ્ધિવાળાની પેઠે ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન જાણવા, નેત્રક્રિય અને ધ્રાણેન્દ્રિયલબ્ધિરહિત જીવોને શ્રોત્રેન્દ્રિયલબ્ધિરહિત જીવોની પેઠે બે જ્ઞાન, બે અજ્ઞાન અને એક કેવલજ્ઞાન હોય છે. જિલૅન્દ્રિયલબ્ધિવાળાને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. જિહુવેન્દ્રિયલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે, અને અજ્ઞાની પણ છે. જેઓ જ્ઞાની છે તેઓ અવશ્ય એક કેવલજ્ઞાની છે, જેઓ અજ્ઞાની છે તેઓ અવશ્ય બે અજ્ઞાનવાળા છે, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. સ્પર્શેન્દ્રિયલબ્ધિવાળાને ઇન્દ્રિયલબ્ધિવાળાની પેઠે ભજનાએ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન જાણવા. સ્પર્શેન્દ્રિયલબ્ધિરહિત જીવોને ઈન્દ્રિયલબ્ધિરહિત જીવોની પેઠે એક કેવલજ્ઞાન હોય છે.
૩િ૯૪] હે ભગવન્! સાકારઉપયોગવાળા જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય ? હે ગૌતમ ! તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવનું ! આભિનિબોધિકસાકારોપયોગવાળા જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય? હે ગૌતમ ! તેઓને ભજનાએ ચાર જ્ઞાન હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાનસાકારઉપયોગવાળા જીવો પણ જાણવા.અવધિજ્ઞાનસાકારઉપયોગવાળા જીવોને અવધિજ્ઞાનલબ્ધિવાળાની પેઠે જાણવા. મન:પર્યવ જ્ઞાનસાકારઉપયોગવાળા જીવોને મન:પર્યવાનલબ્ધિવાળાની પેઠે જાણવા. કેવલજ્ઞાનસાકારઉપયોગવાળા જીવો કેવલજ્ઞાન લબ્ધિવાળાની પેઠે જાણવા. મતિઅજ્ઞાનસાકારો પયોગવાળા જીવોને ભજનાએ ત્રણ અજ્ઞાન હોય છે. એ પ્રમાણેશ્રત અજ્ઞાનસાકારો પયોગવાળા જીવો પણ જાણવા. વિર્ભાગજ્ઞાનસાકારોપયુક્ત જીવોને અવશ્ય ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્! અનાકારોપયોગવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. એ પ્રમાણે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનઅનાકારોપયોગવાળા જીવો પણ જાણવા. પરન્તુ તેઓને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. અવધિદર્શનઅનાકારો-પ્રોગવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, જેઓ જ્ઞાની છે તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક ચાર જ્ઞાનવાળા છે. જેઓ ત્રણ જ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિક, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની છે; જેઓ ચાર જ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિકજ્ઞાની, યાવતું મન:પર્યવજ્ઞાની છે. જેઓ અજ્ઞાની છે તેઓ અવશ્ય ત્રણે અજ્ઞાનવાળા છે. કેવલદર્શનઅનાકારોપયોગવાળા જીવો કેવલજ્ઞાનલબ્ધિવાળા પેઠે જાણવા.
હે ભગવન્! સયોગી જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? તેઓ સકાયિકની પેઠે સ જાણવા. એ પ્રમાણે મનયોગી, વચનયોગી અને કાયયોગી પણ જાણવા. અયોગી-જીવો સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્! લેયાવળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સકાયિકની પેઠે જાણવા. કૃષ્ણલેશ્યાવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? તેઓ સેન્દ્રિય જીવોને પેઠે જાણવા. એ પ્રમાણે યાવતુ પાલેશ્યાવાળા જીવો પણ જાણવા. શુલ્કલેશ્યાવાળા સલેશ્યની પેઠે જાણવા અને અલેશ્ય-જીવો સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્! સકષાયી ! જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? સેન્દ્રિય જીવોની પેઠે જાણવા. એ પ્રમાણે યાવતુ લોભકષાયી જીવો જાણવા. હે ભગવન્! અકષાયી જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! વેદસંહિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org