________________
શતક-૭, ઉદેસી-૧૦
૧૫૯ હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામશે,[સર્વ દુઃખોનો] અત્ન કરશે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક: ૭-ઉદેસાઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(- ઉદ્દેશક ૧૦:-) [૩૭૭] તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. યાવતુ પૃથિવીશિલાપટ્ટ હતો. તે ગુણશીલત્યની પાસે થોડે દૂર ઘણા અન્યતીર્થિકો રહે છે. કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી, ઉદય, નામોદય, નદય, અન્યપાલક, શૈલપાલક, સંખપાલક અને સુહસ્તી ગૃહપતિ. ત્યારપછી અન્ય કોઈ સમયે એકત્ર આવેલા, બેઠેલા, સુખપૂર્વક બેઠેલા તે અન્યતીર્થિકોનો આવા પ્રકારનો આ વાતલાપ થયોશ્રમણ જ્ઞાતપુત્રપાંચ અસ્તિકાયોને પ્રરૂપે છે. જેમકે, ધમસ્તિકાય,યાવતું આકાશાસ્તિકાય. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાય અજીવકાયછે એમ જણાવે છે. ધમસ્તિક, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય ને પુદ્ગલાસ્તિકાય. એક જીવાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર અરૂપી જીવકાય જણાવે છે. તે પાંચ અસ્તિકામાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરૂપિકાય જણાવેછે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. એક પુદ્ગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર રૂપિકાય અને અજીવકાય જણાવે છે. એ પ્રમાણે આ કેમ માની શકાય ? તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાનું મહાવીર યાવતું ગુણશિલ ચૈત્યમાં સમોસર્યા. યાવતુ પરિષતુ પાછી ગઈ.
તે કાલે અને તે સમયે શ્રમણ ભગવન મહાવીરના મોટા શિષ્ય ગૌતમગોત્રી ઇન્દ્રભૂતિ અનગાર બીજા શતકના નિર્ઝન્થોદ્દેશકમાં કહ્યા પ્રમાણે ભિક્ષાચયએ ભમતા યથાપર્યાપ્ત ભક્ત પાનને ગ્રહણ કરીને રાજગૃહ નગર થકી યાવતું ત્યરારહિતપણે, અચલપણે, અસંભ્રાન્તપણે ઈય સમિતિને વારંવાર શોધતા તે અન્યતીથિકોની થોડે દૂર જાય છે. ત્યારે તે અન્યતીથિકો ભગવાન્ ગૌતમને થોડે દૂર જતાં જુએ છે, જોઈને એક બીજાને બોલાવે છે. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આપણને આ કથા અપ્રકટ-અજ્ઞાત છે, અને આ ગૌતમ આપણાથી થોડે દૂર જાય છે, માટે હે દેવાનુપ્રિયો ! આપણે આ અર્થ ગૌતમને પૂછવો શ્રેયસ્કર છે. એમ કહી તેઓ એક બીજાની પાસે એ વાતનો સ્વીકાર કરે છે; સ્વીકાર જ્યાં ભગવાનું ગૌતમ છે ત્યાં આવે છે, ભગવાનું ગૌતમને આ પ્રમાણે કહ્યુંહે ગૌતમ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રરૂપેછે,ધમસ્તિકાય, યાવતુ આકાશાસ્તિકાય, યાવતુ રૂપિકાય અજીવકાર્યાને જણાવે છે. હે પૂજ્ય ગૌતમ! એ પ્રમાણે શી રીતે હોય? ત્યારે તે ભગવાનું ગૌતમે તે અન્યતીથિકોને એ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો! અમે અસ્તિભાવને નાસ્તિ કહેતા નથી, તેમ નાસ્તિભાવને અતિ કહેતા નથી. હે દેવાનુપ્રિયો ! સર્વ અતિભાવને અતિ કહીએ છીએ. અને નાસ્તિભાવને નાસ્તિ કહીએ છીએ. માટે હે દેવાનુપ્રિયો ! જ્ઞાનવડે તમે સ્વયમેવ એ અર્થનો વિચાર કરો. એમ કહીને [ગૌતમે તે અન્યતીથિકોને એ પ્રમાણે કહ્યું કે એ પ્રમાણે છે. હવે ભગવાન્ ગૌતમ જ્યાં ગુણશિલચૈત્ય છે, જ્યાં ઋણભગવાનમહાવીર છે
ત્યાં આવીને] નિર્ગુન્થોદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવતુ ભક્ત પાનને દેખાડે છે. શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, વાંદી, નમસ્કાર કરી બહુ દૂર નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org