________________
શતક-૭, ઉદેસો-૯
૧૫૫ પુદ્ગલોને ગ્રહણ કરી યાવતુ ન વિફર્વે. એ પ્રમાણે એકવણું અને અનેકરૂપ-ઇત્યાદિ ચતુર્ભગી જેમ છઠ્ઠા શતકના નવમા ઉદ્દેશકમાં કહી છે તેમ અહીં પણ કહેવી; પરન્તુ, એટલો વિશેષ છે કે અહીં રહેલો સાધુ અહીં રહેલા યુગલોને ગ્રહણ કરી વિફર્વે બાકીનું તે પ્રમાણે યાવત “રક્ષપુદ્ગલોને સ્નિગ્ધપુદ્ગલપણે પરિણમાવવા સમર્થ છે? હા, સમર્થ છે; હે ભગવન્! શું અહીં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરી, યાવતુ અન્યત્ર રહેલા પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય વિકર્યું છે ત્યાંસુધી જાણવું.
[૩૭૨] અહત જાણ્યું છે, અહંતે પ્રત્યક્ષ કર્યું છે. અહત વિશેષતા જાણ્યું છે કે મહાશિલાકંટક નામે સંગ્રામ છે. હે ભગવન્! મહાશિલાકંટક સંગ્રામ થયો હતો? કોણ જીત્યા અને કોણ હાર્યા? હે ગૌતમ ! વજી (ઇન્દ્ર) અને વિદેહપુત્ર (ણિક) જીત્યા, નવ મલકી અને નવ લેચ્છકી જેઓ કાશી અને કોશલદેશના અઢાર ગણરાજાઓ હતા તેઓ પરાજય પામ્યા. ત્યારપછી મહાશિલાકંટક સંગ્રામ વિકવ્યા પછી તે કૂણિક રાજા મહાશિલા કંટક નામે સંગ્રામ ઉપસ્થિત થએલો જાણી પોતાના કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને એમ કહ્યું કે હે દેવાનુપ્રિયો ! શીધ્ર ઉદાયિ નામના પટ્ટહસ્તીને તૈયાર કરો, અને ઘોડા, હાથી, રથ અને યોદ્ધાઓથી યુક્ત ચતુરંગ સેનાને તૈયાર કરો, તૈયાર કરી મારી આજ્ઞા જલદી પાછી આપો. ત્યારબાદ તે કૂણિકના એમ કહેવાથી તે કૌટુમ્બિક પુરુષો હૃષ્ટ તુષ્ટ થઈ યાવતુ અંજલી કરીને તે સ્વામિન્! એ પ્રમાણે જેવી આજ્ઞા” એમ કહીને આજ્ઞા અને વિનયવડે વચનનો સ્વીકાર કરે છે. પછી ઉવવાઈ માં કુશલઆચાર્યોના ઉપદેશવડે તીક્ષ્ણમતિ કલ્પનાના વિકલ્પોથી કહ્યા પ્રમાણે યાવતું ભયંકર અને જેની સાથે કોઈ યુદ્ધ ન કરી શકે એવા ઉદાયિ નામના મુખ્ય હસ્તીને તૈયાર કરે છે, ઘોડા હાથી ઇત્યાદિથી યુક્ત યાવતુ તે સેનાને સજ્જ કરીને જ્યાં કૂણિક રાજા છે ત્યાં તેઓ આવે છે, આવીને કરતલ [જોડીને કૂણિક રાજાને તે આજ્ઞા પાછી આપે છે. ત્યારબાદ તે કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ છે ત્યાં તેઓ આવે છે, સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે, ત્યાં પ્રવેશ કરી સ્નાન બલિકમ કરી પ્રાયશ્ચિત્તરૂપ કૌતુક અને મંગલો કરી સવલિંકારથી વિભૂષિત થઈ, સનદ્ધ બદ્ધ થઈ બખ્તરને ધારણ કરી વાળેલા ધનુદંડને ગ્રહણ કરી, ડોકમાં આભૂષણપહેરી, ઉત્તમોત્તમ ચિન્ડપટ્ટ બાંધી, આયુધ અને પ્રહરણોને ધારણ કરી, માથે ધારણ કરાતા કોરંટક પુષ્પની માળાવાળા છત્ર સહિત, જેનું અંગ ચાર ચામરોના વાળ વેડે વીંઝાયેલું છે, જેના દર્શનથી મંગલ અને જય શબ્દ થાય છે એવો (કુણિક)ઉવવાઈ માં કહ્યા પ્રમાણે યાવતુ આવીને ઉદાયિ નામે પ્રધાનહસ્તી ઉપર ચઢ્યો. ત્યારબાદ હારવડે તેનું વક્ષસ્થળ ઢંકાયેલું હોવાથી રતિ ઉત્પન્ન કરતો વારંવાર વીંઝાતા શ્વેત ચામરોવડે યાવતું ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગ સેનાની સાથે પરિવારયુક્ત, મહા સુભટોના વિસ્તીર્ણ સમૂહથી વ્યાપ્ત કૂણિકરાજા
જ્યાં મહાશિલાકંટક સંગ્રામ છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે મહાશિલાકંટક સંગ્રામમાં ઉતર્યો, તેની આગળ દેવનો ઈન્દ્ર દેવોનો રાજા શક્ર એક મોટું વજન સરખું અભેદ્ય કવચ વિકુવને ઉભો છે. એ પ્રમાણે બે ઇન્દ્રો સંગ્રામ કરે છે, જેમકે એક દેવેન્દ્ર અને બીજો મનુજે. હવે તે કૂણિકરાર એક હાથીવડે પણ શત્રુપક્ષનો પરાજય કરવા સમર્થ છે. ત્યારબાદ તે કૃણિકે મહાશિલાકંટક સંગ્રામને કરતા નવમલ્લકિ અને નવલેચ્છકે જેઓ કાશી ને કોશલાના અઢાર ગણરાજાઓ હતા, તેઓના મહાનુ યોદ્ધાઓને હસ્યા, ધાયલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org