________________
૧૪૯
શતક-૭, ઉદેસોજીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે યાવતુ “તે વિમાનોને ઉલ્લંઘી ન શકે. એટલા મોટા તે વિમાનો કહ્યા છે ત્યાં સુધી સર્વ જાણવું. યોનિસંગ્રહ, વેશ્યા, વૃષ્ટિ જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત સ્થિતિ- સમુદ્યાત, ચ્યવન, જાતિકુળકોટી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ વિચરે છે. શતક: ૭-ઉદ્દેસાઃ કનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(-:ઉદ્દેશક :૩િપપી રાજગૃહ નગરમાં ગૌતમ યાવતુ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન ! જે જીવ નારકને વિષે ઉત્પન્ન થવાને યોગ્ય છે, હે ભગવન્! તે જીવ શું આ ભવમાં રહીને નારકનું આયુષ બાંધે? ત્યાં-નારકમાં ઉત્પન્ન થતો નારકનું આયુષ બાંધે? કે ત્યાં ઉત્પન્ન થઇને નારકનું આયુષ બાંધે ? હે ગૌતમ ! આ ભવમાં રહીને નારકનું આયુષ બાંધે, પણ ત્યાં ઉત્પન્ન થતા નારકનું આયુષ ન બાંધે, અને ઉત્પન્ન થઈને પણ નારકનું આયુષ ન બાંધે, એ પ્રમાણે અસુરકુમારોમાં અને યાવતું વૈમાનિકોમાં જાણવું. હે ભગવન્ જે જીવ નારકને વિષે ઉત્પન્ન થવાને યોગ્ય છે, હે ભગવન્! તે જીવ શું આ ભવમાં રહી નારકનું આયુષ વેદ, ત્યાં ઉત્પન્ન થતા નારકનું આયુષ વેદે, કે ત્યાં ઉત્પન્ન થઈને નારકનું આયુષ વેદે ? હે ગૌતમ! આ ભવમાં રહી નારકનું આયુષન વેદે, પણ ઉત્પન્ન થતા અને ઉત્પન્ન થઈને નારકનું આયુષ વેદ. એ પ્રમાણે યાવત્ વૈમાનિકોમાં પણ જાણવું. હે ભગવન્! જે જીવ નારકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે જીવ શું આ ભવમાં મહાવેદનાવાળો હોય ત્યાં ઉત્પન્ન થતા મહાવેદનાવાળો હોય, કે ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ તે આ ભવમાં મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય; કદાચ ઉત્પન્ન થતા મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, પણ ઉત્પન્ન થયા પછી એકાન્ત દુઃખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિત્ સુખને વેદે છે.
હે ભગવન્! જો જીવો અસુરકુમારમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે સંબન્ધી પ્રશ્ન. હે ગૌતમ! તે કદાચ આ ભવમાં રહેલો મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય; ઉત્પન્ન થતા કદાચ મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, પણ ઉત્પન્ન થયા પછી એકાન્ત સુખરૂપ વેદનાને વેદે છે, અને કદાચ દુઃખને વેદે છે. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારને વિષે જાણવું. હે ભગવનું જે જીવ પૃથિવીકાર્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે સંબંન્ધી પ્રશ્ન. હે ગૌતમ! આ ભવમાં રહેલો તે કદાચ મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, એ પ્રમાણે ઉત્પન્ન થતાં પણ મહાવેદનાવાળો હોય કે અલ્પવેદનાવાળો હોય, પણ ઉત્પન્ન થાય પછી તે વિવિધ પ્રકારે વેદનાને વેદે છે. એ પ્રમાણે યાવતું મનુષ્યોમાં જાણવું. જેમ અસુરકુમારોને વિષે કહ્યું. તેમ વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો વિશે જાણવું.
[૩પ૬] હે ભગવન્! શું જીવો આભોગથી-આયુષનો બંધ કરે કે અનાભોગથી આયુષનો બંધ કરે ? હે ગૌતમ ! જીવો આભોગથી આયુષનો બન્ધ ન કરે, પણ અનાભોગથી બન્ધ કરે. એ પ્રમાણે નારકો પણ જાણવા, યાવતુ વૈમાનિકો જાણવા.
[૩પ૭ હે ભગવન્! શું એમ છે કે જીવોને કર્કશવેદનીય- બંધાય છે? હા, ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવને કર્કશવેદનીય કર્મ કેમ બંધાય? હે ગૌતમ ! પ્રાણાતિપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org