________________
ભગવઇ - ૭/-/૬/૩૬૦
૧૫૨
વાસરહિત, પ્રાયઃ માંસાહારી, મસ્ત્યાહારી, મધનો આહાર કરનારા, મૃત શરીરનો આહાર કરનારા તે મનુષ્યો મરણ સમયે કાળ કરીને ક્યાં જશે ? હે ગૌતમ ! પ્રાયઃ નારક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્ ! તે સિંહો, વાઘો, વૃકો, દીપડાઓ, રિંછો, તરક્ષો, શરભો તે પ્રમાણે નિઃશીલ એવા યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! પ્રાયઃ નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્ ! તે કાગડાઓ, કંકો, વિલકો, જલવાયસો, મયૂરો, નિઃશીલ એવા તે પ્રમાણે યાવત્ (ક્યાં ઉત્પન્ન થશે ?) પ્રાયઃ ના૨ક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે.એમ કહી યાવત્ વિચરે છે.
શતકઃ ૭ - ઉદ્દેસાઃ ૬ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ -: ઉદ્દેશક ૭ઃ
[૩૬૧] હે ભગવન્ ! ઉપયોગ પૂર્વક ગમન કરતા, યાવત્ ઉપયોગ પૂર્વક સૂતા ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછનક (રજોહરણ) ને ગ્રહણ કરતા અને મૂકતા સંવૃત-સાધુને શું ઐયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! સંવરયુક્ત યાવત્ તે અનગારને ઐપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. હે ભગવન્ ! એ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ નષ્ટ થયા હોય તેને એપિથિકી ક્રિયા લાગે, તેમજ યાવત્ સૂવિરુદ્ધ ચાલનારને સાંપરાયિકી ક્રિયાલાગે; તે સંવરયુક્ત અનગાર સૂત્ર પ્રમાણે વર્તે છે, તે હેતુથી હે ગૌતમ ! તેને યાવત્
સાંપરાયિકી ક્રિયા ન લાગે.
[૩૬૨] હે ભગવન્ ! કામો રૂપી છે કે અરૂપી છે ? હે ગૌતમ ! કામો રૂપી છે, પણ અરૂપી નથી. હે ભગવન્ ! કામો ચિત્ત છે કે અચિત્ત છે ? હે ગૌતમ ! કામો બંને છે સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. હે ભગવન્ ! કામો જીવ છે કે અજીવ છે ? હે ગૌતમ ! કામો હે ભગવન્ ! કામો જીવોને હોય છે કે અજીવોને હોય છે ? હૈ ગૌતમ ! કામો જીવોને હોય છે, અજીવોને હોતા નથી. હે ભગવન્ ! કામો કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ ! કામ બે પ્રકારે છે શબ્દ અને રૂપ. ભગવત્ ભોગો રૂપી છે. કે અરૂપી?ભોગો રૂપી છે પણ અરૂપી નથી. હે ભગવન્ ! ભોગો સચિત્ત છે કે અચિત્ત છે ? હે ગૌતમ બંને છે.હે ભગવન્ ! ભોગો જીવસ્વરૂપ છે કે અજીવસ્વરૂપ છે ? હે ગૌતમ ! હે ભગવન્ ! ભોગો જીવોને હોય કે અજીવોને હોય ? હે ગૌતમ ! ભોગો જીવોને હોય છે, અજીવોને હોતા નથી. હે ભગવન્ ! ભોગો કેટલા પ્રકારના ક્યા છે ? હે ગૌતમ ! ભોગો ત્રણ પ્રકારના કહ્યા છે; ગંધ, રસ અને સ્પર્શ. હે ભગવન્ ! કામ-ભોગ કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ.
હે ભગવન્ ! શું જીવો કામી કે ભોગી છે ? હે ગૌતમ ! જીવો કામી પણ છે, અને ભોગી પણ છે. હે ભગવન્ ! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ ! શ્રોતેંદ્રિય અને ચક્ષુને આશ્રયી જીવો કામી કહેવાય છે, તેમ ઘ્રાણેન્દ્રિય, જિજ્ઞેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ જીવો ભોગી કહેવાય છે; હે ભગવન્ ! શું નારકો કામી છે કે ભોગી છે ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, એ પ્રમાણે સ્તનિતકુમારોને જાણવું. હે ભગવન્ ! પૃથિવીકાયિકનો પ્રશ્ન, હે ગૌતમ ! પૃથિવીકાયિકો કામી નથી, પણ ભોગી છે. હે ભગવન્ ! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ ! સ્પર્શેન્દ્રિયને આશ્રયી; એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org