________________
૧૪૨
ભગવઈ -૭-૧/૩૩ર અન્નાદિનો) ત્યાગ કરે, દુસ્વજ વસ્તુનો ત્યાગ કરે, બોધિ સમ્યગ્દર્શનનો અનુભવ કરે. ત્યારપછી સિદ્ધ થાય, યાવત્ (સર્વદુઃખનો અંત કરે.
[૩૩૩ હે ભગવનું ! કમરહિત જીવની ગતિ સ્વીકારાય ? હે ગૌતમ ! હા, સ્વીકારાય, હે ભગવન્! કર્મરહિત જીવની ગતિ કેવી રીતે સ્વીકારાય ? હે ગૌતમ ! નિઃસંગપણાથી, નીરાગપણાથી, ગતિના પરિણામથી, બંધનનો છેદ થવાથી,-કર્મરૂપ ઈન્જનથીમુક્ત થવાથી અને પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. હે ભગવનું નિઃસંગપણાથી, નીરાગપણાથી અને ગતિના પરિણામથી કર્મરહિત જીવની ગતિ શી રીતે સ્વીકારાય ? હે ગૌતમ ! જેમ કોઈ એક પુરષ છિદ્ર વિનાના, નહિ ભાંગેલા સુકા તુંબહડાને ક્રમપૂર્વક અત્યંત સંસ્કાર કરીને ડાભ અને કુશ વડે વીંટે, ત્યારપછી તેને માટીના આઠ લેથી લીંપે, લીંપીને તાપમાં સુકવે, જ્યારે તે તુંબડું અત્યંત સુકાય ત્યારે તાગ વિનાના અને ન તરી શકાય તેવા પુરુષપ્રમાણથી અધિક પાણીમાં તેને નાંખે, હે ગૌતમ! ખરેખર તે તુંબડું માટીના આઠ લેપ વડે ભારે થવાથી અને અધિક વજનવાળું હોવાથી પાણીના ઉપરના તળીઆને છોડી નીચે પૃથિવીને તળીએ જઈ બેસે? હા બેસે. હવે તે માટીના આઠ લેપનો ક્ષય થાય ત્યારે તે તુંબડું પૃથિવીના તળને છોડી પાણીના તળ ઉપર આવીને રહે? હા, રહે. એ પ્રમાણે હે ગૌતમ ! નિઃસંગપણાથી, નીરાગપણાથી અને ગતિના પરિણામથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે.
હે ભગવન્! બંધનનો છેદ થવાથી કમરહિત જીવની ગતિ શી રીતે સ્વીકારાય? હે ગૌતમ ! જેમ કોઈ એક વટાણાની શિંગ, મગની શિંગ, અડદની શિંગ, સિંબલીની શિંગ અને એરંડાનું ફલ તડકે મૂક્યા હોય અને સુકાય ત્યારે તે ફુટીને પૃથિવીની એક બાજુએ જાય; એ પ્રમાણે બંધનનો છેદ થવાથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. હે ભગવન્! નિરિધન થવાથી કર્મરહિત જીવની ગતિ શી રીતે સ્વીકારાય ? હે ગૌતમ !
ધનથી મુક્ત થવાથી કમરહિત જીવની ગતિ પ્રવર્તે છે. હે ભગવનું ! પૂર્વના પ્રયોગથી કર્મરહિત જીવની ગતિ શી રીતે સ્વીકારાય? હે ગૌતમ ! જેમ કોઈ એક ધનુષથી છૂટેલા બાણની ગતિ પ્રતિબન્ધ શિવાય લક્ષ્યના સન્મુખ પ્રવર્તે છે, તેમ હે ગૌતમ! પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે, હે ગૌતમ ! એ પ્રમાણેનિઃસંગતાથી, નીરાગતાથી, યાવતુ પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે.
[૩૩૪] હે ભગવન્! દુઃખી જીવ દુઃખથી વ્યાપ્ત બદ્ધ હોય કે અદુઃખી - દુઃખરહિત જીવ દુઃખથી વ્યાપ્ત હોય? હે ગૌતમ! દુઃખી જીવ દુઃખથી વ્યાપ્ત હોય, પણ દુઃખરહિત જીવ દુઃખથી વ્યાપ્ત ન હોય. હે ભગવન્! દુઃખી નારક દુઃખથી વ્યાપ્ત હોય કે અદુઃખી નારક દુઃખથી વ્યાપ્ત હોય? હે ગૌતમ! દુઃખી નારક દુઃખથી વ્યાપ્ત હોય, પણ દુખરહિત નારક દુઃખથી વ્યાપ્ત ન હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને વિષે દેડક કહેવો. એ પ્રમાણે પાંચ દંડક જાણવા- દુઃખી દુઃખથી વ્યાપ્ત છે, દુઃખી દુઃખને ગ્રહણ કરે છે, દુઃખી દુઃખને ઉદીરે છે, દુઃખી દુઃખને વેદે છે, દુઃખી દુઃખની નિર્જરા કરે છે.
[૩૩૫] હે ભગવન્! ઉપયોગ સિવાય ગમન કરતા, ઉભા રહેતા, બેસતા અને સૂતા, તેમજ ઉપયોગ સિવાય વસ્ત્ર, પાત્ર, કામ્બલ અને પ્રાદોંચ્છનક (રજોહરણ) ને ગ્રહણ કરતા ને મુકતા અનુગાર (સાધુ) ને હે ભગવન ! એયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે? હે ગૌતમ ! એયપિથિકી ક્રિયા ન લાગે, પણ સાંપરાયિકી ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org