________________
શતક-૭, ઉદ્દેસો-૨
૧૪૫
ગુણપ્રત્યાખ્યાન અને દેશમૂળગુણપ્રત્યાખ્યાન. હે ભગવન્ ! સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે કહ્યું છે; -સર્વ પ્રાણાતિપાતથી વિરામ પામવો, યાવત્ સર્વ પરિગ્રહથી વિરામ પામવો. હે ભગવન્ ! દેશમૂલગુણપ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? પાંચ પ્રકારે છે. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ યાવત્ સ્થૂળ પરિગ્રહ વિરમણ. હે ભગવન્ ! ઉત્તરગુણપ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! બે પ્રકારે કહ્યું છે; સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન અને દેશોત્તરગુણપ્રત્યાખ્યાન. હે ભગવન્ ! સર્વોત્ત૨ગુણ- પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! દશ પ્રકારે કહ્યું છે; તે આ પ્રમાણે
[૩૪૧] અનાગત, અતિક્રાન્ત, કોટિસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, કૃતપરિમાણ, નિરવશેષ, સંકેત, અદ્ધા પ્રત્યાખ્યાન; એ રીતે પ્રત્યાખ્યાન દશ પ્રકારે કહ્યું છે. હે ભગવન્ ! દેસોત્તરગુણપ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! દેસોત્તરગુણપ્રત્યાખ્યાન સાત પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે- દિગ્દત, ઉપભોગપરિભોગપરિમાણ, અનર્થĚવિરમણ, સામાયિક, દેશાવકાશિક, પોષધોપવાસ, અતિથિસંવિભાગ ને અપશ્ચિમમારણાન્તિક-સંલેખણાજોષણાઆરાધના.
[૩૪૩] હે ભગવન્ ! જીવો શું મૂલગુણપ્રત્યાખ્યાની, ઉત્તરગુણ- પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાની છે ? હે ગૌતમ ! જીવો તે ત્રણે છે. હે ભગવન્ ! નારક જીવો શું મૂલગુણપ્રત્યાખ્યાની છે ? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! નારકો મૂલગુણપ્રત્યાખ્યાની નથી, ઉત્તરગુણપ્રત્યાખ્યાની નથી, પણ અપ્રત્યાખ્યાની છે, એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય જીવો જાણવા. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જેમ જીવો કહ્યા તેમ જાણવા. વાનમંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો જેમ નારકો કહ્યા તેમ જાણવા. હે ભગવન્ ! મૂલગુણ- પ્રત્યાખ્યાની, ઉત્તરગુણપ્રત્યાખ્યાની, જીવોમાં અલ્પબહુત્વ કઈ રીતે ? મૂલગુણ પ્રત્યાખ્યાની સૌથી થોડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતગુણ છે.
હે ભગવન્ ! એ (પૂર્વે કહેલા) જીવોમાં પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! મૂલગુણપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ જીવો સર્વથી થોડા છે, ઉત્તરગુણપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. હે ભગવન્ ! જીવોમાં મૂલગુણપ્રત્યાખ્યાની વગેરે મનુષ્યોનો પ્રશ્ન. હે ગૌતમ ! મૂલગુણપ્રત્યાખ્યાનીમનુષ્યો સર્વથી થોડા છે, ઉત્તરગુણપ્રત્યાખ્યાનની મનુષ્યો સંખ્યાતગુણ છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્યો અસંખ્યગુણ છે. હે ભગવન્ ! શું જીવો સર્વમૂલગુણપ્રત્યાખ્યાની છે, દેશમૂલગુણપ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે ? હે ગૌતમ ! એ ત્રણે છે. ના૨કોનો પ્રશ્ન. હે ગૌતમ ! નારકો સર્વમૂલગુણપ્રત્યાખ્યાની નથી, દેશમૂલગુણપ્રત્યાખ્યાની નથી, પણ અપ્રત્યાખ્યાની છે. પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! પંચેન્દ્રિયતિર્યંચો સર્વમૂલગુણપ્રત્યાખ્યાની નથી, પણ દેશમૂલગુણપ્રત્યાખ્યાની છે અને અપ્રત્યાખ્યાની છે. જેમ જીવો કહ્યા તેમ મનુષ્યો જાણવા. જેમ નારકો કહ્યા તેમ વાનમંતર, જ્યોતિષ્ઠ અને વૈમાનિકો જાણવા.
હે ભગવન્ ! સર્વમૂલગુણપ્રત્યાખ્યાની, દેશભૂલગુણપ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? હે, ગૌતમ ! સર્વમૂલગુણપ્રત્યાખ્યાની જીવો સર્વથી થોડા છે, દેશભૂલગુણપ્રત્યાખ્યાની જીવો અસંખ્યગુણ છે,
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org