________________
શતક-દ, ઉસો-૭
૧૩૫ [૩૦૩-૩૦૬] હે ભગવન! એક એક મુહૂર્તના કેટલા ઉચ્છવાસાદ્ધા કહ્યા છે? હે ગૌતમ ! અસંય સમયના સમુદાયની સમિતિના સમાગમથી જેટલો કાળ થાય તે એક આવલિકા કહેવાય છે અને સંખેય આવલિકાનો એક ઉચ્છવાસ, સંખેય આવલિકાનો એક નિઃશ્વાસ, ‘તુષ્ટ' અનવકલ્પ-ઘડપણ વિનાના અને વ્યાધિરહિત એક જંતુનો એક ઉચ્છવાસ અને નિઃશ્વાસ તે એક પ્રાણ, “સાત પ્રાણ તે સ્તોક, સાત સ્તોક તે લવ, ૭૭ લવ, તે એક મુહૂર્ત, ૩૭૭૩ ઉઠુવાસ, એ એક મુહૂર્ત, એમ અનંતજ્ઞાનીઓએ દીઠું છે.' એ મુહૂર્ત પ્રમાણે ત્રીશ મુહૂર્તનો એક અહોરાત્ર થાય. પંદર અહોરાત્રનો એક પક્ષે. બે પક્ષનો એક માસ બે માસની એક ઋતું અને ત્રણ ઋતુનું એક અયન બે અયનનું એક સંવત્સર પાંચ સંવત્સરનો એક યુગ, નો વીશ યુગમાં 100 વરસ થાય છે દશસો વરસનાં એકહજાર વર્ષ. સોહજાર વર્ષના એક લાખ વરસ, ચોરાસી લાખ વર્ષ તે એક પૂવગ, ચોરાસી લાખ પૂવગ, તે એક પૂર્વ એ પ્રમાણે ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ અવવ, હૂહૂઆંગ, હૂહ, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પા, નલિનાંગ, નલિન, અથનિઉ- રાંગ. અર્થનિરિ, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિક; અહિં સુધી ગણિત છે ત્યારબાદ ઔપમિક એટલે અમુક સંખ્યાવડે નહિ પણ માત્ર ઉપમાવડે જે જણાવી-જાણી શકાય એવો કાળ છે. હે ભગવન્! તે ઔપમિક શું કહેવાય? હે ગૌતમ! તે ઔપમિક બે પ્રકારનું કહ્યું છે, એક પલ્યોપમ અને બીજું સાગરોપમ.
[૩૦૮-૩૦૯] હે ભગવન્! પલ્યોપમ તે શું કહેવાય? અને સાગરોપમ તે શું કહેવાય? હે ગૌતમ! “સુતીક્ષ્ણશસ્ત્ર વડે પણ જેને છેદી, ભેદી ન શકાય, તે પરમ અણુને કેવલિઓ સર્વ પ્રમાણોની આદિભૂત પ્રમાણ કહે છે અનંત પરમાણુઓના સમુદાયની સમિતિઓના સમાગમવડે તે એક ઉચ્છલક્ષ્મશ્લેક્સિકા, ઊર્ધ્વરિણ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, શિક્ષા, યૂકા, યવમધ્ય અને અંગુલ થાય છે, જ્યારે આઠ ઉર્ફીલક્ષ્મશ્લણિકા ની એક શ્લષ્ણશ્લ- હ્નિકા થાય, આઠ ગ્લષ્ણશ્લણિકા એક ઊધ્વરિણ: આઠ ઊર્ધ્વરિણ નો એક ત્રસરણ, આઠ ત્રસરેણુ નો એક રથરેણુ અને આઠ રથરેણું મનો દેવકુરના અને ઉત્તરકુરના મનુષ્યોનું એક વાલાગ્ર થાય છે. એ પ્રમાણે નો આઠ વાલાગ્ર નો હરિવર્ષના અને રમ્યનાં મનુષ્યનો એક વાલા, હરિવર્ષના અને રમ્યકના મનુષ્યનાં આઠ વાલાગ્ર તે હૈમવતના અને એરવતના મનુષ્યનો એક વાલાઝ અને હૈમવતના અને એરવતના મનુષ્યનાં આઠ વાલાગ્ર તે પૂવવદેહના મનુષ્યનો એક વાલાઝ, પૂર્વવિદેહના મનુષ્યોનાં આઠ વાલાગ્ર તે એક લિક્ષા, આઠ લિક્ષા તે એક યૂવા, આઠ યૂવા તે એક યવમધ્ય આઠ યવમધ્ય તે એક અંગુલ, છ અંગુલનો એક પાદ, બાર અંગુલની એક વિતતિ-વેંત ચોવીસ અંગુલની એક રત્નિ-હાથ અડતાલીશ અંગુલનીએક કુક્ષિ, છ— અંગુલનો એક દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અથવા મુસલ થાય, બેહજાર ધનુષ્યનો એક ગાઉ થાય, ચાર ગાઉનો એક યોજન થાય, એ યોજનના પ્રમાણે જે પલ્ય, આયામવડે અને વિખંભવડે એક યોજન હોય, ઉંચાઈમાં એક યોજન હોય અને જેનો પરિધિ સવિશેષત્રણ યોજન હોય, તે પલ્યમાં એક દિવસનાં ઉગેલા, બે દિવસના ઉગેલા, ત્રણ દિવસનાં ઉગેલા અને વધારેમાં વધારે સાત રાતના ઉગેલા ક્રોડો વાલાઝો, કાંઠા સુધી ભર્યા હોય, સંનિચિત કર્યા હોય, ખૂબ ભય હોય અને તે વાલાઝો એવી રીતે ભય હોય કે જેને અગ્નિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org