________________
૧૩૬
ભગવઇ - ૬/-/૭/૩૦૯
ન બાળે, વાયુ ન હરે, જેઓ કોહાઇ ન જાય, નાશ ન પામે અને જેઓ કોઇ દિવસ સડે નહિં, ત્યારબાદ તે પ્રકારે વાલાગ્રના ભરેલા તે પલ્યમાંથી સો સો વચ્ચે એક એક વાલાગ્નને કાઢવામાં આવે, એવી રીતે જ્યારે-જેટલે કાળે નિરજ થાય, નિર્મલ થાય, નિષ્ઠિત થાય, નિર્લેપ થાય, અપહત્ થાય અને વિશુદ્ધ થાય ત્યારે તે કાળ પલ્યોપમકાળ કહેવાય.
[૩૧૦-૩૧૧] એવા કોટાકોટી પલ્યોપમને જ્યારે દસગણા કરી ત્યારે તે કાળનું પ્રમાણ, એક સાગરોપમ થાય છે.' એ સાગરોપમ પ્રમાણે ચાર કોડાકોડિ સાગરોપમ કાળ તે એક સુષમસુષમા કહેવાય, ત્રણ કોડાકોડી સાગરોપમ કાળ તે એક સુષમા કહેવાય, કોડાકોડિ સાગરોપમ કાળ તે એક સુષમદુઃષમા કહેવાય, જેમાં બેંતાળીશ હજાર વરસ ઊણાં છે એવો એક કોડાકોડ સાગરોપમ કાળ તે એક દુષમસુષમા કહેવાય, એકવીશહજાર વરસ કાળ તે દુઃષમા કહેવાય,એકવીશહજાર વર્ષ, કાળ તે દુઃષ- મદુઃષમા કહેવાય, વળી પણ ઉત્સર્પિણીમાં એકવીશહજાર વરસ કાળ તે દુઃષમદુઃષમા કહેવાય, એકવીશહજાર વરસ યાવત્ ચાર કોડાકોડી સાગરોપમ કાલ તે સુષમસુષમા, દસ કોડાકોડી સાગરોપમ કાળ તે અવસર્પિણીકાળ, દસ કોડાકોડી સાગરોપમ કાળ તે ઉત્સર્પિણી કાળ અને વીશ કોડાકોડી સાગરોપમ કાળ તે અવસર્પિણી અને ઉત્સર્પિણી.
[૩૧૨] હે ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ઉત્તમાર્થ પ્રાપ્ત આ અવસર્પિહૈ ણીમાં-સુષમસુષમા કાળમાં ભારત વર્ષના કેવા આકાર ભાવપ્રતયવતાર-આકારોના અને પદાર્થોના આવિર્ભાવો હતા ? હે ગૌતમ ! ભૂમિભાગ બહુસમ હોવાથી રમણીય હતો, તે આલિંગપુષ્કર-મુરજના મુખનું પુટ હોય તેવો ભારતવર્ષનો ભૂમિભાગ હતો, એ પ્રમાણે અહિં ભારતવર્ષ પરત્વે ઉત્તરકુરુની વક્તવ્યતા જાણવી યાવત્ બેસે છે, સુવે છે, તે કાળમાં ભારતવર્ષમાં તે તે દેશોમાં ત્યાં ત્યાં સ્થળે ઘણા મોટા ઉદ્ઘાલક યાવત્ કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂલો યાવત્ છ પ્રકારના માણસો હતા, તે જેમકે, પદ્મ સમાન ગંધવાળા, કસ્તૂરી સમાન ગંધવાળા, મમત્વ વિનાના, તેજસ્વી અને રૂપાળા, સહનશીલ તથા શઐશ્વારી-ઉતાવળ વિનાના એ પ્રમાણે છ પ્રકારના મનુષ્યો હતા. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે એમ કહી યાવત્ વિહરે છે.
[શતકઃ ૬ -ઉદ્દેસાઃ ૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ] -:ઉદ્દેશક ૮ઃ
[૩૧૩] હે ભગવન્ ! કેટલી પૃથિવીઓ કહી છે ? હે ગૌતમ ! આઠ પૃથિવીઓ કહી છે, તે જેમકે, રત્નપ્રભા યાવત્ ઈષત્પ્રાક્ભારા. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીની નીચે ગૃહો કે ગૃહાપણો છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીની નીચે ગ્રામો યાવત્ સંનિવેશો છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીની નીચે મોટા મેઘો સંસ્વેદે છે, સમ્પૂછે છે, વરસાદ વરસે છે ? હા, વરસે છે, તે વરસાદને દેવ પણ કરે છે, અસુર પણ કરે છે, નાગ પણ કરે છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીમાં બાદર સ્તનિત શબ્દો છે ? હે ગૌતમ ! હા, તે શબ્દને ત્રણે પણ કરે છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીમાં નીચે બાદર અગ્નિકાય છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, અને એ નિષેધ વિગ્રહગતિસમાપન્નક જીવો સિવાય બીજા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org