________________
શતક-૩, ઉદેસો-ર
૮૩ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવો ધાર્યો હતો યાવતુ-આપ દેવાનુપ્રિયાનું ભલું થાઓ કે જેના પ્રભાવે હું કલેશ પામ્યા સિવાય યાવતુવિહરું છું. તો દેવાનુપ્રિય ! હું તે સંબંધે આપની પાસે ક્ષમા માગું છું યાવતુ એમ કહી તે ઈશાનખૂણામે ચાલ્યો ગયો યાવત્ તેણે બત્રીસ જાતનો નાટ્યવિધિ દેખાડ્યો અને પછી તે, જે દિશામાંથી આવ્યો હતો, તેજ દિશામાં પાછો ચાલ્યો ગયો. હે ગૌતમ! અસુરેંદ્ર, અસુરરાજ ચમરે તે દિવ્ય દેવદ્ધિ એ પ્રમાણે લબ્ધ કરી, પ્રાપ્ત કરી અને યાવતુ-સામે આણી. તે ચમરેંદ્રની આવરદા સાગરોપમની છે અને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો નાશ કરશે.
[૧૭૭] હે ભગવન્! અસુરકુમાર દેવો યાવતું સૌધર્મકલ્પસુધી ઉંચે જાય છે તેનું શું કારણ? હે ગૌતમ ! તે તાજા ઉત્પન્ન થએલ કે મરવાની તૈયારીવાળા દેવોને આ એ પ્રકારનો આધ્યાત્મિક યાવતુ-સંકલ્પ ઉત્પન્ન થાય છે કે, અહો ! અમે દિવ્ય દેવદ્ધિ લબ્ધ કરી છે. પ્રાપ્ત કરી છે અને સામે આણી છે. જેવી દિવ્ય દેવદ્ધિ અમે સામે આણી છે, તેવી દિવ્ય દેવદ્ધિ દેવેંદ્ર, દેવરાજ શકે પણ યાવતુ-સામે આણી છે અને જેવી દિવ્ય દેવદ્ધિ દેવેંદ્ર, દેવરાજ શકે સામી આણી છે તેવીજ દિવ્ય દેવઋદ્ધિ અમે પણ સામે આણી છે. તો જઇએ અને તે દેવેંદ્ર, દેવરાજ શક્રની પાસે પ્રકટ થઇએ અને તે દેવેંદ્ર, દેવરાજે સામે આણેલી દિવ્ય દેવઋદ્ધિને આપણે જોઇએ તથા દેવેંદ્ર, દેવરાજ શકે અમે સામે આણેલી દિવ્ય દેવદ્ધિને જુએ. વળી દેવેંદ્ર, દેવરાજ શકે સામે આણેલી દિવ્ય દેવઋદ્ધિને આપણે જાણીએ અને દેવેંદ્ર, દેવરાજ શકે પણ સામે યાવતુ દિવ્ય દેવદ્ધિને જાણે. હે ગૌતમ ! એ કારણને લઈને અસુરકુમાર દેવો યાવતુ-સૌધર્મકલ્પસુધી ઉંચે જાય છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. [શતકઃ૩-ના ઉદેસાઃ રાની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂણી |
(- ઉદ્દેશકઃ -) [૧૭૮] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. વાવ-સભા ધર્મકથા શ્રવણ કરીને પાછી ગઇ. તે કાળે તે સમયે વાવતુ-ભગવંતના મંડિતપુત્ર નામના ભદ્રસ્વભાવવાળા શિષ્ય યાવતુ-પપાસના કરતાં આ પ્રમાણે બોલ્યા :
હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે મડિતપુત્ર ! ક્રિયાઓ પાંચ પ્રકારની કહી છે. કાયિકી. અધિકરણિકી. પ્રાષિકી. પારિતાપનિકી. અને પ્રાણાતિ- પાતક્રિયા. હે ભગવન! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે મંડિતપુત્ર ! કાયિકી ક્રિયા બે પ્રકારની કહી છે. અનુપરતકામક્રિયા અને દુષ્પયુક્તકાયકિયા. આધિકરણિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે મંડિતપુત્ર ! આધિકરણિકી ક્રિયા બે પ્રકારની કહી છે :સંયોજનાધિકરણક્રિયા અને નિવર્સનાધિકરણક્રિયા. હે ભગવન્! પ્રàષિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે ? હું મંડિતપુત્ર ! પ્રાપ્લેષિકીક્રિયા બે પ્રકારની કહી છે. જીવપ્રાપ્લેષિકિક્રિયા અને અજીવપ્રાષિકક્રિયાહે ભગવન ! પારિતાપનિક ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે મંડિતપુત્ર ! પારિતાપનિકી ક્રિયા બે પ્રકારની કહી છે:- સ્વહસ્ત પારિતાપનિકી અને પરહસ્તપારિતાપનિકી. હે ભગવન્! પ્રાણતિપાત ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે મંડિતપુત્ર ! પ્રાણાતિપાત કિયા બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે :સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા અને પરહસ્તપ્રાણાતિ- પાતક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org