________________
૮૪
ભગવઈ - ૭-૩/૧૭૮ [૧૭૯] હે ભગવન્! પહેલાં ક્રિયા થાય અને પછી વેદના થાય કે પહેલાં વેદના થાય અને પછી ક્રિયા થાય ? હે મંડિતપુત્ર! પહેલાં ક્રિયા થાય અને પછી વેદના થાય, પણ પહેલાં વેદના થાય અને પછી ક્રિયા થાય' એમ ન બને.
[૧૮૦ હે ભગવન્! શ્રમણ નિગ્રંથોને ક્રિયા હોય ! હે મંડિતપુત્ર ! હા હોય. હે ભગવન્! શ્રમણ નિગ્રંથોને કેવી રીતે ક્રિયા હોય ? હે મંડિતપુત્ર ! પ્રમાદને લીધે અને યોગના-શરીરાદિકની પ્રવૃત્તિ નિમિત્તે શ્રમણ નિગ્રંથોને પણ ક્રિયાઓ હોય છે.
[૧૮૧] હે ભગવન! જીવ, હંમેશાં માપપૂર્વક કંપે છે. વિવિધ રીતે કરે છે. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે, સ્પંદન ક્રિયા કરે છે, બધી દિશાઓમાં જાય છે, ક્ષોભ પામે છે, પ્રબળતાપૂર્વક પ્રેરણા કરે છે અને તે તે ભાવને પરિણમે છે? હે મંડિતપુત્ર ! હા, જીવ હમેશાં માપપૂર્વક કંપે છે, અને તે તે ભાવને પરિણમે છે. હે ભગવન! જ્યાંસુધી તે જીવ. હંમેશાં માપપૂર્વક કંપે છે તે તે ભાવને પરિણમે છે, ત્યાંસુધી તે જીવની મરણ સમયે અંતક્રિયા- તેની મુક્તિ થાય ? હે મંડિતપુત્ર! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ કહેવાનું શું કારણ? હે મંડિતપુત્ર! જ્યાં સુધી તે જીવ, હંમેશાં માપપૂર્વક કંપે છે યાવતુતે તે ભાવને પરિણમે છે ત્યાંસુધી તે જીવ, આરંભ કરે છે, સંરંભ કરે છે, સમારંભ કરે છે, આરંભમાં વર્તે છે, સંરંભમાં વર્તે છે, સમારંભમાં વર્તે છે અને તે આરંભ કરતો, સંરંભ કરતો, સમારંભ કરતો તથા આરંભમાં વર્તતો, સંરંભમાં વર્તતો અને સમારંભમાં વર્તતો જીવ, ઘણા પ્રાણોને, ભૂતોને, જીવોને અને સત્ત્વોને દુખ પમાડવામાં, શોક કરાવવામાં, ઝૂરાવવામાં ટિપાવવામાં, પિટાવવામાં ત્રાસ પમાડવામાં અને પરિતાપ કરાવવામાં વર્તે છે. તે કારણે એમ કહ્યું કે, જ્યાં સુધી તે જીવ, માપપૂર્વક કંપે છે યાવતુ-તે તે ભાવને પરિણમે છે ત્યાં સુધી તે જીવની મરણ સમયે મુક્તિ ન થાય.
હે ભગવન્! જીવ, હંમેશા સમિત ન કંપે અને યાવતુ- તે તે ભાવને ન પરિણમે? અર્થાત્ જીવ નિષ્ક્રિય પણ હોય? હે મંડિતપુત્ર ! હા, જીવ હંમેશાં સમિત ન કંપે અને યાવતુ- તે તે ભાવને ન પરિણમે અર્થાત્ જીવ નિષ્ક્રિય હોય. હે ભગવન્! જ્યાં સુધી તે જીવ, ન કંપે યાવતુ-તે તે ભાવને ન પરિણમે ત્યાં સુધી તે જીવની મરણ સમયે મુક્તિ થાય? હે મંડિતપુત્ર ! હા, એવા જીવની મુક્તિ થાય. હે ભગવન્! તેનું શું કારણ? હે મંડિતપુત્ર ! જ્યાં સુધી તે જીવ, હમેશાં સમિત ન કંપે યાવતુ-તે તે ભાવને ન પરિણમે ત્યાંસુધી તે જીવ. આરંભ કરતો નથી, સંરંભ કરતો નથી, સમારંભ કરતો નથી, આરંભમાં વર્તતો નથી, સંરંભમાં વર્તતો નથી, સમારંભમાં વર્તતો નથી અને તે આરંભ ન કરતો, સંરંભ ન કરતો, સમારંભ ન કરતો, તથા આરંભમાં ન વર્તતો નથી, સમારંભમાં ન વર્તતો, જીવ બહુ પ્રાણોને, ભૂતોને, જીવોને અને સત્ત્વોને દુઃખ પમાડવામાં નિમિત્ત થતો નથી. જેમ કોઈ કોઈ એક પુરષ હોય અને તે સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે. તો હે મંડિતપુત્ર! અગ્નિમાં નાખ્યો કે તુરતજ તે સૂકા ઘાસનો પૂળો બળી જાય, એ ખરું કે નહીં? હા, તે બળી જાય. વળી જેમ કોઈ એક પુરુષ હોય, અને તે, પાણીના ટીપાને તપેલા લોઢાના કડાયા ઉપર નાખે. તો હે મંડિતપુત્ર! તપેલા લોઢાના કડાયા ઉપર નાખ્યું કે તુરતજ તે તે પાણુંનુબીંદુ નાશ પામે, એ ખરું કે નહિ? હા, તે નાશ પામી જાય.
પછી જેમ કોઈ એક ઝરો હોય પાણીથી ભરેલો હોય, પાણીથી છલોછલ ભરેલો હોય, પાણીથી છલકાતો હોય, પાણીથી વધતો હોય, તથા ભરેલ ઘડાની પેઠે બધે સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org