________________
૧૨૯
- -
-
-
-
-
નો
છે
શતક-૬, ઉદેસી-૪ ભાંગા જાણવા, આહારક શરીરમાં જીવ અને મનુષ્યમાં છ ભાંગા જાણવા, જેમ ઔધિક કહ્યા તેમ તૈજસ અને કાર્પણ જાણવા. અશરીરી-અને સિદ્ધ માટે ત્રણ ભાંગા જાણવા. આહાર- પતિમાં, શરીરપર્યાપ્તિમાં, ઈન્દ્રિયાયપ્તિમાં અને આ પ્રાણપયપ્તિમાં જીવ અને એકેન્દ્રિય વર્જી ત્રણ ભાંગા જાણવા. જેમ સંજ્ઞી જીવો કહ્યા તેમ ભાષા અને મનઃપયપ્તિ સંબંધે જાણવું. જેમ અનાહારક જીવો કહ્યા તેમ આહાર પતિ વિનાના જીવો વિષે સમજવું. શરીરની અપયપ્તિમાં, ઈદ્રિયની અપર્યાપ્તિમાં અને આણપ્રાણની અપયપ્તિમાં જીવ અને એકેંદ્રિય વર્જી ત્રણ ભાંગા જાણવા. નૈરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા. ભાષાની અપર્યાપ્તિમાં અને મનની અપતિમાં જીવાદિક ત્રણ ભાંગા જાણવા. નરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા.
| [૨૮૭ સપ્રદેશો, આહારક, ભવ્ય, સંશી, વેશ્યા, વૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પતિ એ દ્વારો છે.
[૨૮૮] હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાની છે? અપ્રત્યાખ્યાની છે? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે ? હે ગૌતમ ! જીવો પ્રત્યાખ્યાની પણ છે, અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન પણ છે. એ પ્રમાણે બધા જીવો માટે પ્રશ્ન કરવો ? હે ગૌતમ ! નરયિકો અપ્રત્યાખ્યાની છે, એ પ્રમાણે યાવતુ ચઉરિંદ્રિય સુધીના જીવો અપ્રત્યાખ્યાની કહેવા પંચેન્દ્રિયતિર્યંચયોનિકો પ્રત્યાખ્યાની નથી પણ અપ્રત્યાખ્યાની છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે અને મનુષ્યોને ત્રણે ભાંગા હોય છે તથા બાકીના જીવો, જેમ નૈરયિકો કહ્યા તેમ કહેવા. હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનને જાણે છે અપ્રત્યાખાનને જાણે છે ? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને જાણે છે ? હે ગૌતમ ! જે પચેંદ્રિયો છે તે ત્રણેને જાણે છે, બાકીના જીવો પ્રત્યાખ્યાનને જાણતા નથી. અપ્રત્યાખ્યાનને જાણતા નથી હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનને કરે છે? અપ્રત્યાખ્યાનને કરે છે? કે પ્રત્યા
ખ્યાના- પ્રત્યાખ્યાનને કરે છે ? હે ગૌતમ ! જેમ ઔધિક દંડક કહ્યો તેમ પ્રત્યાખ્યાનની ક્રિયા- પણ જાણી લેવી હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનથી નિર્વતિત આયુષ્યવાળા છે અપ્રત્યાખ્યા- નથી બંધાય છે? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી બંધાય છે ? હે ગૌતમ ! જીવો અને વૈમાનિકો પ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે, ત્રણે પણ છે અપ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે અને બાકીના અપ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે.
[૨૮૮-૨૯૦) પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને જાણે, (પ્રત્યાખ્યાનને) કરે. ત્રણેને (જાણે અને કરે) આયુષ્યની નિવૃત્તિ, સપ્રદેશ ઉદ્દેશમાં એ ચાર દંડકો છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ વિહરે છે. શતક-ઉદ્દેસા:૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ |
(- ઉદ્દેશકઃ -) [૨૯૧] હે ભગવન્! આ તમસ્કાય શું કહેવાય? શું પૃથિવી સમસ્કાય એ પ્રમાણે કહેવાય? શું પાણી તમસ્કાય એ પ્રમાણે કહેવાય? હે ગૌતમ ! પૃથિવી, તમસ્કાય' એ પ્રમાણે ન કહેવાય, પણ પાણી, ‘તમસ્કાય' એ પ્રમાણે કહેવાય. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ! કેટલોક પૃથિવીકાય એવો શુભ છે, જે દેશને. ભાગને પ્રકાશિત કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org