________________
શતક-૫, ઉદેસો-૧
[૨૧] તે કાળે, તે સમયે ચંપા નામની રાજધાનીની નગરી હતી, તે ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર નામનું ચેત્ય હતું. ત્યાં સ્વામી (શ્રીવીર) પધાર્યા અને યાવતુ-સભા ગામની બહાર નીકળી. તે કાલે, તે સમયે, શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય-ગૌતમ ગોત્રના-ઈદ્રભૂતે નામના અનગાર યાવતુ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં સૂય ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં આથમે છે? નૈઋત ખૂણામાં ઉગીને વાયવ્ય ખૂણામાં આથમે છે? અને વાયવ્ય ખૂણામાં ઉગીને ઈશાન ખૂણામાં આથમે છે? હે ગૌતમ ! હા, એજ રીતે સૂર્યનું ઉગવું અને આથમવું થાય છે.જંબૂદીપ નામના દ્વીપમાં સૂય ઉત્તર અને પૂર્વ-ઈશાન ખૂણામાં ઉગીને યાવતુ-ઈશાન ખૂણામાં આથમે છે.
' હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે રાત્રિ હોય છે? હે ગૌતમ! હા, એજ રીતે હોય છે. જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાધમાં પણ દિવસ હોય છે ત્યારે યાવતુ-રાત્રી હોય છે. હે ભગવન્! જ્યારે જેબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે દિવસ હોય છે ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દક્ષિણે રાત્રી હોય છે? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે. જ્યારે જેબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે દિવસ હોય છે ત્યારે વાવતુ-રાત્રી હોય છે. હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ વધારેમાં વધારે મોટો અઢાર મુહુર્તનો દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં સૌથી મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પૂર્વ પશ્ચિમે નાનામાં નાની બારમુહૂર્તની રાત્રી હોય છે?હે ગૌતમીહા,એજ રીતે હોય છે-જંબૂદ્વીપમાં યાવતુ-બારમુહૂર્તની રાત્રી હોય છે.
: [૨૧૭ હે ભગવન્! જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે મોટામાં મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં પશ્ચિમે પણ મોટામાં મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે મોટામાં મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે તે ભગવન્! જબૂદ્વીપમાં ઉત્તરાર્ધમાં નાનામાં નાની બાર મુહૂર્તની રાત્રી હોય છે ? હે ગૌતમ ! હા, એજ રીતે યાવતુ હોય છે. હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્ત કરતાં કાંઈક ઊણો-મુહૂર્તાનન્તર-દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તાનન્તર દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂતનિત્તર દિવસ હોય છે ત્યારે જેબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે બાર મુહૂર્ત કરતાં કાંઈક વધારે લાંબી રાત્રી હોય છે? હે ગૌતમ! હા, એજ રીતે હોય છે- હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે અઢાર મુહૂતનત્તર દિવસ હોય છે ત્યારે પશ્ચિમે અઢાર મુહૂનત્તર દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે અઢાર મુહૂતનિત્તર દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદિર પર્વતની ઉત્તર દક્ષિણે બાર મુહૂર્ત કરતાં કાંઈક વધારે લાંબી રાત્રી હોય છે? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે.
એ પ્રમાણે એ ક્રમવડે દિવસનું માપ ઓછું કરવું અને રાત્રીનું માપ વધારવું, જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય. જ્યારે સત્તર મુહૂર્ત કરતાં કાંઈક ઓછો લાંબો-દિવસ હોય ત્યારે તેર મુહૂર્ત કરતાં કાંઈક વધારે-લાંબી-રાત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org