________________
૧૨૦
ભગવઈ -પ-૯૪ર૬૬ મનુષ્યલોકમાં છે, તેઓનું પ્રમાણ અહિં છે, અને તેઓને અહિં એ પ્રમાણે જણાય છે, તે હેતુથી યાવતુ નૈરયિકોને એ પ્રમાણે જણાતું નથી, એ પ્રમાણે યાવતુ પંચેદ્રિયતિર્યંચ યોનિકો માટે સમજવું. હે ભગવન્! અહિં મર્યલોકમાં ગએલા રહેલા મનુષ્યોને એ પ્રમાણે જ્ઞાન છે, તે જેમકે, સમયો યાવતુ અવસર્પિણીઓ ? હે ગૌતમ ! એ પ્રમાણે જ્ઞાન છે. તે ક્યાં હેતુથી ? હે ગૌતમ ! અહિં તે સમયાદિનું માન અને પ્રમાણ છે માટે એ પ્રમાણે જ્ઞાન છે. તે જેમકે. સમયો યાવત અવસર્પિણીઓ-તે હેતુ થી તેમ છે. જેમ નૈરયિકોને માટે કહ્યું તેમ વાનભંતર જ્યોતિષિક અને વૈમાનિક માટે સમજવું.
[૨૬૭]તેકાલે, તે સમયે શ્રીપાર્શ્વનાથ ભગવંતના અપત્યશિષ્ય સ્થવિર ભગવંત, જ્યાં શ્રમણભગવંતમહાવીર છે ત્યાં આવે છે, આવી શ્રમણ ભગવંત મહાવીરની દૂર સામે બેસી બોલ્યા- હે ભગવન્! અસંખ્ય લોકમાં અનંતરાત્રિ દિવસ ઉત્પન્ન થયાં ? ઉત્પન્ન થાય છે? કે ઉત્પન્ન થશે?અને નષ્ટ થયાં? નષ્ટ થાય છે?કે નષ્ટ થશે? કે નિયત પરિમાણવાળા રાત્રિદિવસો ઉત્પન્ન થયાં? થાય છે? કે થશે? અને નષ્ટ થયાં? નષ્ટ થાય છે? હા, આર્ય! અસંખ્ય લોકમાં અનંત રાત્રિ દિવસો વગેરે તેમજ છે.
હે ભગવન્! તે ક્યા હેતુથી યાવતુ નષ્ટ થશે ? હે આર્ય! તે નિશ્ચયપૂર્વક છે કે, આપના (ગુરુસ્વરૂપ) પુરુષાદ્ધાનીય પુરુષોમાં ગ્રાહ્ય પાર્શ્વ અહિતે લોકને શાશ્વત કહ્યો છે, તેમજ અનાદિ, અનવદમ્ર અનંત, પરિમિત, અલોકવડે પરિવૃત, નીચે વિસ્તીર્ણ, વચ્ચે સાંકડો, ઉપર વિશાલ, નીચે પલ્હેકના આકારનો, વચ્ચે ઉત્તમ વજના આકારવાળો અને ઉપર, ઉંચા ઉભા મૃદંગના આકાર જેવો લોકને કહ્યો છે તેવા પ્રકારના શાશ્વત, અનાદિ, અનંત, પરિત્ત, પરિવત, નીચે વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પર્ઘકાકારે સ્થિત, વચ્ચે વજસમાન શરીરવાળા અને ઉપર ઉભા મૃદંગના આકારે સંસ્થિત એવા લોકમાં અનંતા જીવધનો ઉપજી ઉપજીને નાશ પામે છે અને પરિત્ત નિયત અસંખ્ય જીવઘનો પણ ઉપજી ઉપજીને નાશ પામે છે તે લોક, ભૂત છે, ઉત્પન છે, વિગત છે, પરિણત છે. કારણ કે, તે અજીવો દ્વારા લોકાય છે નિશ્ચિત થાય છે, અધિક નિશ્ચિત થાય છે માટે જે પ્રમાણથી લોકાય જણાય તે લોક કહેવાય? હા, ભગવન્! તે હેતુથી હે આર્યો ! એમ કહેવાય છે કે, અસંખ્યય લોકમાં તેજ કહેવું. ત્યારથી માંડી તે પાર્શ્વજિનના શિષ્ય સ્થવિર ભગવંતો શ્રવણભગવંતમહાવીરને “સર્વજ્ઞ’ એ પ્રમાણે પ્રત્યભિ જાણે છે, ત્યારબાદ તે સ્થવિર ભગવંતો શ્રમણ ભગવંત મહાવીરને વંદે છે, નમે છે, વંદી, નમી એમ બોલ્યા કે. હે ભગવન્! તમારી પાસે, ચાતુમિ ધર્મને મૂકી પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રતોને સ્વીકારી વિહરવા ઈચ્છીએ છીએ. હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો. ત્યારે તે પાશ્વજિનના શિષ્ય સ્થવિર ભગવંતો યાવતું સર્વદુઃખથી પ્રહીણ થયા અને કેટલાક દેવલોકમાં ઉત્પન્ન થયા.
૨૬૮] હે ભગવન્! કેટલા પ્રકારના દેવલોક કહ્યા છે? હે ગૌતમ! ચાર પ્રકારના દેવલોક કહ્યા છે તે જેમકે, ભવનવાસી, વનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક એમ ચાર ભેદ વડે - તેમાં ભવનવાસી દસ પ્રકારના છે, વાનવ્યંતરો આઠ પ્રકારના છે, જ્યોતિષિકો પાંચ પ્રકારના છે, અને વૈમાનિકો બે પ્રકારના છે.
[૨૬૯-૨૭૦] રાજગૃહ એ શું? દિવસે ઉદૂઘોત અને રાત્રીએ અંધકાર કેમ ? સમય વિગેરે કાળની સમજણ કયા જીવોને હોય છે અને ક્યાં જીવોને નથી હોતી? રાત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org