________________
શતક-૬,
ઉદ્દેસો-૧
હે ગૌતમ ! જેણે પ્રતિમાને પ્રાપ્ત કરી છે એવો મહાવેદનાવાળો અને મહાનિર્જરાવાળો છે, છઠ્ઠી, સાતમીપૃથિવીમાં રહેનારા નૈયિકો મોટી વેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે, શૈલેશીપ્રાપ્ત અનગાર અલ્પવેદનાવાળો, મોટી નિર્જરાવાળો છે અનુત્તરૌપપાતિક દેવો અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરા- વાળા છે. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, મહાદેવના, કર્દમથી અને ખંજનથી કરેલું રંગેલું વસ્ત્ર, અધિકરણી એરણ, તૃણનો પૂળો, લોઢાનો ગોળો, કરણ અને મહાવેદનાવાળા જીવો. તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે.
[શતક ઃ ૬ - ઉદ્દેસોઃ ૧ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ] -- ઉદ્દેશક ૨ઃ
[૨૭૭] રાજગૃહ નગર યાવત્ એ પ્રમાણે બોલ્યા આહાર ઉદ્દેશક, જે ‘પ્રજ્ઞાપના’ સૂત્રમાં કહ્યો છે તે બધો અહિં જાણવો. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, એમ કહી યાવત્ વિહરે છે.
શતકઃ ૬ - ઉદ્દેસોઃ ૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ -: ઉદ્દેશક ૩ઃ
૧૨૩
[૨૭૮-૨૭૯] બહુકર્મ, વસ્ત્રમાં પુદ્ગલો પ્રયોગથી અને સ્વાભાવિકરીતે, આદિસહિત, કર્મસ્થિતિ, સ્ત્રી, સંયત, સમ્યગ્દષ્ટિ, સંજ્ઞી, ભવ્ય, દર્શન, પર્યાપ્ત, ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, આહારક, સૂક્ષ્મ, ચરમ, બંધ, અને અલ્પબહુત્વ; આટલા વિષયો આ ઉદ્દેશમાં કહેવાશે.
[૨૮૦]હે ભગવન્ ! તે નક્કી છે કે,મહાકર્મવાળાને, મહાક્રિયાવાળાને મહાઆશ્રવાળાને અને મહાવેદનાવાળાને સર્વથી સર્વ દિશાઓથી સર્વ પ્રકારે પુદ્ગલોનો બંધ થાય ? સર્વથી પુદ્ગલોનો ચય થાય ? સર્વથી પુદ્ગલોનો ઉપચય થાય ? હમેશાં નિરંતર પુદ્ગલોનો બંધ થાય, હમેશાં નિરંતર પુદ્ગલોનો ચય થાયકે હમેશાં નિરંતર પુદ્ગલોનો ઉપચય થાય ? અને તેનો આત્મા, હમેશાં નિરંતર દુરુપપણે, દુર્વર્ણપણે, દુર્ગંધપણે, દૂરસપણે, દુઃસ્પર્શપણે, અનિષ્ટપણે, અકાંતપણે, અમનોજ્ઞપણે, અમનામ- પણે-મનથી સંભારી પણ ન શકાય એ સ્થિતિએ, અનીપ્સિતપણે-અભિધ્ધિતપણે-જે સ્થિતિને પ્રાપ્ત ક૨વાનો લોભ પણ ન થાય તે સ્થિતિપણે, જઘન્યપણે, અનૂધવપણે, દુઃખપણે અને અસુખપણે વારંવાર પરિણમે છે ? હા, ગૌતમ ! મહાકર્મવાળા માટે તેજ પ્રમાણે છે. હે ભગવન્ ! તે શા હેતુથી ? હે ગૌતમ ! જેમ કોઇ અહત-અક્ષત-અપરિભક્ત-અઘોતું, ધોતું વાપરીને પણ ધોએલું અને શાળ ઉપરથી હમણાં તાજુંજ ઉતરેલું વસ્ત્ર હોય, તે વસ્ત્ર જ્યારે ક્રમે ક્રમે વપરાશમાં આવે ત્યારે તેને સર્વ બાજુએથી પુદ્ગલો બંધાય છે લાગે છે, સર્વ બાજુએથી પુદ્ગલોનો ચય થાય છે યાવત્ કાલાન્તરે તે વસ્ત્ર, મસોતા જેવું મેલું અને દુર્ગંધી તરીકે પરિણમે છે, તે હેતુથી મહાકર્મવાળાને ઉપર પ્રમાણે કહ્યું છે. હે ભગવન્ ! તે નક્કી છે કે, અલ્પા- શ્રવવાળાને અલ્પકર્મવાળાને, અલ્પક્રિયાવાળાને અને અલ્પવેદનાવાળાને સર્વથી પુદ્ગલો ભેદાય છે ? સર્વથી પુદ્ગલો છેદાય છે ? સર્વથી પુદ્ગલો વિધ્વંસ પામે છે ? સર્વથી પુદ્ગલો સમસ્તપણે નાશ પામે છે ? હમેશા નિરંતર પુદ્ગલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org