________________
શતક-૬, ઉદેસો-૩
૧૨૫ મનુષ્યો, અને દેવો ગતિ આગતિને અપેક્ષાથી સાદિ અને સાંત છે, સિદ્ધગતિને અપેક્ષી સિદ્ધો સાદિ અનંત છે, ભવસિદ્ધિકો લબ્ધિને અપેક્ષી અનાદિ સાંત છે અને અભવસિદ્ધિકો સંસારને અપેક્ષી અનાદિ અનંત છે, તે હેતુથી તેમ કહ્યું છે.
[૨૮૩) હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, તે જેમકે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય યાવતુ અંતરાય. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રીશસાગરોપમકોડાકોડી,અનેત્રણ હજાર વરસ અબાધાકાળ,તે અબાધાકાળ જેટલી ઊણી કર્મસ્થિતિ-કમનિષેક જાણવો, એ પ્રમાણે દર્શનાવરણીયકમી પરત્વે પણ જાણવું. વેદનીયકર્મ જઘન્ય બે સમયની સ્થિતિવાળું અને ઉત્કૃષ્ટ જેમ જ્ઞાનાવરણીયકર્મ કહ્યું છે તેમ જાણવું. મોહનીયકર્મ જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિવાળું અને ઉત્કરે ૭૦ સાગરોપમ કોડાકોડી સ્થિતિવાળું છે અને સાતહજાર વરસ તેનો અબાધાકાળ છે કમસ્થિતિ-કર્મનિષેક કાળ,તે અબાધા કાળથી ઊણો જાણવો. આયુષ્યકર્મની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિના ત્રિભાગથી અધિક તેત્રીશ સાગરોપમ કર્મ સ્થિતિ છે. નામકર્મનો અને ગોત્રકમનોજઘન્યકાળઆઠઅન્તર્મહતઅને ઉત્કૃષ્ટકાળ વિશ સાગરોપમ છે તથા બે હજારવરસ અબાધાકાળ છે, તે અબાધા કાળથી ઊણીકર્મસ્થિતિ જાણવો.જેમ જ્ઞાનાવરણીયકર્મકહ્યું તેમ અંતરાય કર્મ સમજવું.
* [૨૮૪] હે ભગવન્! જ્ઞાનાવરણીયકર્મ શું સ્ત્રી બાંધે? પુરુષ બાંધે? કે નપુંસક બાંધે ? કે નોસ્ત્રી-નોપુરુષ નોનપુંસક એટલે જે સ્ત્રી, પુરુષ કે નપુંસક ન હોય તેવો જીવ બાંધે ? હે ગૌતમ ! સ્ત્રી પણ બાંધે, પુરષ પણ બાંધે, અને નપુંસક પણ બાંધે. પણ જે નોસ્ત્રી નોપુરુષ-નોનપુંસક હોય તે કદાચ બાંધે ને કદાચ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રવૃતિઓ માટે જાણવું. હે ભગવન! આયુષ્યકર્મ પૂર્વવતુ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! સ્ત્રી બાંધે અને ન પણ બાંધે. એ પ્રમાણે બીજા બે માટે પણ જાણવું અને જે નોસ્ત્રીનોપુરુષનોનપુંસક હોય તે તો આયુષ્યકર્મ ન બાંધે. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું સંયત બાંધે? અસંયત બાંધે? કે સંયતાસંયત બાંધે? કે જે નોસંયતનોઅસંયતનોસંયતાસંમત હોય તે બાંધે? હે ગૌતમ ! કદાચ સંયત બાંધે, કદાચ ન બાંધે, અસંયત બાધે અને સંયતાસંયત પણ બાંધે પણ જે નોસંયત-નોઅસંયત-નોસંયતાસંમત હોય તે તો ન બાંધે. એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું, આયુષ્ય કર્મના સંબંધમાં નીચેના ત્રણ સંયત, અસંયત અને સંયતાસંયત માટે ભજનાવડે જાણવું અને ઉપરનો નોસંયત-નોઅસંત-નોસંયતાસંયત અત્સિદ્ધ ન બાંધે.
હે ભગવન્જ્ઞાનાવરણીય કર્મ શું સમ્યગૃષ્ટિ બાંધે ? મિથ્યાદ્રષ્ટિ બાંધે કે સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ બાંધે ? હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. મિથ્યાવૃષ્ટિ બાંધે અને સમ્યમિથ્યાવૃષ્ટિ પણ બાંધે. એ પ્રમાણે આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું, આયુષ્યમાં નીચેના બે સમ્યગૃષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ ભજનાવડે કદાચ ન બાંધે અને કદાચ બાંધે અને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ ન બાંધે. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું સંજ્ઞી જીવ બાંધે ? અસંજ્ઞી જીવ બાંધે ? કે નોસંજ્ઞી અને નોઅસંજ્ઞી બાંધે ? હે ગૌતમ ! સંજ્ઞી કદાચ બાંધે અને કદાચ ન બાંધે, અસંજ્ઞી બાંધે અને નોશીનોઅસંજ્ઞી જીવ ન બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ્ય વર્જીને છ કર્મપ્રકૃતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org