________________
૧૧૭
શતક-પ, ઉદ્દે સો-૮. પણ તું કહે છે,” તે ખોટું થાય. ત્યારે તે નારદપુત્ર અનગારે નિર્ગથીપુત્ર અનગાર પ્રતિ એમ કહ્યું કે, દેવાનુપ્રિય! એ અર્થને અમે જાણતા નથી, જો તમે તે અર્થને કહેતાં ગ્લાનિ ન પામો તો આપની પાસે એ અર્થને સાંભળી, અવધારી જાણવા ઇચ્છું છું.
ત્યારબાદ તે નિગ્રંથીપુત્ર અનગારે નારદપુત્ર અનગારને એમ કહ્યું કે, હે આર્ય ! મારા ધારવા પ્રમાણે દ્રવ્યાદેશવડે પણ સર્વ પુદ્ગલો સપ્રદેશ પણ છે, અને અપ્રદેશ પણ છે, તેઓ અનંત છે, ક્ષેત્રાદેશવડે પણ એમજ છે, કાલાદેશ અને ભાવાદેશવડે પણ એ પ્રમાણે જ છે, જે પુદ્ગલ, દ્રવ્યથી અપ્રદેશ છે, તે, નિયમે કરી ચોક્કસ ક્ષેત્રથી અપ્રદેશ હોય છે, કાલથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિતુ અપ્રદેશ હોય અને ભાવથી પણ કદાચિત્, પ્રદેશ હોય અને કદાચિત્ અપ્રદેશ હોય. જે ક્ષેત્રથી અપ્રદેશ હોય તે દ્રવ્યથી કદાચ સપ્રદેશ હોય અને કદાચ અપ્રદેશ હોય, કાળથી તથા ભાવથી પણ ભજનાએ જાણવું, જે પુદ્ગલ દ્રવ્યથી પ્રદેશ હોય તે ક્ષેત્રથી કદાચ સપ્રદેશ હોય અને કદાચ અપ્રદેશ હોય, એમ કાલથી અને ભાવથી જાણી લેવું. જે પુદ્ગલ ક્ષેત્રથી સપ્રદેશ હોય તે, દ્રવ્યથી ચોક્કસ સપ્રદેશ હોય અને કાલથી તથા ભાવથી ભજનાવડે હોય,
' હે ભગવન્! દ્રવ્યાદેશથી, ક્ષેત્રાદેશથી, કાલાદેશથી, અને ભાવાદેશથી સપ્રદેશ અનેઅપ્રદેશ અને પુદ્ગલોમાં ક્યા ક્યા પુદ્ગલો યાવતુ-થોડાં છે, ઘણાં છે, સરખાં છે. અને વિશેષાધિક છે? હે નારદપુત્ર ! ભાવાદેશવડે અપ્રદેશ પુદ્ગલો સર્વથી થોડાં છે, તે કરતાં કાલાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં દ્રવ્યાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશો અસંખ્ય ગુણ છે, તે કરતાં ક્ષેત્રાદેશથી સપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં દ્રવ્યાદેશથી સંપ્રદેશો વિશેષાધિક છે, તે કરતાં કાલાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે અને તે કરતાં ભાવાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે. ત્યારપછી તે નારદપુત્ર અનગાર નિર્ગથીપુત્ર અનગારને વંદે છે, નમે છે; વંદી, નમી એ અર્થને પોતે કહેલ અર્થને માટે વિનયપૂર્વક વારંવાર તેઓની પાસે ક્ષમા માંગે છે, ખમાવી સંયમ અને તેપવડે આત્માને ભાવતા યાવતું વિહરે છે.
[૨૩] હે ભગવન્! એમ કહી ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને એમ કહ્યું કે, હે ભગવન્! જીવો શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? હે ગૌતમ! જીવો વધતા નથી, ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. હે ભગવન્નૈરયિકો શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? હે ગૌતમ! નરયિકો વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે, જેમ નૈરયિક માટે કહ્યું એમ યાવતુ વૈમાનિક સુધીના જીવો માટે જાણવું. હે ભગવન! સિદ્ધોનો પ્રશ્ન કરવો છે ગૌતમ! સિદ્ધો વધે છે, ઘટે નહિ અને અવસ્થિત પણ રહે છે. હે ભગવન્! કેટલા કાળ સુધી જીવો અવસ્થિત રહે? સર્વ કાળસુધી. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી વધે છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્ય ભાગ સુધી. એ પ્રમાણે ઘટવાનો કાળ પણ તેટલો જાણવો. હે ભગવન્!તૈરયિકો કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત સુધી. એ પ્રમાણે સાતે પણ પૃથિવીઓમાં વધે છે. ઘટે છે, એમ કહેવું. વિશેષ એ કે, અવસ્થિતોમાં આ ભેદ જાણવો :- રત્નપ્રભા પૃથ્વીમાં અડતાલીશમુહૂર્ત, શર્કરા પ્રભામાં ચૌદરાત્રિદિવસ, વાલુકપ્રભામાં એકમાસ, પ્રકમભામાં બેમાસ, ધૂમપ્રભામાં ચાર માસ, તમપ્રભામાં આઠમાસ, અને તમતમામલામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org